પગાર માંગતા, કર્મચારીની થઈ ધોલાઈ, VIDEO:મિઠાઈની દુકાનનાં માલિકે કર્યો હુમલો, મુંબઈમાં બની હતી ઘટના

3 મહિનો પહેલા

મુંબઈમાં એક મિઠાઈની દુકાનમાં એક કર્મચારીએ પગાર માંગ્યો તો દુકાનનાં માલિકે ફટકાર્યો હતો. મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થતા આખી ઘટના બહાર આવી હતી. સીસીટીવી ફૂટેજનાં આધારે જાણવાં મળ્યું છે કે, દુકાન પર બે લોકો કામ કરી રહ્યાં હતા, ત્યારે જ લાલ અને કાળા કલરની ટી-શર્ટ પહેરેલા બે લોકો એની પાસે આવે છે. દુકાનદાર અને છોટુ કે જેમણે લાલ કલરની ટી-શર્ટ પહેરેલા દેખાય છે. પગાર માટે પહેલા બોલાચાલી થયા બાદ દુકાનદારનો પારો ચઢતા દુકાનદાર એની ધોલાઈ કરી દે છે. છોટુને માથા અને પેટમાં ગંભીર ઈજાઓ થાય છે. જે દુકાન પર આ ઘટના બની હતી એ દુકાનનું નામ એ-વન સ્વીટ માર્ટ છે. જે નવી મુંબઈનાં કલંબોલી કોલોનીનાં સેક્ટર એકમાં આવેલી છે. છોટુએ પોલીસને જણાવ્યો કે એ, આ જ દુકાન પર કામ કરતો હતો. એણે દુકાનમાં હાજર રહેલા સંતોષ પાસવાન અને હસુરામ ચૌધરીની વિરૂદ્ધ પણ ફરિયાદ કરી હતી, હાલ બંન્ને આરોપિયો પોલીસનાં શકંજામાં છે.

અન્ય સમાચારો પણ છે...