તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Number Of Active Cases Dropped By 87,000 In January, Rising To 1.65 Lakh In February Instead Of Declining.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:જાન્યુઆરીમાં 87 હજાર એક્ટિવ કેસ ઘટ્યા હતા, ફેબ્રુઆરીમાં એક્ટિવ કેસમાં ઘટાડો થવાને બદલે વધીને 1.65 લાખને પાર થયા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,614 લોકો કોરોના પોઝિટિવ મળ્યા

દેશમાં કોરોનાના વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે. પાંચ દિવસથી દરરોજ 15 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા. આ સાથે જ એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 31 ડિસેમ્બરે 2 લાખ 52 હજાર 701 એક્ટિવ કેસ હતા, જે 31 જાન્યુઆરીએ ઘટીને 1 લાખ 65 હજાર 685 થયા હતા, એટલે કે 87,016 નો ઘટાડો થયો હતો, પરંતુ 28 ફેબ્રુઆરી સુધી એ વધીને 1 લાખ 65 હજાર 715 થઈ ગયા. જો જાન્યુઆરીની બરાબરીમાં એક્ટિવ કેસ ફેબ્રુઆરીમાં પણ ઘટ્યા હોત તો હાલમાં આ આંકડો 80 હજાર થયો હોત.

24 કલાકમાં 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા
રવિવારે દેશમાં 15,614 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 11,291 લોકો સાજા થયા અને 108 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 1.11 કરોડથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 1.07 કરોડથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.57 લાખ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. 1.65 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કોરોનાં અપડેટ્સ

  • તામિલનાડુમાં પણ લોકડાઉન 31 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે. અહીં ઓફિસ, બજાર, ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટી જુદા-જુદા સમયે સંચાલિત કરવામાં આવશે. અહીં એક્ટિવ કેસોની સંખ્યા 4 હજાર છે.
  • પુણે શહેરમાં પ્રતિબંધો 14 માર્ચ સુધી વધારવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન શાળાઓ, કોલેજો અને ખાનગી કોચિંગ ક્લાસીસ બંધ રહેશે. રાત્રે 11થી સવારે 6 વાગ્યાની વચ્ચે આવશ્યક સેવા સિવાય કોઈપણ પ્રકારની જાહેર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે.
  • ઓડિશા સરકારે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ, મધ્યપ્રદેશ અને પંજાબથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે, જે મુજબ આ રાજ્યોથી આવતા મુસાફરોએ એરપોર્ટ પર જ સ્ક્રીનિંગપ્રક્રિયાથી પસાર થવું પડશે. પોઝિટિવ આવવા પર તેમણે આઇસોલેશનમાં રહેવું પડશે.

6 રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
રાજ્યમાં રવિવારે 8,293 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 3753 લોકો સાજા થયા અને 62 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 21 લાખ 55 હજાર 70 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 20 લાખ 24 હજાર 704 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 52 હજાર 154 દર્દી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 77 હજાર 8 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

2. કેરળ
રાજ્યમાં રવિવારે 3,254 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 4,333 લોકો સાજા થયા અને 15 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 10 લાખ 59 હજાર 404 લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાં 10 લાખ 5 હજાર 497 લોકો સાજા થયા છે, જ્યારે 4198 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 49 હજાર 416 દર્દી સારવાર લઈ રહ્યા છે.

3. મધ્યપ્રદેશ
રવિવારે રાજ્યમાં 363 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 243 લોકો સ્વસ્થ થયા અને એકનું મોત નીપજ્યું. અત્યારસુધીમાં 2 લાખ 61 હજાર 766 લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, તેમાંથી 2 લાખ 55 હજાર 117 લોકો સાજા થઈ ચૂક્યા છે અને 3864 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 2,785 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

4. દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે 197 લોકો પોઝિટિવ મળ્યા હતા. 168 લોકો સ્વસ્થ થયા અને એકનું મોત નીપજ્યું. આ રીતે અહીં અત્યારસુધીમાં 6 લાખ 39 હજાર 289 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 6 લાખ 27 હજાર 44 લોકો સાજા થયા છે, જ્યારે 10 હજાર 910 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 1335 દર્દી સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત
રાજયમાં રવિવારે 407 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 301 લોકો સાજા થયા છે, એક દર્દીનું મૃત્યુ થયું હતું. અત્યારસુધીમાં 2 લાખ 69 હજાર 889 લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, તેમાંથી 2 લાખ 63 હજાર 116 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4410 દર્દી મૃત્યુ પામી ચૂક્યા છે. 2363 દર્દી હાલમાં સારવાર હેઠળ છે.

6. રાજસ્થાન
રાજયમાં રવિવારે 156 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 102 લોકો સાજા થયા. અત્યારસુધીમાં 3 લાખ 20 હજાર 336 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 3 લાખ 16 હજાર 241 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2787 દર્દી મૃત્યુ પામ્યા છે. 1308 દર્દીની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો