તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Parliamentary Standing Committee Asked Twitter Representatives To Attend On June 18; There May Be Discussions About New IT Laws

માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મને સમન્સ:સંસદીય સ્ટેન્ડિંગ કમિટીએ ટ્વિટરના પ્રતિનિધિઓને 18 જૂને હાજર થવા કહ્યું; નવા IT કાયદા અંગે થઈ શકે છે ચર્ચા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કમિટીએ 18 જૂનના રોજ ટ્વિટરના અધિકારીઓને બોલાવ્યા છે

કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે ચાલુ ઘમસાણ દરમિયાન ઈન્ફર્મેશન ટેક્નોલોજી પર સંસદીય સ્ટેન્ડિંગ કમિટીએ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના પ્રતિનિધિઓને સમન્સ પાઠવ્યું છે. તેમને 18 જૂને કમિટી સમક્ષ હાજર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમાં નવા IT કાયદા બાબતે ચર્ચા થઈ શકે છે.

ન્યૂઝ એજન્સી ANI મુજબ, ટ્વિટરને નાગરિક અધિકારોની સુરક્ષા, સોશિયલ કે ઓનલાઈન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મનો દુરઉપયોગ અટકાવવા અને ડિજિટલ સ્પેસમાં મહિલા સુરક્ષા મુદ્દા પર સમન્સ આપવામાં આવ્યું છે. કમિટીની અધ્યક્ષતા તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂર કરે છે.

IT નિયમ અને હાલની ઘટનાઓ બાબતે પણ ચર્ચા થશે
મીડિયા રિપોર્ટ મુજબ, કમિટી IT નિયમ અને હાલની ઘટનાઓ પર ચર્ચા કરશે, જેમાં મૈનિપુલેટેડ મીડિયા વિવાદ અને ટ્વિટર ઈન્ડિયાના અધિકારીઓએ સાથે દિલ્હી પોલીસની પૂછપરછ જેવા મુદ્દા સામેલ છે. કમિટીએ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી (MeitY)ના અધિકારીઓને પણ બોલાવ્યા છે. કમિટી હાલના વિવાદો પર મંત્રાલયનું વર્ઝન પણ જાણવા માંગે છે.

ટૂલ કીટ મુદ્દે પણ થયો હતો વિવાદ
ટૂલ કીટ મુદ્દે પણ કેન્દ્ર સરકારે ટ્વિટરને કડક ચેતવણી આપી હતી. સરકારે ટ્વિટરને કહ્યું હતું કે ટ્વિટર મૈનિપુલેટેડ મીડિયા ટેગનો ઉપયોગ બંધ કરે, કારણ કે હજી ટૂલ કીટ મુદ્દાની તપાસ એજન્સી કરી રહી છે. કેન્દ્રીય IT મંત્રાલયે કહ્યું હતું કે એજન્સી ટૂલ કિટના કન્ટેન્ટની તપાસ કરી રહી છે, ન કે ટ્વિટરની.

કેન્દ્રએ કહ્યું હતું કે ત્યાં સુધી આ મામલો તપાસ હેઠળ છે ત્યાં સુધી ટ્વિટર પોતાનો નિર્ણય જણાવી શકશે નહીં. ખરેખર, ટ્વિટરે BJPના પ્રવાક્ય સંબિત પાત્રાના કેટલાક ટ્વિટ પર મૈનિપુલેટેડ મીડિયાનું ટેગ લગાવીને બતાવ્યા હતા. આ ટ્વિટ કોંગ્રેસનાં ટૂલ કિટને લઈને કરવામાં આવ્યા હતા.