હવે દેશના નાગરિકો કોઈ પણ સ્થળે મતદાન કરી શકશે. આ માટે તેમણે પોતાના વિધાનસભા કે લોકસભા ક્ષેત્રમાં પૂર્વ નિર્ધારિત મતદાન કેન્દ્ર પર જવાની જરૂર જ નહીં પડે. ચૂંટણી પંચે આ દિશામાં તડામાર તૈયારી શરૂ કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ સોમવારે 11મા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી વખતે આયોજિત એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અમે ઝડપથી રિમોટ વૉટિંગ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ. આઈઆઈટી-મદ્રાસ અને અન્ય સંસ્થાઓની સાથે મળીને અમે કામ કરી રહ્યા છીએ. આ ઉપરાંત 26 જાન્યુઆરીથી મતદાર ઓળખપત્ર એટલે કે વૉટર આઈડી પણ ડિજિટલ થઈ જશે. એટલું જ નહીં, તેની પીડીએફ ડાઉનલોડ પણ કરી શકાશે. 31 જાન્યુઆરી સુધી ફક્ત તે મતદારો પોતાનું આઈડી ડિજિટલ ફોર્મેટમાં મેળવી શકશે, જેમણે ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં તેના માટે અરજી કરી હતી. બાદમાં પહેલી ફેબ્રુઆરીથી દેશભરના મતદારોને આ સુવિધાનો લાભ મલશે.
વોટર ID કાર્ડ ખોવાય કે ખરાબ થઈ જાય પછી એને ફરી બનાવડાવવું ખૂબ મુશ્કેલ હોય છે. હવે ઈલેક્શન કમિશને આ સમસ્યા દૂર કરી દીધી છે. આજથી વોટર IDને ડાઉનલોડ કરી શકાશે. 31 જાન્યુઆરી સુધી માત્ર એ વોટર્સ પોતાનું વોટર ID ડિજિટલ ફોર્મેટમાં લઈ શકશે, જેમણે ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અપ્લાઈ કર્યું છે. 1 ફેબ્રુઆરીથી તમામ વોટર્સને આ સુવિધા મળવા લાગશે.
નેશનલ વોટર્સ ડે પર ઈલેક્શન કમિશને E-EPIC સ્કીમ શરૂ કરી છે. EPIC એટલે કે ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ. એના દ્વારા તમે તમારા વોટર IDને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. એની પ્રિન્ટ પણ લઈ શકાશે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે એનો પ્રારંભ કર્યો. આ દરમિયાન પાંચ નવા વોટર્સને ઈ-વોટર કાર્ડ આપવામાં આવ્યાં.
વોટર ID મળવાનો ઈંતજાર સમાપ્ત
આ સુવિધા શરૂ થયા પછી વોટર IDની રાહ જોવી નહીં પડે. વોટર લિસ્ટમાં નામ સામેલ થતાં જ તેને ડાઉનલોડ કરી શકાશે. વોટર આ કાર્ડને પ્રિન્ટ કરી શકે છે, તેને લેમિનેટ કરી શકે છે કે તેને અનુકૂળતા પ્રમાણે ડિજિટલી સ્ટોર કરી શકે છે.
ડિજિટલ કાર્ડના લાભ
તમે કેવી રીતે e-EPIC ડાઉનલોડ કરી શકશો?
e-EPIC ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે
1. e-EPIC ડાઉનલોડ કરવા માટે તમારે http://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/ કે વોટર હેલ્પલાઈન એપ જવાનું રહેશે.
2. વોટર પોર્ટલ પર ખુદને રજિસ્ટર કે લોગિન કરો.
3. એના પછી મેન્યુ પર જઈને ડાઉનલોડ e-EPIC પર ક્લિક કરો.
4. EPIC નંબર કે ફોર્મ રેફરન્સ નંબર નાખો.
5. OTPથી નંબર વેરિફાઈ કરો.
6. ડાઉનલોડ EPIC પર ક્લિક કરો.
7. જો મોબાઈલ નંબર કાર્ડ પર બીજો છે તો KYCની પ્રોસેસ પૂરી કરો.
8. તેમાં ફેસ લાઈવનેસ વેરિફિકેશન પણ કરી શકો છો.
9. KYCની મદદથી નવો નંબર અપડેટ કરીને e-EPIC ડાઉનલોડ કરી શકાશે.
આજથી વેબ રેડિયો હેલો વોટર્સની પણ શરૂઆત
ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના સ્થાપના દિવસે 2011થી દર વર્ષે 25 જાન્યુઆરીએ નેશનલ વોટર્સ ડે ઊજવવામાં આવે છે. એમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઈલેક્શન કમિશનના વેબ રેડિયો, હેલો વોટર્સની શરૂઆત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.