તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અહીં હાર-જીત નક્કી કરતા ખાસ પાત્ર રાજવંશી સમુદાયને રીઝવવામાં ભાજપ ટીએમસીથી વધુ સફળ જણાય છે. ગત લોકસભા ચૂંટણીમાં આવું જ હતું અને ભાજપ આ બેઠક જીતી ગયો હતો. અહીંની 9 વિધાનસભા બેઠકમાંથી 7 પર તેણે સરસાઇ મેળવી.રાજવંશી 2016માં યોજાયેલી ગત વિધાનસભા ચૂંટણી સુધી ટીએમસીની સાથે હતા. ત્યારે ભાજપનું ખાતું પણ નહોતું ખુલ્યું. 8 બેઠક ટીએમસીએ અને 1 ફોરવર્ડ બ્લોકે જીતી હતી. તે પરિણામોમાંથી બોધપાઠ લેતાં ભાજપે રાજવંશી સમુદાયને પોતાનો બનાવવામાં કોઇ કસર ન છોડી, જેનું સાર્થક પરિણામ લોકસભા ચૂંટણીના પરિણામરૂપે સામે આવ્યું.
વાત એમ છે કે રાજવંશી સમુદાય અહીંના ઘૂસણખોરોને તગેડવા એનઆરસી ઇચ્છે છે અને ભાજપ સ્વાભાવિક રીતે એનઆરસીનો સૂત્રધાર કે પછી એકમાત્ર હિમાયતી છે. આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને આ વિસ્તારમાં એનઆરસીના મુદ્દાનો બહુ નિયોજિત અને અસરકારક ઢબે પ્રચાર થઇ રહ્યો છે. મમતા બેનરજી હવે અસદુદ્દીન ઓવૈસીને સીધા ભાજપના એજન્ટ ગણાવી લોકોને તેમનાથી સાવચેત કરી રહ્યા છે. ટીએમસીએ રાજવંશી સમુદાયના પોતાના મતોની ખોટ સરભર કરવા અન્ય મતો સંપૂર્ણપણે પોતાની તરફેણમાં એકજૂથ રાખવા આ લાઇન પકડી છે. જોકે, તેની પ્રતિક્રિયારૂપે થઇ રહેલો જૂથવાદ ભાજપ માટે ફાયદાકારક છે.
એવું પણ નથી કે ટીએમસી રાજવંશી સમુદાય તરફથી બિલકુલ નિરાશ છે. તેમને જાતિ-સંસ્કૃતિ-ભાષાના ગર્વ તથા ઐતિહાસિક ગરિમાના નામે તુષ્ટ કરવાની કવાયતમાં ટીએમસી ભાજપની પાછળ-પાછળ ચાલી રહી છે. બંને હાથથી આપવા બંને વચ્ચે હોડ જામી છે. મમતાએ ‘નારાયણી સેના’ની રચનાની વાત કરી છે તો અમિત શાહે અર્ધલશ્કરી દળમાં નારાયણી સેના બટાલિયનની જાહેરાત કરી. તેના ટ્રેનિંગ સેનટ્રનું નામ વીર ચીલા રોયના નામે હશે, જેઓ રાજવંશી સમુદાયના ઇતિહાસની મોટી હસ્તી છે.
મમતા સરકારે આ સમુદાયની અન્ય એક હસ્તી ઠાકુર પંચાનન બર્માના નામથી યુનિ. બનાવી. ગ્રેટર કૂચબિહાર પીપલ્સ એસો.ના એક જૂથના વડા અનંત રોયને અમિત શાહ મળી ચૂક્યા છે. શાહની ઘણી જાહેરાતો રાજવંશીઓના કાનમાં ગૂંજી રહી છે, જેમાં 500 કરોડ રૂ.નું રાજવંશી સાંસ્કૃતિક કેન્દ્ર, 250 કરોડનું ઠાકુર પંચાનન બર્મા સ્મારક કેન્દ્ર અને તેમની પ્રતિમાની સ્થાપના સામેલ છે. અનંત રોય જૂથના શુભેન્દુ બર્મન કહે છે કે, ‘અમારા માટે દેશની સુરક્ષા મહત્ત્વની છે, જેની આડેનો સૌથી મોટો ખતરો અહીં થતી ઘૂસણખોરી છે. દીદી તો તે વધારશે, જે અમારા તમામ અધિકારો પણ ખાઇ જાય છે.’ આવો જ એક મુદ્દો ‘ગ્રેટર કૂચબિહાર સ્ટેટ’નો છે. 1949ની 28 ઓગસ્ટે સ્વતંત્ર કૂચબિહાર રજવાડાને ભારતમાં સમાવવાનો કરાર થયો હતો. ગ્રેટર કૂચબિહાર પીપલ્સ એસો. કહે છે કે ખોટી રીતે કૂચબિહાર સ્ટેટને પ.બંગાળના જિલ્લા તરીકે સામેલ કરી લેવાયું. ગ્રેટર કૂચબિહાર સ્ટેટની માગનો આ જ ખાસ આધાર છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.