• Gujarati News
  • National
  • The Passenger Fainted On The Delhi Mumbai Flight; Karad Gave First Aid And Even Gave Injections

કેન્દ્રીય મંત્રીએ કો-પેસેન્જરનો જીવ બચાવ્યો:દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં બેભાન થઈ ગયો હતો યાત્રી; કરાડે પ્રાથમિક સારવારની સાથે ઇન્જેક્શન પણ આપ્યું

નવી દિલ્હી17 દિવસ પહેલા
વ્યવસાયે સર્જન ડૉ. કરાડે પેશન્ટને ફ્લાઈટની ઈમરજન્સી કિટમાંથી ઈન્જેક્શન માર્યું અને ગ્લૂકોઝ પણ ચઢાવ્યું.
  • સોશિયલ મીડિયામાં પણ ડૉ. કરાડના કામની જોરદાર પ્રશંસા થઈ રહી છે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મંત્રીના વખાણ કર્યા

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડે સોમવારની રાતે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં એક કો-પેસેન્જરને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો છે. ફ્લાઈટ દિલ્હીથી ટેકઓફ થયા બાદ પેસેન્જરને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગયો. વ્યવસાયે સર્જન ડૉ. કરાડે પેશન્ટને ફ્લાઈટની ઈમર્જન્સી કિટમાંથી ઈન્જેક્શન માર્યું અને ગ્લુકોઝ પણ ચઢાવ્યો.

કરાડે જણાવ્યું હતું કે દર્દી પરસેવાથી રેબઝેબ હતો અને તેનું બીપી લો થઈ ગયું હતું. તેમણે તેનાં કપડાં દૂર કર્યાં અને છાતીમાં માલીશ કરી. લગભગ 30 મિનિટ પછી પેસેન્જરની હાલત સુધરી હતી. તેમણે પેશન્ટને દરેક મિનિટે પગ ઉપર ઉઠાવવા અને પોતાની સ્થિતિ બદલવાની સલાહી આપી. જાણકારી મુજબ પેશન્ટ 40 વર્ષનો હતો, જેને ફ્લાઈટ લેન્ડ થયા બાદ તાત્કાલિક ઈલાજ માટે હોસ્પિટલ લઈ જવાયો.

ડૉ. કરાડ પેશન્ટની સતત દેખરેખ કરી રહ્યા હતા.
ડૉ. કરાડ પેશન્ટની સતત દેખરેખ કરી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર થઈ પ્રશંસા
સોશિયલ મીડિયામાં પણ ડૉ. કરાડના કામની જોરદાર પ્રશંસા થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીની મદદની પ્રશંસા કરતા ઈન્ડિગો એરલાઇન્સે ટ્વીટ કરી લખ્યું કે પોતાનાં કર્તવ્યો પર અટક્યા વગર કામ કરવાને લઈને અમે મંત્રીજીની પ્રશંસા કરીએ છીએ. એક સાથી યાત્રીની મદદ કરવા માટે ડૉ. ભાગવત કરાડનો સહયોગ પ્રેરણાદાયક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મંત્રીના વખાણ કર્યા

અન્ય સમાચારો પણ છે...