તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The PDF Copy Of The New Voter ID Will Be Available For Download From Today, This Facility For Old Water From 1st February

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે વોટર IDની PDF પણ મળશે:આજથી નવા વોટર IDની PDF કોપી ડાઉનલોડ કરી શકાશે, જૂના વોટર્સ માટે આ સુવિધા 1 ફેબ્રુઆરીથી, હવે દેશમાં ગમે ત્યાંથી મત આપી શકાશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નેશનલ વોટર્સ ડે પર સોમવારે ઈલેક્શન કમિશને E-EPIC સ્કીમ શરૂ કરી છે. - Divya Bhaskar
નેશનલ વોટર્સ ડે પર સોમવારે ઈલેક્શન કમિશને E-EPIC સ્કીમ શરૂ કરી છે.

હવે દેશના નાગરિકો કોઈ પણ સ્થળે મતદાન કરી શકશે. આ માટે તેમણે પોતાના વિધાનસભા કે લોકસભા ક્ષેત્રમાં પૂર્વ નિર્ધારિત મતદાન કેન્દ્ર પર જવાની જરૂર જ નહીં પડે. ચૂંટણી પંચે આ દિશામાં તડામાર તૈયારી શરૂ કરી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ સોમવારે 11મા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી વખતે આયોજિત એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અમે ઝડપથી રિમોટ વૉટિંગ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ. આઈઆઈટી-મદ્રાસ અને અન્ય સંસ્થાઓની સાથે મળીને અમે કામ કરી રહ્યા છીએ. આ ઉપરાંત 26 જાન્યુઆરીથી મતદાર ઓળખપત્ર એટલે કે વૉટર આઈડી પણ ડિજિટલ થઈ જશે. એટલું જ નહીં, તેની પીડીએફ ડાઉનલોડ પણ કરી શકાશે. 31 જાન્યુઆરી સુધી ફક્ત તે મતદારો પોતાનું આઈડી ડિજિટલ ફોર્મેટમાં મેળવી શકશે, જેમણે ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં તેના માટે અરજી કરી હતી. બાદમાં પહેલી ફેબ્રુઆરીથી દેશભરના મતદારોને આ સુવિધાનો લાભ મલશે.

વોટર ID કાર્ડ ખોવાય કે ખરાબ થઈ જાય પછી એને ફરી બનાવડાવવું ખૂબ મુશ્કેલ હોય છે. હવે ઈલેક્શન કમિશને આ સમસ્યા દૂર કરી દીધી છે. આજથી વોટર IDને ડાઉનલોડ કરી શકાશે. 31 જાન્યુઆરી સુધી માત્ર એ વોટર્સ પોતાનું વોટર ID ડિજિટલ ફોર્મેટમાં લઈ શકશે, જેમણે ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અપ્લાઈ કર્યું છે. 1 ફેબ્રુઆરીથી તમામ વોટર્સને આ સુવિધા મળવા લાગશે.

નેશનલ વોટર્સ ડે પર ઈલેક્શન કમિશને E-EPIC સ્કીમ શરૂ કરી છે. EPIC એટલે કે ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ. એના દ્વારા તમે તમારા વોટર IDને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. એની પ્રિન્ટ પણ લઈ શકાશે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે એનો પ્રારંભ કર્યો. આ દરમિયાન પાંચ નવા વોટર્સને ઈ-વોટર કાર્ડ આપવામાં આવ્યાં.

વોટર ID મળવાનો ઈંતજાર સમાપ્ત
આ સુવિધા શરૂ થયા પછી વોટર IDની રાહ જોવી નહીં પડે. વોટર લિસ્ટમાં નામ સામેલ થતાં જ તેને ડાઉનલોડ કરી શકાશે. વોટર આ કાર્ડને પ્રિન્ટ કરી શકે છે, તેને લેમિનેટ કરી શકે છે કે તેને અનુકૂળતા પ્રમાણે ડિજિટલી સ્ટોર કરી શકે છે.

ડિજિટલ કાર્ડના લાભ

  • E-EPIC નવા વોટર્સને જારી કરાતા પ્લાસ્ટિક વોટર કાર્ડથી અલગ હશે. એને ડિજિલોકરમાં પણ અપલોડ કરી શકાય છે.
  • E-EPIC ડાઉનલોડ કરતાં પહેલાં KYC કરાવવું પડશે. આ સુવિધા મળ્યા પછી વોટરને એડ્રેસ ચેન્જ થાય ત્યારે વારંવાર નવું કાર્ડ બનાવવાની જરૂર નહીં પડે. આ માટે સિંગલ ઈ-એપિક પૂરતું હશે. QR કોડમાં બદલાયેલા સરનામા સાથે એને નવેસરથી ડાઉનલોડ કરી શકાય છે.
  • જે વોટર્સનું વોટર ID કાર્ડ ખોવાઈ ગયું છે કે ખરાબ થઈ ગયું છે, તેઓ ફ્રીમાં ડુપ્લિકેટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અત્યારે આ માટે 25 રૂપિયા આપવાના હોય છે.
  • આ પગલાથી વન નેશન-વન ઈલેક્શન કાર્ડની યોજના પર આગળ વધી શકાશે.

તમે કેવી રીતે e-EPIC ડાઉનલોડ કરી શકશો?

  • સૌપ્રથમ તમારે e-EPIC ડાઉનલોડ કરવા માટે વોટર પોર્ટલ, વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ કે નેશનલ વોટર સર્વિસ પોર્ટલની સાઈટ પર જવાનું રહેશે.
  • વોટર પોર્ટલની વેબસાઈટ http://voterportal.eci.gov.in/ અને NVSP ની સાઈટ https://nvsp.in/ છે. આ ઉપરાંત તમે ગૂગલ પ્લેમાંથી વોટર મોબાઈલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.
  • જો e-EPIC ડાઉનલોડ કરવા માગો છો, પરંતુ E-EPIC નંબર ખોવાયો છે તો તમે ઈલેક્ટોરલ ફોર્મને http://voterportal.eci.gov.in/ અથવા http://electoralsearch.in/ પર સર્ચ કરો. અહીંથી તમે તમારો e-EPIC નંબર મેળવી શકો છો.

e-EPIC ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે
1. e-EPIC ડાઉનલોડ કરવા માટે તમારે http://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/ કે વોટર હેલ્પલાઈન એપ જવાનું રહેશે.
2. વોટર પોર્ટલ પર ખુદને રજિસ્ટર કે લોગિન કરો.
3. એના પછી મેન્યુ પર જઈને ડાઉનલોડ e-EPIC પર ક્લિક કરો.
4. EPIC નંબર કે ફોર્મ રેફરન્સ નંબર નાખો.
5. OTPથી નંબર વેરિફાઈ કરો.
6. ડાઉનલોડ EPIC પર ક્લિક કરો.
7. જો મોબાઈલ નંબર કાર્ડ પર બીજો છે તો KYCની પ્રોસેસ પૂરી કરો.
8. તેમાં ફેસ લાઈવનેસ વેરિફિકેશન પણ કરી શકો છો.
9. KYCની મદદથી નવો નંબર અપડેટ કરીને e-EPIC ડાઉનલોડ કરી શકાશે.

આજથી વેબ રેડિયો હેલો વોટર્સની પણ શરૂઆત
ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના સ્થાપના દિવસે 2011થી દર વર્ષે 25 જાન્યુઆરીએ નેશનલ વોટર્સ ડે ઊજવવામાં આવે છે. એમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઈલેક્શન કમિશનના વેબ રેડિયો, હેલો વોટર્સની શરૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો