બિહારથી એક ચોંકાવનારા CCTV ફુટેજ સામે આવ્યા છે. એક મેડિકલ શોપના માલિક પાસેથી 50 હજાર રૂપિયાની ખંડણી મહિનાઓથી માગવામાં આવી રહી હતી. શોપ ઓનરે આને સતત નજરઅંદાજ કરી હતી અને વારંવાર લુખ્ખાતત્વો તરફથી ધમકીભર્યા કોલ આવતા હતા. એક દિવસ અચાનક લુખ્ખાં તત્ત્વોએ આવીને ધોળા દિવસે દુકાનમાં ઘૂસીને દુકાનદારને ઢોરમાર માર્યો. કોઈક પેટ તથા કોઈ માથા પર મારી રહ્યું હતું.
આ વીડિયો 5 એપ્રિલનો છે. શોપની અંદર લગાવામાં આવેલા CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. બદમાશોના ત્યા પહોંચ્યા પહેલાં દવા ખરીદવા માટે એક મહિલા અને એક પુરુષ કસ્ટમર દુકાનમાં હતાં. તેમની દવા માલિક શોધી જ રહ્યો હતો કે લુખ્ખાતત્વો અંદર ઘુસી ગયા અને સીધી જ મારપીટ શરુ કરી દીધી. ઉભેલા કસ્ટમર ત્યાંથી ભાગી ગયા હતા. શોપમાં પણ તોડફોડ કરવાની શરુ કરી દીધી હતી.
6 આરોપીઓ વિરુદ્ધ FIR
આ સમગ્ર મામલાને લઇને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફુટેજના આધારે 6 વ્યક્તિઓની તપાસ શરુ કરી છે. હાલ, દરેક ઘરેથી નાસી છૂટ્યા છે. પોલીસે તેમને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.