• Gujarati News
  • National
  • The North East, Which Netaji Called The Gateway To India's Independence, Is Today Becoming The Gateway To Fulfilling The Dreams Of A New India.

PM મોદી મણિપુરની મુલાકાતે:કહ્યું- નોર્થ ઈસ્ટને નેતાજીએ ભારતની સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર કહ્યું હતું, તે આજે નવા ભારતના સપના પૂર્ણ કરવાનું પ્રવેશદ્વાર છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમ્ફાલમાં 4800 કરોડ રુપિયાથી વધુની 22 પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો છે. તેમણે કહ્યું કે આજે જે યોજનાઓનો શિલાન્યાસ અને લોકાપર્ણ થયુ છે તેના સાથે જ હું આજે મણિપુરના લોકોનો ફરીથી આભાર માનું છું. તમે મણિપુરમાં સંપૂર્ણ બહૂમતથી જે રીતે સરકાર બનાવી, જે સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. તે આપના એક વોટના કારણે શક્ય બન્યું છે.

મોદીએ કહ્યું કે મેં અગાઉ પણ કહ્યું છે કે દેશનો પૂર્વી ભાગ ભારતના વિકાસનો પ્રમુખ સ્ત્રોત્ર બનશે. આજે આપણે જોઈ રહ્યા છે કે કેવી રીતે મણિપુર અને નોર્થઈસ્ટ ભારતના ભવિષ્યમાં નવા રંગ ભરી રહ્યા છે.

તેમણે કહ્યું દેશના લોકોમાં આઝાદીનો જે વિશ્વાસ મોઈરાંગની ધરતીએ પેદા કર્યો છે તે એક મિસાલ છે. જ્યાં નેતાજી સુભાષની સેનાએ પહેલીવાર ઝંડો લહેરાયો, જે નોર્થ ઈસ્ટને નેતાજીએ ભારતની સ્વતંત્રતાનો પ્રવેશ દ્વાર કહ્યો, તે નવા ભારતના સપના પૂર્ણ કરવાનો પ્રવેશદ્વાર બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...