તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Peasant Agitation, Which Was Heavy Even Without Internet, Brought The Rajiv Gandhi Government To Its Knees.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલનની તવારીખ:ઈન્ટરનેટ વગર પણ ભારે પડ્યા આ ખેડૂત આંદોલનો, રાજીવ ગાંધી સરકારને ઘૂંટણીએ પાડી દીધી હતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્તમાન સમયમાં દેશભરમાં ખેડૂત આંદોલન ચર્ચાનો વિષય છે ત્યારે દિલ્હીમાં તાજેતરમાં ખેડૂત આંદોલનના નામે જે હિંસા થઈ તેને લઈ પણ ભારે વિવાદ થયો છે. દેશની રાજધાનીમાં ખેડૂત આંદોલનના નામે જે હિંસા અને વિરોધ થયો તેને લીધે સૌ કોઈને આશ્ચર્યું થયું છે કે આંદોલનકારીઓ પોતાની માંગો પૂરી કરાવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે.

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ખેડૂતોના કેટલાક આંદોલન રહ્યાં છે કે જેમાં સરકારોએ તેમની સામે ઝૂકવું પડ્યું છે. આ આંદોલન અને અપનાવવામાં આવતી રીત-પદ્ધતિ એ લાંબી ચર્ચાનો વિષય છે. આજે અમે અહીં વાત કરશું દેશના એવા કેટલાક મહત્વના ખેડૂત આંદોલન વિશે કે જે સરકાર પર ભારી પડી ચુક્યા છે.

1947 :તેલંગાણા આંદોલન
તેલંગાણા ખેડૂત આંદોલન નાના પાયે વર્ષ 1946માં શરૂ થયું હતું. પણ ધીમે ધીમે વર્ષ 1947માં તે ખૂબ જ મજબૂત બની ગયું હતું. આ આંદોલ બ્રિટીશ શાસન તથા સ્વતંત્ર ભારતની પ્રથમ સરકાર પર દબાણ લાવવામાં સફળ રહ્યું હતું. આંધ્ર પ્રદેશમાં આ આંદોલન જમીનદારો અને શાહૂકારોની શોષણવાદી નીતિ તથા ભ્રષ્ટ અધિકારીઓના અત્યાચારોથી તંગ આવી નાના ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.

ખેડૂતોને તેમના ઉત્પાદનો પર ચુકવવા પડતા આર્થિક બોજથી તંગ આવી નાના ખેડૂતો કોઈ પણની મધ્યસ્થતા વગર જ પોતાની લડાઈ લડ્યા હતા. આ આંદોલનમાં મોટાભાગની માંગ આર્થિક બાબત પર આધારિત હતી. આ આંદોલનમાં કોઈ રાજકીય શક્તિનો અભાવ હોવાથી અંગ્રેજોએ તેનો એટલો વ્યાપક વિરોધ કર્યો ન હતો. ખેડૂતોની લડાઈ વ્યવસ્થામાં પરિવર્તન માટે નહીં પણ કૃષિ વ્યવસ્થામાં સ્થિતિ યથાવત રાખવા અંગે હતી.

1967 : જમીન વિવાદથી નક્સલવાડી આંદોલન
દેશ આઝાદ થયો તેના બે દાયકા અને વર્ષ 1965ના યુદ્ધ બાદ આ આંદોલન શરૂ થયું. જેમાં દેશના વંચિત-શોષિત વર્ગોના લોકોએ હથિયારો ઉપાડ્યાં. ખેડૂતોના નામે શરૂ થયેલા આ આંદોલને દેશમાં નક્સલવાદનો પાયો નાંખ્યો. આ આંદોલનની શરૂઆત એક ખેડૂતની જમીન વિવાદથી થઈ હતી.

તે સમયે બંગાળમાં જમીનદારોના શોષણો સામે પીડિતો નતમસ્તક હતા. કોમ્યુનિસ્ટ સરકારના સમયે ખેડૂત આંદોલન તેની ચરમસીમા પર હતું.બિગુલ નામના એક ખેડૂતને જમીનદાર ​​​​​​​જમીનનો કબ્જો આપતા ન હતા, તેની પાસે કોર્ટનો આદેશ પણ હતો. આ સંજોગોમાં હથિયારો સાથે ખેડૂતોના એક જૂથે જમીનો પર કબ્જો કરી લીધો અને ત્યારબાદ આ ઘટનાએ જોર પકડ્યું.

વર્ષ 1988ના આંદોલને રાજીવ ગાંધી સરકારને હચમચાવી દીધી હતી
ખેડૂતો વચ્ચે બાબા ટીકૈત નામથી જાણીતા મહેન્દ્ર સિંહ ટિકૈતે વર્ષ 1988ના ખેડૂત આંદોલનનું નૈતૃત્વ કર્યું હતું. આઝાદ ભારતમાં આ સૌથી વિશાળ આંદોલન હતું. તેણે કેન્દ્ર સરકારને હચમચાવી નાંખી હતી. ખેડૂતોના આંદોલને તે સમયે રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને ઘુટણીએ પડવા મજબૂર કરી દીધી હતી. મહેન્દ્ર સિંહ ટિકૈત પાંચ લાખ ખેડૂતોને લઈ એક સપ્તાહ સુધી દિલ્હીના બોટ ક્લબ પર બેસી રહ્યા હતા.

આ આંદોલને તે સમયની રાજીવ ગાંધી સરકારને મુશ્કેલીમાં મુકી દીધી હતી. આ આંદોલનમાં 14 રાજ્યના ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોએ વિજય ચોકથી લઈ ઈન્ડિયા ગેટ સુધી કબ્જો કરી લીધો હતો. ખેડૂતો ટ્રેક્ટર અને બળદ ગાડા સાથે બટ ક્લબ પહોંચ્યા હતા. એટલું જ નહીં ભૂતપુર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પૂર્ણતિથિ નિમિતે તૈયાર થયેલા એક મંચ પર ખેડૂતો બેસી ગયા હતા. આ સંજોગોમાં સરકારે ખેડૂતોના 35 સૂત્રીય માંગોનો સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો