તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Peak Of Kamakshi Temple Is Made Of 76 Kg Gold, Mataji Rides In A 20 Kg Gold Chariot To Tour The Temple.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્તિરૂપી કામાક્ષી દર્શન...:કામાક્ષી મંદિરનું શિખર 76 કિલો સોનાનું બનેલું છે, માતાજી 20 કિલો સોનાના રથમાં બિરાજીને મંદિરનું ભ્રમણ કરવા નીકળે છે

કાંચીપુરમ5 મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
 • કૉપી લિંક
સિંદૂર લગાવીને લક્ષ્મીરૂપની પૂજા થાય છે. - Divya Bhaskar
સિંદૂર લગાવીને લક્ષ્મીરૂપની પૂજા થાય છે.
 • રાજા દશરથે સંતાનપ્રાપ્તિ માટે મા કામાક્ષીની પૂજા કરી હતી, આજે પણ ત્યાં સંતાનસ્તંભ પૂજાય છે
 • માતાજીનાં દર્શન કરવા રોજ 10 હજાર લોકો આવે છે, મા કામાક્ષી પાસે 1 હજાર કરોડનાં કીમતી ઘરેણાં છે

મંદિરોના શહેર કાંચીપુરમમાં શ્રી કાંચી કામાક્ષી અમ્મન મંદિરમાં દીપાવલી ઉત્સવ બહુ ખાસ છે. રોશની, શંખનાદ, ફૂલોની સુવાસ, નાદસ્વરમ જેવાં દક્ષિણ ભારતીય વાદ્યોના સ્વર વચ્ચે મંત્રોચ્ચારનો માહોલ દેવલોક જેવો અહેસાસ કરાવે છે. આ એકમાત્ર શક્તિપીઠ છે કે જ્યાં મા કામાક્ષીની એક આંખમાં લક્ષ્મી અને બીજી આંખમાં સરસ્વતીનો વાસ છે. એક મૂર્તિની પૂજાલક્ષ્મી, સરસ્વતી અને દુર્ગાના રૂપમાં કરાય છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શ્રીચક્રમ માત્ર અહીં જ છે.

5 એકરમાં ફેલાયેલા મંદિર પરિસરનું સોનાનું બનેલું મુખ્ય શિખર દૂરથી ચમકે છે.
5 એકરમાં ફેલાયેલા મંદિર પરિસરનું સોનાનું બનેલું મુખ્ય શિખર દૂરથી ચમકે છે.

મંદિરના મુખ્ય શ્રીકાર્યમ શાસ્ત્રી ચેલ્લા વિશ્વનાથ જણાવે છે, અયોધ્યાના રાજા દશરથ મહર્ષિ વશિષ્ઠના કહેવાથી સંતાનપ્રાપ્તિ માટે કામાક્ષીની પૂજા કરવા આવ્યા હતા. અહીંના 24 સ્તંભમાંથી એકની પૂજા વખતે તેમને માતાજીની દિવ્ય વાણી સંભળાઇ કે એક વર્ષમાં તેમને સંતાનપ્રાપ્તિ થશે. તે સ્તંભ સંતાનસ્તંભ તરીકે આજે પણ પૂજાય છે. દિવાળી પર અહીંની પરંપરા અન્ય લક્ષ્મી મંદિરોથી અલગ છે. પરંપરા મુજબ જો કોઇનાં માતા-પિતા કે બંનેમાંથી કોઇ એકનું મોત થઇ જાય તો તે એક વર્ષ સુધી મા કામાક્ષીનાં દર્શન કરવા નથી આવી શકતા. તેથી દીપાવલીના તહેવારમાં મા કામાક્ષીની પાલખી દરેક શેરીમાં પરિક્રમા કરે છે. તેમનાં દર્શન માટે લોકો ઘરની બહાર ઊભા રહે છે.

મંદિરના મુખ્ય પૂજારી જણાવે છે કે માતાજી પાસે 1 હજાર કરોડ રૂપિયાથી વધુનાં કીમતી ઘરેણાં છે. શૃંગારમાં ઉપયોગમાં લેવાતી માળાઓ પણ કેસર, બદામ, કાજુ, કમળ, ચમેલી, શતાવરીમાંથી બનેલી હોય છે. 15-20 કિલોની આ માળાઓ 5 લાખ રૂ.માં તૈયાર થાય છે. અહીં મંદિરનો વૈભવ જોવાલાયક હોય છે. મંદિરનું મુખ્ય શિખર 76 કિલો સોનાનું બનેલું છે. નવરાત્રિ સહિતના તહેવારોમાં માતાજી જે રથ પર સવાર થાય છે એ 20 કિલો સોનાનો બનેલો છે.

દર વર્ષે મંદિરમાં શ્રદ્ધાળુઓ કુલ 50 કરોડ રૂપિયાનું દાન કરે છે. રોજ અંદાજે 10 હજાર શ્રદ્ધાળુઓ આવે છે. મા કામાક્ષીનું આ રૂપ 8 વર્ષની કન્યાનું રૂપ છે. અપરિણીત પંડિત માતાજીની મૂર્તિને સ્પર્શ કરી શકતા નથી. અહીં વિશ્વામિત્ર અને ભારદ્વાજ ગોત્રના પંડિતોને જ પૂજા કરવાની આજ્ઞા છે. વર્ષોથી તેમના જ વંશજો પૂજા કરતા આવ્યા છે. મહર્ષિ દુર્વાસા દ્વારા લિખિત ગ્રંથ સૌભાગ્યચિંતામણિ અનુસાર અહીં પૂજા થાય છે.

આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શ્રીચક્રમ કામાક્ષી મંદિરના ગર્ભગૃહમાં જ છે
મા કામાક્ષીની મૂળ મૂર્તિની સામે શ્રીચક્રમ છે, જે આદિ શંકરાચાર્યએ સ્થાપિત કર્યું હતું. આ પૂજા-અર્ચનાની તાંત્રિકવિધિ છે. શાસ્ત્રી રામાનંદના જણાવ્યાનુસાર, તેને માતાજીના ઘરની રૂપરેખા કહી શકાય. શ્રીચક્રમમાં નીચેની તરફ મુખવાળા 5 અને ઉપરની તરફ મુખવાળા 4 ત્રિકોણ છે. તેમાં 44 ખૂણા છે. તેમાં ફૂલોની પાંદડીઓ બનેલી છે અને 9 સ્તર છે. બિંદુમાં મા કામાક્ષી બિરાજમાન છે. તેને દેવીનું સૂક્ષ્મ શરીર કહે છે. તેની પૂજા શ્રદ્ધાળુઓની સામે નથી થતી. નવરાત્રિ, બ્રહ્મોત્સવ અને પૂનમે થતી નવઆવરણ પૂજામાં માત્ર શાસ્ત્રી જ હોય છે.

સિંદૂર લગાવીને લક્ષ્મીરૂપની પૂજા થાય છે
આ એવું મંદિર છે, જ્યાં મા લક્ષ્મીની પૂજા સિંદૂર લગાવીને કરાય છે. તેની પાછળની માન્યતા એવી છે કે કોઇ વિવાદના કારણે વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કુદરૂપા થવાનો શ્રાપ આપ્યો હતો. મા કામાક્ષીની પૂજા કરીને તેમણે શ્રાપથી મુક્તિ મેળવી હતી. ત્યારે મા કામાક્ષીએ કહેલું કે તેઓ અહીં લક્ષ્મીજી સાથે બિરાજશે. તેમને ધરાવાતા પ્રસાદથી લક્ષ્મીજીની પણ પૂજા થશે પણ લક્ષ્મીજીએ અહીં આવનારાઓની મનોકામના પૂરી કરવી પડશે. કામાક્ષી માતાને પ્રસાદમાં સિંદૂર ચઢાવાય છે, જે લક્ષ્મીજીનાં ચરણોથી શીશ સુધી લગાવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો