તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The NRI Brought Water From The River Thames In Britain, The Farmer Leader Raised His Head

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકૈતનું નમસ્તે લંડન:બ્રિટનની થેમ્સ નદીનું પાણી લઈને આવ્યા NRI, કિસાનનેતાએ માથે ચઢાવીને કર્યું આચમન

નવી દિલ્હી25 દિવસ પહેલા

"હું ત્યાં સુધી ઉપવાસ રાખીશ, જ્યાં સુધી મારા ગામમાંથી પાણી નહીં આવે." 26 જાન્યુઆરીએ લાલકિલ્લા પર થયેલી હિંસાના બે દિવસ બાદ ગાજીપુર બોર્ડર પર ખેડૂતનેતા રાકેશ ટિકૈતે રડતાં-રડતાં આ નિવેદન આપ્યું હતું. પ્રશાસનની કડક કાર્યવાહી પછી ટિકૈત રડી પડ્યા હતા. એની તસવીર સાત સમુદ્ર પાર લંડન પણ પહોંચી ગઈ હતી. એ બાદ લંડનથી NRI દિલ્હી આવ્યા અને ટિકૈતને થેમ્સ નદીનું પાણી પોતાના હાથે પીવડાવ્યું.

ગાજીપુર પહોંચ્યા NRI રોહિત અહલાવત
28 જાન્યુઆરીની ઘટનાના 9 દિવસ બાદ, એટલે કે 7 ફેબ્રુઆરીએ NRI રોહિત અહલાવત ગાજીપુર બોર્ડર પહોંચ્યા. તેઓ ટિકૈત માટે લંડનની થેમ્સ નદીનું પાણી લઈને આવ્યા હતા. 7 ફેબ્રુઆરીએ અહલાવતે પોતાના હાથે ટિકૈતને થેમ્સ નદીનું પાણી પીવડાવ્યું. રોહિત છેલ્લાં 11 વર્ષથી લંડનમાં રહે છે. તેઓ હરિયાણાના ઝઝ્ઝર જિલ્લાના ઢાંડલાન ગામના રહેવાસી છે.

બાબાનાં આંસુ લંડનથી ભારત ખેંચી લાવ્યા- NRI
રોહિતે જણાવ્યું હતું કે તેઓ શરૂઆતથી કિસાન આંદોલનને નજીકથી જોઈ રહ્યા છે. 28 જાન્યુઆરીની ઘટના મને આજે પણ યાદ છે, જ્યારે બાબા ટિકૈતે રડતાં રડતાં પ્રશાસનની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને ગામમાંથી પાણી મગાવ્યું હતું. ત્યારે મેં વિચારી લીધું હતું કે તેમના માટે થેમ્સ નદીનું પાણી લઈ આવીશ. 7 ફેબ્રુઆરીએ હું દિલ્હી એરપોર્ટ પર ઊતર્યો અને પત્ની તેમજ ચાર વર્ષના પુત્રની સાથે પાણી લઈને ગાજીપુર બોર્ડર પહોંચ્યો.

28 જાન્યુઆરીએ સ્થાનિક પ્રશાસને ગાજીપુર બોર્ડરથી તમામ સુવિધાઓ હટાવી દીધી હતી, એ બાદ રાકેશ ટિકૈત રડી પડ્યા હતા.
28 જાન્યુઆરીએ સ્થાનિક પ્રશાસને ગાજીપુર બોર્ડરથી તમામ સુવિધાઓ હટાવી દીધી હતી, એ બાદ રાકેશ ટિકૈત રડી પડ્યા હતા.

26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલકિલ્લા પર હિંસા થઈ હતી. 28 જાન્યુઆરીએ સ્થાનિક પ્રશાસને ગાજીપુર બોર્ડરથી તમામ સુવિધાઓ હટાવી દીધી હતી. પ્રશાસનની આ કાર્યવાહી પર કિસાનનેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે દેશે મને ઝંડો આપ્યો છો તો પાણી પણ આપશે. હું ગાઝિયાબાદનું પાણી નહીં પીવું. ગામના લોકો પાણી લઈને આવશે ત્યારે જ હું પીશ. બીજા દિવસે ગામમાંથી પાણી અને ભોજન પણ આવ્યું અને ટિકૈતે પોતાના ઉપવાસ તોડ્યા હતા.

ગાજીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.
ગાજીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.

ગાજીપુર બોર્ડર પર ગત દિવસે જ પાણીની સુવિધા બંધ કરવામાં આવી હતી
ગાજીપુર બોર્ડર પર 26 જાન્યુઆરીની ઘટના બાદ જ પાણીની સુવિધા બંધ કરવામાં આવી હતી. આ સાથે જ ત્યાં રાખવામાં આવેલાં અસ્થાયી શૌચાલયોને પણ હટાવી લેવામાં આવ્યાં હતાં. જોકે પહેલા વીજળી કાપી લેવામાં આવી હતી, એને ફરી જોડવામાં આવી હતી.

ટિકૈતે અગાઉ કહ્યું હતું કે- અમે બોરિંગ મશીન મગાવીને રસ્તા પરથી જ પાણી નીકાળી લઈશું
આ પહેલાં ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા, રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકારે અમારી પાણીની સુવિધા બંધ કરી છે, પરંતુ અમે દિલ્હીથી પાણી નહીં લઈએ. ટિકૈતે વધુમાં કહ્યું હતું કે જો સ્થાનિક વહીવટી તંત્ર અથવા ઉત્તરપ્રદેશ સરકાર પાણી આપશે નહીં તો અમે અમારું બોરિંગ મશીન મગાવીને રસ્તા પરથી જ પાણી કાઢી લઈશું. અમે અમારા પાણીની વ્યવસ્થા જાતે જ કરી લઈશું.

આ પહેલાં રાકેશ ટિકૈત પ્રદર્શન દરમિયાન રડી પડ્યા હતા અને તેમણે ખેડૂતોને આવવા માટેની અપીલ કરી હતી. ત્યાર બાદ પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને હરિયાણાનાં અનેક ગામોથી જાટ સમુદાયના ખેડૂતો મોટી સંખ્યામાં ગાજીપુર બોર્ડર પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો