• Gujarati News
  • National
  • The Parents, Enraged By The Arranged Marriage, Shot Him In The Chest And Dumped The Body In A Suitcase On The Highway.

પિતા જ દીકરીનો હત્યારો નીકળ્યો:પસંદગીનાં લગ્નથી માતા-પિતા ગુસ્સે હતાં, છાતીમાં ગોળી મારીને પછી લાશ સૂટકેસમાં રાખીને હાઇવે પર ફેંકી દીધી

9 દિવસ પહેલા

મથુરાના આયુષી ચૌધરી હત્યાકાંડમાં પોલીસે કેસ સોલ્વ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેના પિતાએ જ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેની હત્યા બદરપુર સ્થિત તેના ઘરમાં જ કરવામાં આવી હતી. આ પછી લાશને લાલ સૂટકેસમાં પેક કરીને 150 કિમી દૂર મથુરા જિલ્લાના રાયા વિસ્તારમાં યમુના એક્સપ્રેસ-વે પર ફેંકી દીધી હતી. 18 નવેમ્બરે આયુષીની લાશ મળી હતી.

પોલીસે આયુષીનાં માતા અને પિતાની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર બન્નેએ હત્યાની કબૂલાત કરી લીધી છે.
પોલીસે આયુષીનાં માતા અને પિતાની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર બન્નેએ હત્યાની કબૂલાત કરી લીધી છે.

આ આખા મામલાને તબક્કાવાર વાંચો...

1. ગુસ્સામાં આવીને દીકરીને ગોળી મારી દીધી
22 વર્ષની આયુષીનું અફેર બીજી જ્ઞાતિના છોકરા અને ભરતપુરમાં રહેનાર છત્રપાલ નામના છોકરા સાથે હતું. બન્નેએ એક વર્ષ પહેલાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન પણ કરી લીધાં હતાં. આયુષી તેના માતા-પિતાના ઘરે રહેતી હતી. પરિવારના સભ્યો લગ્નની વિરુદ્ધ હતા. 17 નવેમ્બરના રોજ બપોરે આયુષીનો તેની માતા સાથે ઝઘડો થયો હતો. માતાએ આ અંગે પિતાને જાણ કરી હતી. નારાજ પિતા ઘરે આવ્યા હતા. તેણે આયુષીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સ્વીકારવા તૈયાર ન હતી. ગુસ્સે ભરાયેલા પિતાએ લાઇસન્સ રિવોલ્વરથી આયુષીની છાતીમાં બે ગોળીઓ મારી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ આયુષીનો ફાઇલ ફોટો છે.
આ આયુષીનો ફાઇલ ફોટો છે.

2. દુકાનમાંથી પોલિથિન લાવ્યો અને લાશને સૂટકેસમાં પેક કરી
આયુષીની હત્યા કર્યા પછી તેના પિતાએ ઘરની નજીકની દુકાનમાંથી પોલિથિન ખરીદી હતી. બપોરે એક સૂટકેસમાં તેની લાશ પેક કરી દીધી હતી. સૂટકેસ મોડી રાત્રે 3 વાગે કારમાં મૂકી અને વહેલી સવારે 5 વાગે 150 કિમી દૂર મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર ફેંકી દીધી હતી. પિતા કાર ચલાવી રહ્યા હતા અને માતા આગળની સીટ પર બેઠી હતી.

આયુષી દિલ્હીની ગ્લોબલ કોલેજની વિદ્યાર્થિની હતી. તે BCAનો અભ્યાસ કરતી હતી.
આયુષી દિલ્હીની ગ્લોબલ કોલેજની વિદ્યાર્થિની હતી. તે BCAનો અભ્યાસ કરતી હતી.

3. બે દિવસ પછી માતા અને ભાઈએ આવીને લાશની ઓળખ કરી
રવિવારે મથુરામાં પોસ્ટમોર્ટમ હાઉસે પહોંચીને આયુષીનાં માતા બ્રજબાળા અને ભાઈ આયુષે લાશની ઓળખ કરી હતી. ઓળખ કર્યા પછી પરિવાર પોલીસ સાથે વાતચીત કર્યા વગર જ નીકળી ગયો હતો. મીડિયાએ સવાલ કરવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેઓએ કંઈ જવાબ આપ્યો નહોતો.

પોલીસે કાર પણ કબજે કરી લીધી છે. આ કારની મદદથી જ પિતાએ પુત્રીની લાશને મથુરા એક્સપ્રેસ વે પર ફેંકી દીધી હતી. માતા કારમાં આગળની સીટ પર બેઠી હતી.
પોલીસે કાર પણ કબજે કરી લીધી છે. આ કારની મદદથી જ પિતાએ પુત્રીની લાશને મથુરા એક્સપ્રેસ વે પર ફેંકી દીધી હતી. માતા કારમાં આગળની સીટ પર બેઠી હતી.

4. ઓળખ કરતી વખતે માતા અને ભાઈ રડતાં હતાં
આયુષી BCAમાં અભ્યાસ કરતી હતી. માતા અને ભાઈએ ઓળખ કરતી વખતે તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તેઓ એકબીજાને ભેટીને રડવા લાગ્યાં હતાં. આયુષી મર્ડર કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે પોલીસ ખુદ પરિવાર સુધી પહોંચી હતી. એટલે કે આયુષીના ગુમ થવા અંગે પરિવારે પોલીસને જાણ કરી ન હતી. અને ના તો આ વિશે FIR થઈ હતી.

જે રિવોલ્વરથી તેની હત્યા કરવામાં આવી તેનું લાઇસન્સ દેવરિયામાં બનેલું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન બન્ને માતા-પિતા રડતાં રહ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે જે પણ થયું તે અચાનક અને ગુસ્સામાં થયું હતું. પિતાએ જણાવ્યું હતું કે દીકરી અપમાનિત કરતી હતી. તેને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, તે સ્વીકારવા તૈયાર ન હતી.

5. આયુષીનું નામ NEETમાં આવ્યું હતું, પરંતુ તે કાઉન્સેલિંગ માટે ગઈ નહોતી
પૂછપરછ દરમિયાન એ વાત પણ સામે આવી કે આયુષીએ NEETની પરીક્ષા પાસ કરી હતી. પરંતુ, તે કાઉન્સેલિંગ માટે ગઈ ન હતી. માતા-પિતાએ કાઉન્સેલિંગમાં જોડાવા માટે ઘણી સમજાવી હતી, પરંતુ આયુષી માની જ નહિ. પિતાએ જણાવ્યું હતું કે તે દરેક વાત પર પરિવારનો વિરોધ કરવા લાગી હતી.

આયુષીનો મૃતદેહ 18 નવેમ્બરે મથુરામાં એક્સપ્રેસ વેની બાજુમાં એક લાલ સૂટકેસમાં મળી આવ્યો હતો. તે 17 નવેમ્બરથી ગુમ હતી.
આયુષીનો મૃતદેહ 18 નવેમ્બરે મથુરામાં એક્સપ્રેસ વેની બાજુમાં એક લાલ સૂટકેસમાં મળી આવ્યો હતો. તે 17 નવેમ્બરથી ગુમ હતી.

6. એક કોલના કારણે આયુષી સુધી પોલીસ પહોંચી
દિલ્હીથી મથુરા પોલીસની પાસે એક કોલ આવ્યો હતો. જેમાં સૂટકેસમાં મળી આવેલી મૃત યુવતીના પરિવાર વિશે જાણકારી મળી આવી હતી. પોલીસ દાવો કરી રહી છે કે ફોન બાતમીદારે કર્યો હતો. જો કે એક વાત એ પણ સામે આવી રહી છે કે આયુષીના એક પરિચિતે મથુરા પોલીસને ફોન કરીને જાણ કરી હતી.

હવે અમે તમને જણાવીએ કે પોલીસે આ ખુલાસા માટે શું કર્યું...

પોલીસ રવિવારે મોડી સાંજે માતા અને ભાઈ સાથે પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચી અને લાશની ઓળખ કરાવી હતી.
પોલીસ રવિવારે મોડી સાંજે માતા અને ભાઈ સાથે પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચી અને લાશની ઓળખ કરાવી હતી.

100 પોલીસ કર્મચારીઓની ટીમે 300 સીસીટીવી કેમેરા સર્ચ કર્યા હતા
સૂટકેસમાંથી મળેલી લાશનો ખુલાસો મથુરા પોલીસ માટે મોટો પડકાર હતો. પોલીસે યુવતીની ઓળખ માટે 100 પોલીસ કર્મચારીઓની 14 ટીમ બનાવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ટોલ પ્લાઝા સુધીના 300 જેટલા સીસીટીવીના રેકોર્ડિંગની તપાસ કરી હતી. આ પછી પણ યુવતીની ઓળખ થઈ શકી નથી. ત્યારે પોલીસને ફોન આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે બદરપુરના મોડબંદની રહેવાસી છોકરી બે દિવસથી ગુમ છે. પોલીસ માટે આ માહિતી પૂરતી હતી. જેના આધારે પોલીસની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી.

ઓળખ કર્યા પછી મીડિયાએ યુવતીની માતા બ્રજબાળા અને ભાઈ આયુષને અનેક સવાલો પૂછ્યા હતા, પરંતુ બન્નેએ કોઈ જવાબ આપ્યો નહતો.
ઓળખ કર્યા પછી મીડિયાએ યુવતીની માતા બ્રજબાળા અને ભાઈ આયુષને અનેક સવાલો પૂછ્યા હતા, પરંતુ બન્નેએ કોઈ જવાબ આપ્યો નહતો.

મુખ્યમંત્રી અને ડીજીપી ઓફિસમાંથી અપડેટ લેવામાં આવી રહી હતી
જ્યારે શુક્રવારે એટલે કે 18 નવેમ્બરે મૃતદેહ મળી આવ્યો હતો અને આ સમાચાર મીડિયાની હેડલાઇન્સ બન્યા હતા. આવી સ્થિતિમાં લખનઉથી મથુરા પોલીસને કોલ આવવા લાગ્યા હતા. મુખ્યમંત્રી અને ડીજીપી ઓફિસ પાસેથી કેસની દરેક અપડેટ માગવામાં આવી રહી હતી. યુવતીના મૃતદેહની ઓળખ થયા પછી મથુરાના એસપી સિટી માર્તંડ પ્રકાશ સિંહે મુખ્યમંત્રી અને ડીજીપી ઓફિસને જાણ કરી હતી.

માર્તંડ પ્રકાશ સિંહ મથુરાના એસપી.
માર્તંડ પ્રકાશ સિંહ મથુરાના એસપી.
આ યુવતીના મૃતદેહનો ફોટો છે. મૃતદેહને પહેલા પોલિથિનમાં પેક કરવામાં આવ્યો અને પછી હાથ-પગ ફોલ્ડ કર્યા બાદ તેને સૂટકેસમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ યુવતીના મૃતદેહનો ફોટો છે. મૃતદેહને પહેલા પોલિથિનમાં પેક કરવામાં આવ્યો અને પછી હાથ-પગ ફોલ્ડ કર્યા બાદ તેને સૂટકેસમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.

યુવતીના ડાબા હાથમાં કલવો અને કાળો દોરો બાંધવામાં આવ્યો હતો
યુવતીએ બ્લેક ટી-શર્ટ અને હાફ પેન્ટ પહેર્યું હતું. કપડાં પરથી લાગતું હતું કે તે સારા પરિવારની છે. યુવતીની ઊંચાઈ લગભગ 5 ફૂટ 2 ઈંચ હતી. રંગ ગોરો, કાળા અને લાંબા વાળ હતા. ગ્રે કલરની ટી-શર્ટ હાફ સ્લીવ્સ સાથે પહેરવામાં આવી હતી, જેના પર Lady days લખેલું હતું. તેણે વાદળી અને સફેદ પેન્ટ પહેર્યું હતું. ડાબા હાથમાં કલવો અને કાળો દોરો પણ બાંધવામાં આવ્યો હતો. પગ પર લીલી નેલ પોલિશ હતી. આ સિવાય યુવતીને છાતીમાં ગોળી વાગી હતી. તેના શરીર પર અનેક જગ્યાએ ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...