• Gujarati News
  • National
  • The Party Which Has As Many MLAs As It Will Get The Maximum Share, RJD Will Get 21 Divisions, JDU Will Get 12 Divisions.

નવી સરકારમાં આ રીતે થશે વિભાગની વહેંચણી:જે પાર્ટીની પાસે જેટલા MLA તેને એટલો હિસ્સો મળશે, સૌથી વધારે 21 વિભાગ RJDને, JDUને મળશે 12 વિભાગ

એક મહિનો પહેલા

બિહારમાં હવે નવી મહાગઠબંધન સરકારની ભાગીદારી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. મંત્રીમંડળમાં તે પાર્ટીને વધારે હિસ્સો મળશે જેના ધારાસભ્યો વધારે હશે. બુધવારે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી શપથ લેશે. ત્યારપછી મંત્રીમંડળમાં કોણ, કોને કયો વિભાગ, કયા પક્ષને કેટલા મંત્રી પદ અને કયા પક્ષને કેટલો વજનદાર વિભાગ મળશે તે વિશે ચર્ચા વિચારણાં થશે.

અત્યાર સુધી NDA સરકારમાં ભાજપનો રોલ મોટો હતો. બીજા નંબરે DU અને ત્રીજા નંબરે હમ હતી. જોકે ત્યારે ત્રણ પાર્ટીઓ જ હોવાના કારણે વધારે મુશ્કેલી નહતી, પરંતુ હવે સત્તામાં અડધો ડઝન પાર્ટીઓની ભાગીદારી છે. તેના કારણે વિભાગોની વહેંચણીમાં મુશ્કેલી આવે છે. કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષનું પદ પણ માંગ્યું છે.

બિહારમાં 44 વિભાગ છે. આ વિભાગોમાં સંખ્યાના આધાર પર હિસ્સેદારી થાય છે. સૌથી વધારે મંત્રીપદ RJDના ખાતામાં જશે. હવે તે તેજસ્વી પર આધારિત છે કે, તે જેટલા પણ વિભાગ છે તે દરેકમાં અલગ અલગ મંત્રી રાખશે અથવા કોઈ એક જ મંત્રીને વધારે વિભાગની ફાળવણી કરવામાં આવી શકે છે.

આ રીતે થઈ શકે છે વિભાગોની વહેંચણી
હિસાબ પ્રમાણે 164 ધારાસભ્યોનું સમર્થન નીતીશ કુમારે રાજ્યપાલને સોંપ્યું છે. તેમાં 79 RJD, 45 JDU, 16 લેફ્ટ, 19 કોંગ્રેસ, 4 HAM અને 1 અપક્ષની ભાગીદારી છે. 44 વિભાગોની વહેંચણી કરવામાં આવે તો 3.72 ધારાસભ્ય પર એક વિભાગની ભાગીદારી આવે છે. સંખ્યા પ્રમાણે RJDને 21 વિભાગ મળશે, જ્યારે જેડીયુને 12 વિભાગથી જ સંતોષ માનવો પડશે. લેફ્ટને 4 વિભાગ મળી શકે છે. જ્યારે હમ અને અપક્ષને 1-1 મંત્રી પદથી સંતોષ માનવો પડશે. હવે આ સંજોગોમાં મહાગઠબંધનના પક્ષોએ નક્કી કરવાનું છે કે તેઓ સંખ્યાના આધાર પર વિભાગોની વહેંચણી કરશે કે સિમ્બોલિક વ્યવસ્થા લાવશે.

નવી કેબિનેટના સંભવિત ચહેરા
જેડીયુ-
વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, અશોક ચૌધરી, ઉપેન્દ્ર કુશવાહા, શીલા કુમારી, શ્રવણ કુમાર, મદન સહની, સંજય કુમાર ઝા, લેશી સિંહ, સુનીલ કુમાર, જયંત રાજા, જમાં ખાન.
કોંગ્રેસ- મદન મોહન ઝા, અજીત શર્મા, શકીલ અહમદ ખાન, રાજેશ કુમાર
હમ- સંતોષ કુમાર સુમન
અપક્ષ- સુમિત કુમાર સિંહ
આરજેડી- તેજપ્રતાપ યાદવ, આલોક કુમાર મહેતા, અનિતા દેવી, જિતેનદ્ર કુમાર રાય, ચંદ્રશેખર, કુમાર સર્વજીત, બચ્ચા પાંડે, ભારત ભૂષણ મંડળ, અનિલ સહની, શાહનવાઝ/શમીમ અહમદ, અખ્તરુલ ઈસ્લામ શાહીન/મો. નેહાલુદ્દીન, રામચંદ્ર પૂર્વ/સમીર મહાસેઠ, ભાઈ વીરેન્દ્ર/સુરેન્દ્ર યાદવ/ લલિત યાદવ, કાર્કિત સિંહ/સૌરભ કુમાર,વીણા સિંહ/સુનીલ સિંહ, રણવિજય સાહુ/મંજૂ અગ્રવાલ, સંગીતા કુમારી/સુરેન્દ્ર રામ.

અત્યાર સુધી નીતીશ પાસે હતા 5 વિભાગ
જોકે આ વિભાગોમાંથી લગભગ 5 વિભાગ મુખ્યમંત્રી નીતીશ કુમાર પાસે જ રહેતા હતા. હવે તેની જવાબદારી અલગ અલગ મંત્રીઓને સોંપવામાં આવે છે કે આ વિભાગ તેઓ પોતેજ રાખે છે તે નીતીશ કુમાર પર આધારિત છે. સામાન્ય પ્રશાસન, ગૃહ, મંત્રીમંડળ સચિવાલય, મોનિટરિંગ ડિપાર્ટમેન્ટ, ઈલેક્શન ડિપાર્ટમેન્ટ નીતીશ પાસે છે.

આ વખતે પણ એવી અપેક્ષા છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર આ વિભાગોને તેમની પાસે જ રાખશે. RJD તરફથી ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ બનશે તો તેમને મોટા વિભાગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. તેમાં પથ નિર્માણ વિભાગ અને નગર વિકાસ પણ તેજસ્વી યાદવ પાસે રહી શકે છે. જ્યારે JD પાસે બીજા મોટા વિભાગોમાં સ્વાસ્થ્ય, નગર વિકાસ વિભાગ, નાણા, વાણિજ્ય કર, ઉદ્યોગ, કૃષિ, શ્રમ સંસાધન વગેરે વિભાગ રહી શકે છે.

તેમને આ વિભાગ મળી શકે છે
જ્યારે JDUની વાત કરીએ તો JDU પાસે મુખ્યમંત્રી નીતીશ કુમાર સિવાય અન્ય મંત્રીઓને શિત્રણ, જળ સંસાધન વિભાગ, યોજના અને વિકાસ વિભાગ, ઉર્જા વિભાગ, કલ્યાણ વિભાગ, સહકારિતા વિભાગ, ડિઝાસ્ટર અને જનસંપર્ક વિભાગ જેવા વિભાગ રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...