• Gujarati News
  • National
  • The Old Man Said He Was Erecting A Pillar In Front Of The Shop, If He Protested, He Started Misbehaving

મનસે નેતાએ મહિલાને ફડાકો માર્યો, VIDEO:વૃદ્ધાએ કહ્યું- શોપની સામે થાંભલો લગાવી રહ્યો હતો, વિરોધ કર્યો તો ગેરવર્તણૂક કરવા લાગ્યો

મુંબઈ23 દિવસ પહેલા

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતાએ એક વૃદ્ધ મહિલાને જાહેરમાં ફડાકો મારી ધક્કો આપ્યો હતો. મુંબઈના મુંબા દેવી વિસ્તારમાં થયેલી આ ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. પીડિત મહિલાનું નામ પ્રકાશ દેવી છે. મનસે કાર્યકર્તાઓએ તેમની મેડિકલ શોપની સામે પ્રચાર માટે પોલ લગાવ્યો હતો, જેને લઈને મહિલાએ વાંધો વ્યક્ત કર્યો હતો.

મારામારી કરનારા નેતાનું નામ વિનોદ અર્ગિલે છે. વીડિયોમાં અનેક લોકો અર્ગિલને ખેંચતા જોવા મળે છે. તેમ છતાં તે દાદાગીરી કરતો જોવા મળ્યો. નેતાએ વૃદ્ધ મહિલા પ્રકાશ દેવીને અનેક વખત ધક્કા માર્યા, જેના કારણે તે જમીન પર પડી ગયા હતા. ઘટના 28 ઓગસ્ટની છે, જેનો વીડિયો હવે સામે આવ્યો છે.

મનસેના કાર્યકર્તાઓ પ્રચાર માટે જબરદસ્તી થાંભલા લગાવી રહ્યા હતા
મુંબઈનો મુંબા દેવી વિસ્તાર મંદિરો માટે જાણીતો છે. આ વિસ્તારમાં મનસે કાર્યકર્તા વાંસના થાંભલા લગાવી રહ્યાં હતા, પરંતુ પ્રકાશ દેવીએ તેમને કહ્યું કે તેઓ મેડિકલ શોપની સામે થાંભલો ન લગાવે. વૃદ્ધ મહિલાએ કહ્યું- મારી સાથે ન માત્ર મારામારી કરી, પરંતુ મનસે કાર્યકર્તાઓએ ગાળો પણ આપી.

પોલીસના જણાવ્યા મુજબ, મારામારીના ત્રણ દિવસ પછી 31 ઓગસ્ટે મહિલાએ ફરિયાદ નોંધાવી. મહિલાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. ટૂંક સમયમાં જ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે મનસે તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

UPમાં ભાજપ નેતા શ્રીકાંતે મહિલાને ગાળો આપી હતી

જેલ જતી વખતે શ્રીકાંતે કહ્યું, 'તે મહિલા મારી બહેન જેવી છે. નિશ્ચિત રૂપે મારાથી ભૂલ થઈ ગઈ છે. ગુસ્સામાં આવીને મેં અભદ્ર શબ્દ બોલ્યા હતા. બાદમાં એ વાતનો પસ્તાવો થયો.'
જેલ જતી વખતે શ્રીકાંતે કહ્યું, 'તે મહિલા મારી બહેન જેવી છે. નિશ્ચિત રૂપે મારાથી ભૂલ થઈ ગઈ છે. ગુસ્સામાં આવીને મેં અભદ્ર શબ્દ બોલ્યા હતા. બાદમાં એ વાતનો પસ્તાવો થયો.'

ગત મહિને UPના ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યાગી નોયડાના સેક્ટર-93 ઓમેક્સ ગ્રાન્ડ સોસાયટીમાં મહિલાની સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા જોવા મળ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો કે તેને મને કહ્યું, "જો તું છોડને અડકી તો હું તને ટચ કરીશ."

સોસાયટીમાં રહેતા લોકોને જણાવાયું હતું કે શ્રીકાંત કોમન એરિયામાં વૃક્ષ લગાવીને પાર્કની જમીન પર ગેરકાયદે કબજો કરી રહ્યો હતો. વિરોધ કર્યો તો તેને અભદ્રતા દાખવી. આ મામલે એક્શન લેતા પોલીસે શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી હતી. ત્યાગીએ માફી માગી હતી.

અન્ય સમાચારો પણ છે...