દેશમાં કોરોના દર્દી વધી રહ્યા છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે. ગુરુવારે સાંજ સુધીમાં 7.87 લાખ દર્દીઓમાંથી 4.93 લાખ ચેપથી મુક્ત થઇને ઘરે પાછા ફરી ગયા હતા. રોજ 18 હજારથી વધુ દર્દી સાજા થયા છે. શુક્રવાર રાત સુધી સાજા થનારા લોકોનો આંકડો 5 લાખને વટાવી જશે.
દેશ : બે મહિનામાં સૌથી વધુ 55% સુધી રિકવરી ગુજરાત અને મધ્યપ્રદેશમાં વધી
રાજ્ય | 1 મે | 1 જૂન | 7 જુલાઈ | અંતર |
ગુજરાત | 15.59% | 62.61% | 71.09% | 55.40% |
મધ્યપ્રદેશ | 19.30% | 60.40% | 74.75% | 55.45% |
રાજસ્થાન | 24.38% | 61.20% | 74.75% | 50.37% |
પ.બંગાળ | 18.68% | 39.95% | 65.63% | 46.95% |
મહારાષ્ટ્ર | 16.33% | 43.00% | 55.06% | 38.73% |
યુપી | 28.09% | 59.71% | 65.26% | 37.17% |
દુનિયામાં ફક્ત 6 દેશ જ્યાં 90%થી વધુ રિકવરી થઈ
દેશ | રિકવરી રેટ |
કતાર | 94.64% |
ચીન9 | 4.03% |
જર્મની | 92.37% |
આયરલેન્ડ | 91.47% |
સિંગાપોર | 90.97% |
સ્વિટ્ઝર્લેન્ડ | 90.47% |
ફેક્ટ : ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા 86% દર્દી 45 વર્ષથી વધુ વયના હતા
વધુ દર્દીવાળા દેશોમાં સૌથી ઝડપી રિકવરી ભારતમાં જ છે
1 મેથી અત્યાર સુધી ભારતમાં રિકવરી રેટ 35.75% વધ્યો છે. બ્રાઝિલમાં રિકવરી રેટ ભારતથી વધારે છે પણ રિકવરી રેટ વધવાની સૌથી વધુ ઝડપ ભારતમાં જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.