• Gujarati News
  • National
  • The NTA Announced The Results Of The Medical Entrance Examination Neet, Topped By Mrinal Kutteri, Tanmay Gupta And Karthik G Nair; 5th Rank Of Gujarat Student

NEET UG RESULT 2021:NTAએ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું પરિણામ જાહેર કર્યું, મૃણલ કુટ્ટેરી, તન્મય ગુપ્તા અને કાર્તિક જી નાયરે ટોપ કર્યું; ગુજરાતના વિદ્યાર્થીનો 5મો રેન્ક

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
NEET UG 2021ની પરીક્ષા 1 ઓગસ્ટે થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તેને ટાળવી પડી અને જે બાદ આયોજન 12 સપ્ટેમ્બર કરાયું હતું. (ફાઈલ) - Divya Bhaskar
NEET UG 2021ની પરીક્ષા 1 ઓગસ્ટે થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તેને ટાળવી પડી અને જે બાદ આયોજન 12 સપ્ટેમ્બર કરાયું હતું. (ફાઈલ)

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી એટલે કે NTAએ NEET UG 2021ના પરિણામ જાહેર કરી દીધા છે. પરીક્ષામાં તેલંગાનાનો મૃણલ કુટ્ટેરી, દિલ્હીનો તન્મય ગુપ્તા, મહારાષ્ટ્રનો કાર્તિક જી નાયરે ટોપ કર્યું છે. આ ત્રણેયને એક સરખાં જ 720 પોઈન્ટ મળ્યા છે. કાઉન્સેલિંગ પ્રક્રિયામાં આ લોકો વચ્ચે ટાઈબ્રેક ફોર્મૂલાનો ઉપયોગ કરાશે. જ્યારે ગુજરાતના રુતુલ ચગે 715 પોઈન્ટ મેળવી ઓલ ઈન્ડિયામાં પાંચમો રેન્ક મેળવ્યો છે. જ્યારે 15 ઉમેદવારોના પરિણામ ખોટા કાર્યોમાં સામેલ હોવાના કારણે કેન્સલ કરી દેવાયા છે. ઉમેદવાર પરિણામને NTAની સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in પર જોઈ શકાય છે.

NEET UG 2021ની પરીક્ષા 1 ઓગસ્ટે થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તેને ટાળવી પડી અને જે બાદ આયોજન 12 સપ્ટેમ્બર કરાયું હતું. આ વર્ષે NEET UG માટે રજિસ્ટર કરાવનાર કુલ 16.14 લાખ ઉમેદવારોમાંથી 95%થી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગત વર્ષની તુલનાએ આ વર્ષે નીટ રિઝલ્ટ જાહેર થવામાં ઘણું મોડું થયું. ગત વર્ષે નીટનું રિઝલ્ટ 18 ઓક્ટબરે જાહેર થઈ ગયું હતું.

નીટના રિઝલ્ટ જાહેર થયા બાદ કોલેજની કટ-ઓફ લિસ્ટ જાહેર થાય છે જેના આધારે એડમિશન પ્રોસેસ શરૂ થતી હોય છે. આના માટે બે પ્રકારની કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એક કાઉન્સેલિનંગ 15 ટકા ઓલ ઈન્ડિયા કોટા (AIQ)ના આધારે હોય છે, જ્યારે બીજી કાઉન્સેલિંગ રાજ્ય પોતાના સ્તરે મેરિટ લિસ્ટની મદદથી કરે છે.

હાઈકોર્ટે બીજી વખત પરીક્ષાના આદેશ આપ્યા હતા
પરિણામ પહેલાં નીટ 2021 પરીક્ષા આ વખતે વિવાદોમં ઘેરાઈ ગઈ હતી. બોમ્બે હાઈકોર્ટે બે છાત્રો માટે ફરીથી પરીક્ષા કરાવવાના આદેશ આપ્યા હતા.છાત્રોનો દાવો હતો કે તેઓને ખોટા પ્રશ્ન પત્રા અને ઉત્તર પત્રક આપવામાં આવ્યા હતા. જો કે એનટીએની અપીલ પર ઉચ્ચ અદાલતે કહ્યું કે બે ઉમેદવાર માટે લગભગ 16 લાખ ઉમેદવારોને પરિણામ રોકી ન શકાય.

નકલ અને સોલ્વર કાંડ પણ જોવા મળ્યા
આ પહેલાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પોલીસે તે લોકોની ધરપકડ કરી હતી જેઓએ કથિત રીતે પરીક્ષા કર્મચારીઓના સમર્થનને સૂચીબદ્ધ કર્યા હતા અને ઉમેદવારોને પ્રશ્નોના ઉકેલમાં મદદ કરી હતી. કેટલાંક ઉમેદવારોએ આ આધારે ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયની માગ કરી હતી કે પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શી રીતે આયોજિત નહોતી કરાઈ. તેઓએ પરીક્ષાને રદ કરવા અને ફરીથી આયોજિત કરવા માટે કહ્યું હતું પરંતુ તેઓએ કોર્ટમાં આ અંગેની અરજી કરી ન હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લાખો લોકોએ પરીક્ષા આપી છે અને કેટલીક પ્રાથમિક માહિતીના આધારે તેને રદ ન કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...