કાનપુરથી લખનઉ જતી રોડવેઝ બસમાં ભીષણ આગની ઘટના બની. 45 જેટલા યાત્રીઓ જે બસમાં સવાર હતા તે બસમાં અચાનક આગ લાગી. આસપાસના લોકોએ બસમાં આગ ભભૂકતા જોઈ બસને રોકવાનો પ્રયાસ કર્યો અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે યાત્રીઓને પાછળ અને સાઈડના કાચ તોડીને બહાર કાઢવા પડ્યા હતા. રાહદારીઓ અને પોલીસે બસની બારીઓના કાચ તોડી મુસાફરોના જીવ બચાવાયા
જનતા અને પોલીસે ઈંટોથી કાચ તોડી જીવ બચાવ્યા
બસ રોકાતા થોડી જ ક્ષણોમાં બસ આગની ઝપેટમાં આવી ગઈ. દુર્ઘટના કાનપુર-લખનઉ હાઈવે પર બંથરા થાના વિસ્તાર પાસેની છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બારીઓના કાચ તોડીને કેટલાક યાત્રીઓએ કૂદકો મારતા તેમને નાની-મોટી ઈજા પહોંચી છે. ઘટનાસ્થળે હાજર પોલીસ અને પબ્લિકે ઈંટોથી બસના કાચ તોડી લોકોના જીવ બચાવ્યા. બસમાં 45 જેટલા લોકો હતા જેના કારણે તાત્કાલિક બસ રોકીને કાચ તોડી તમામને બચાવવા અને બસમાં લાગેલી આગને ઓલવવા પાણીનો મારો ચલાવાયો હતો. આસપાસના દુકાનદારોપણ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા દોડ્યા હતા. જો બસમાં આગ લાગેલી પેટ્રોલની ટાંકી સુધી પહોંચી તે પહેલા તેને કાબૂમાં લેવાતા મોટી દુર્ઘટના ટળી. જોકે આગની દુર્ઘટનાના કારણે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.
ચાલતી બસમાં લાગી આગ, રાહદારીઓએ રોકી બસ
રવિવારના રોજ કાનપુર ડેપોની બસ લખનઉ જઈ રહી હતી. બંથરા નજીક પહોંચતા જ બસની નીચેથી ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા. ડ્રાઈવર, કન્ડક્ટર અને બસમાં સવાર મુસાફરોને ખબર ન રહી કે બસમાં આગ લાગી ગઈ છે. પરંતુ, રાહદારીઓએ ધુમાડો જોતા બસને રોકી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બસની આગળના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને એક્ઝિટ ગેઈટ સુધી આગ પહોંચી ગઈ. બસમાં સવાર મુસાફરોએ બૂમાબૂમ કરી અને બારીના કાચ તોડી નીચે કૂદ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.