તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Nurse Said, You Are Only A Guest For A Few Days Now, And The Female Patient Died The Very Next Day

મધ્ય પ્રદેશ:નર્સે કહ્યું, તમે હવે થોડા દિવસના જ મહેમાન છો, અને બીજા જ દિવસે મહિલા દર્દીનું મોત થયું

3 મહિનો પહેલા

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના બની છે અહીંની બિરલા હૉસ્પિટલમાં. અહીં એક નર્સ કોરોનાની સારવાર લઈ રહેલા મહિલા દર્દીને ઈન્જેક્શન આપી રહી છે. આ દરમિયાન આ નર્સ દર્દીની હિંમત ભાંગી નાખે તેવી વાતો કરે છે. આ નર્સ દર્દીને કહે છે કે, તમે હવે થોડા દિવસના જ મહેમાન છો. ઈન્જેક્શન આપતાં આપતાં નર્સ આવી વાત કરે છે અને તેને સાંભળી ICUમાં હાજર અન્ય કોઈ વ્યક્તિ ખડખડાટ હસે છે. દુખની વાત તો એ છે કે, આ વાત કર્યાના બીજા જ દિવસે વંદના અગ્રવાલ નામના દર્દીનું મોત થયું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ પરિવારજનોએ હૉસ્પિટલ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. જને પગલે હૉસ્પિટલ તંત્રએ આ નર્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...