• Gujarati News
  • National
  • The Number Of Domestic Cows Decreased By 5.5%, The Number Of Foreign Cows Increased, The Number Of Gir Cows Increased By 17 Lakhs To 68 Lakhs

ભાસ્કર વિશેષ:દેશી ગાયોની સંખ્યા 5.5% ઘટી, વિદેશી ગાયો વધી, ગીર ગાયોની સંખ્યા 17 લાખ વધીને 68 લાખ થઈ

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20મો પશુધન સરવે : 2013માં થયેલા સરવેના 6 વર્ષમાં પશુધનમાં ઘટાડો થયો
  • હરિયાણા પ્રજાતિની ગાયોની વસતી 4.15%થી ઘટી 1.9% પર આવી ગઈ

દેશમાં ગાયની વસતીમાં દેશી પ્રજાતિની સંખ્યા 5.5% ઘટી છે. 2013માં થયેલા 19મા પશુધન સરવેમાં દેશના ગોધનમાં 79% દેશી પ્રજાતિની હતી. 2019ના 20મા પશુધન સરવેમાં દેશી પ્રજાતિની ગાય 73.5% રહી ગઈ. પશુધનમાં ગાયમાં જ ઘટાડો નોંધાયો છે. 19મા સરવેમાં ગાયો 37.3% હતી જે 20મા સરવેમાં 36% પર આવી ગઈ.

પશુપાલન મંત્રાલયે ગુરુવારે 20મા લાઈવસ્ટૉક(પશુધન) સરવેનો પ્રજાતિ અનુસાર રિપોર્ટ જારી કર્યો. તેમાં 41 દેશી અને 4 વિદેશી પ્રજાતિના ગોધનનો સરવે કરવે કરાયો. જોકે 19મા સરવેમાં 37 દેશી અને 4 વિદેશી પ્રજાતિનો સરવે કરાયો હતો. ગીર પ્રજાતિની ગાયો 4.8%ની ભાગીદારી સાથે નંબર-1 પર છે. ગત સરવેમાં ગીરની ગાયો 3.4% હતી. આ દરમિયાન ગીર ગાયોની સંખ્યામાં 17,44,790નો વધારો નોંધાયો છે.

19મા સરવેમાં હરિયાણાની પ્રજાતિની ગાય સંખ્યાની દૃષ્ટિએ પહેલા ક્રમે હતી. કુલ ગાયોમાં તેમની સંખ્યા 4.15% હતી જે 20મા સરવેમાં ઘટીને 1.9% રહી ગઈ. હરિયાણા પ્રજાતિની 41.5% ગાય યુપી, 20.6% હરિયાણા અને 8.5% રાજસ્થાનમાં છે. સૌથી વધુ 34.7% ગાયો પ.બંગાળમાં છે. 25.6% ગુજરાત અને 15.2% રાજસ્થાનમાં છે.

સાહીવાલ ગાયોની સંખ્યા આશરે 22% વધી છે. આ પ્રજાતિ સૌથી વધુ 44.2% પ.બંગાળમાં છે. આસામની લખીમી પ્રજાતિની ગાય બીજા ક્રમે છે. નવા સરવેમાં કુલ ગોધનમાં લખીમી ગાયની ભાગીદારી 4.8% છે. બિહાર અને ઝારખંડમાં મળી આવતી બચ્ચૌર પ્રજાતિની ગાયોની વસતી ત્રણ ગણી વધી છે. તેમાં 77% ઝારખંડ અને 23% બિહારમાં છે. ગુજરાત, રાજસ્થાનની કાંકરેજ ગાયોની વસતી 1.6% રહી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...