તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ)એ યુજીસી-નેટ, ઈગ્નૂ ઓપનમેટ અને પીએચ.ડી., દિલ્હી યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા અને આઈસીએઆર એ આઈઈઈએ સહિત જુદી જુદી પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી દીધી છે. જારી કરાયેલા શિડ્યુલ અનુસાર યુજીસી નેટની પરીક્ષાની 16થી 25 સ્ટેમ્બર વચ્ચે આયોજિત કરાશે. જ્યારે દિલ્હી યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા 6 સપ્ટેમ્બરથી આયોજિત કરાશે. પરીક્ષામાં સામેલ થવાના ઈચ્છુક ઉમેદવારો એનટીએની વેબસાઈટ પરથી માહિતી મેળવી શકે છે.
આ તમામ પ્રવેશ પરીક્ષાઓનું આયોજન 6 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે કરાશે. ઉપરાંત એનટીએએ 29 ઓગસ્ટે યોજાનાર એઆઈએજીપીઈટીની પરીક્ષા સ્થગિત કરી સપ્ટેમ્બરમાં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષાઓના પ્રવેશપત્ર પરીક્ષાઓ શરૂ થવાના 15 દિવસ પહેલાં જારી કરાશે. એનટીએએ શરૂઆતમાં આ પરીક્ષાઓનું મે અને જૂનના મહિનામાં આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો પણ કોરોના વાઈરસની મહામારીને લીધે લૉકડાઉન લાગી જતાં તમામ પરીક્ષાઓ સ્થગિત કરાઈ હતી.
એડમિટ કાર્ડ જારી કરાયાં, જેઇઈ અને નીટ નક્કી સમયે યોજાશે
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી જેઇઈ અને નીટની પરીક્ષાઓ રદ કરવાની માગ થઇ રહી હતી. જોકે સરકાર સંબંધિત સૂત્રોએ જણાવ્યું કે હવે તે સ્થગિત નહીં થાય. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઈઈ મેઈન્સના લગભગ 6.5 લાખ એડમિટ કાર્ડ જારી કરી દેવાયાં છે. આ પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની છે. જ્યારે નીટ 13 સપ્ટેમ્બરે યોજાશે.
વડાપ્રધાન પરીક્ષા સ્થગિત કરે, વિદ્યાર્થીઓ આપઘાત કરી શકે છે : સ્વામી
દરમિયાન ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાનને અપીલ કરી હતી કે તે નીટ અને જેઇઈ દિવાળી સુધી સ્થગિત કરે. તેના માટે શિક્ષણ મંત્રાલયને નિર્દેશ આપે. સ્વામીએ કહ્યું કે એવું ન કરાતાં અનેક વિદ્યાર્થીઓ આપઘાત કરવા મજબૂર થઇ શકે છે.
પરીક્ષાની તારીખો
યુજીસી નેટ | 16-18 અને 21-25 સપ્ટેમ્બર |
ઈગ્નૂ ઓપનમેટ | 15 સપ્ટેમ્બર |
ડીયુઈટી | 6-11 સપ્ટેમ્બર |
ICAR એઆઈઈઈએ(યુજી) | 7-8 સપ્ટેમ્બર |
એઆઈએજીપીઈટી | 28 સપ્ટેમ્બર |
ઈગ્નૂ પીએચ.ડી. | 4 ઓક્ટોબર |
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.