તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NPSમાં હવે 70ની ઉંમર સુધી રોકાણ:પેન્શન ફંડ નિયામકે નિયમોમાં સુધારો કર્યો, અત્યારે વયમર્યાદા 65ની હતી

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેન્શન ફંડ નિયામકે નેશનલ પેન્શન સ્કીમને વધુ આકર્ષક બનાવી છે. હવે તેમાં એન્ટ્રી અને એક્ઝીટની ઉંમરની મર્યાદામાં ફેરફાર કર્યો છે. 70 વર્ષની ઉંમર સુધી હવે રોકાણ થઈ શકશે. પહેલા આ મર્યાદા 65 વર્ષની હતી. પીએફઆરડીએ કરેલા સુધારેલા સર્ક્યુલર મુજબ 65થી 70 વર્ષના ભારતીય નાગરિક અથવા ઓવરસીઝ સિટીઝન એનપીએસમાં જોડાઈ શકશે. તેઓ 75 વર્ષની ઉંમર સુધી આ યોજના ચાલુ રાખી શકશે. જે ગ્રાહકોએ પોતાનું એનપીએસ ખાતું બંધ કર્યું છે તેઓ પણ નવા નિયમ હેઠળ નવું ખાતું ખોલાવી શકશે.

નવા નિયમ મુજબ 65 વર્ષની ઉંમર પછી જોડાતા ગ્રાહકોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ ચાલુ રહેવું પડશે. ત્યારપછી જ ખાતું બંધ કરી શકાશે. આવા લોકોએ પોતાના ફંડનો 40 ટકા હિસ્સો એન્યુટીમાં રોકવાનો રહેશે. એટલે કે આ રકમ નક્કી સમય મર્યાદા સુધી ઇન્સ્ટોલમેન્ટમાં પરત મળશે. બાકીનું ફંડ એક સાથે ઉપાડી શકાશે.

  • જો ફંડ 5 લાખથી ઓછું કે એના જેટલું હોય તો ગ્રાહક એક સાથે સંપૂર્ણ ફંડ ઉપાડી શકશે.
  • ગ્રાહક દ્વારા પીએફમાં રોકાણનો વિકલ્પ વર્ષમાં એકવાર બદલી શકાશે.
  • જ્યારે એસેટ એલોકેશન વર્ષમાં 2 વાર બદલી શકાશે.
અન્ય સમાચારો પણ છે...