• Gujarati News
  • National
  • The Number Of Patients Has Increased By One Lakh In The Last 5 5 Days, Though The Death Rate Per Lakh Patients Was The Lowest This Time At 1,853

દેશમાં કોરોનાના કેસ 7 લાખને પાર:છેલ્લા 5-5 દિવસમાં એક લાખ દર્દી વધ્યા, જોકે એક લાખ દર્દી દીઠ મૃત્યુ દર આ વખતે સૌથી ઓછા 1,853 થયા

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં 30 જાન્યુઆરીના રોજ પહેલો કેસ આવ્યો હતો, 158 દિવસમાં સંખ્યા 7 લાખને પાર થઈ
  • મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હીમાંથી 60% કેસ, 29% સંક્રમિત એકલા મહારાષ્ટ્રમાંથી

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 7 લાખને પાર પહોંચ્યો છે. તેમાં 5થી 6 લાખ થવામાં 5 દિવસનો સમય લાગ્યો હતો. 6થી 7 લાખ થવામાં પણ 5 દિવસનો સમય લાગ્યો છે.પ્રત્યેક લાખ દર્દી વધવાના સંજોગોમાં મૃત્યુની સ્થિતિ જોઈએે તો 4 લાખના આંકડા બાદ તેમા સતત ઘટાડો થઈ રહ્યો છે. 6 થી 7 લાખ દર્દી થવામાં સૌથી ઓછા 1,853 દર્દીના મોત થયા છે. સૌથી વધારે 4,080 દર્દીના મોત 3 લાખથી 4 લાખ કેસ થવાના સંજોગોમાં થયા હતા.

આ મહિને આંકડો 12 લાખને પાર જઈ શકે છે
દેશમાં સંક્રમણનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ આવ્યો હતો. તે 7 લાખ થવામાં 158 દિવસ લાગ્યા છે. હવે પ્રત્યેક 5 દિવસે એક લાખ દર્દી વધી રહ્યા છે. જો આ ઝડપથી કોરોનાના કેસ વધતા રહેશે તો આ મહિને આ આંકડો 12 લાખને પાર પહોંચી શકે છે. વર્તમાન સમયમાં દેશમાં રિકવરી રેટ 60%થી વધારે છે. જ્યારે ડેથ રેટ 2.82% છે. એટલે કે પ્રત્યેક 100 દર્દી પૈકી 3 મોત થાય છે.
3 રાજ્યમાંથી 4 લાખથી વધારે દર્દી નોંધાયા
મુંબઈમાં 2 લાખથી વધારે લોકો સંક્રમિત છે. તમિલનાડુ અને દિલ્હીમાં 1-1 લાખ કેસ આવી ચુક્યા છે. અહીં પણ પ્રત્યેક લાખ દર્દી દીઠ બદલાઈ રહેલા આંકડને જોઈએ તો મહારાષ્ટ્રમાં પહેલા એક લાખ કેસ 96 દિવસમાં આવ્યા હતા. તે સમય દરમિયાન 3,830 દર્દીના મોત થયા હતા. ત્યારપછીના એક લાખ કેસ 41 દિવસમાં આવ્યા અને તે સમય દરમિયાન 4,840 દર્દીના મોત થયા.

અન્ય સમાચારો પણ છે...