• Gujarati News
  • National
  • The Next Day After The Mother's Death, A Girl Jumped From A Four Story House; Family Pulled Out Holding Hands But Attempt Failed, Death Due To Fall

કોરોનાએ મા, ડિપ્રેશને દીકરીનો જીવ લીધો:માતાના મોતના બીજા જ દિવસે દીકરીએ ચોથે માળેથી કુદીને આત્મહત્યા કરી, નીચે ઉભેલા લોકો વીડિયો બનાવતા રહ્યા

6 મહિનો પહેલા

કોરોનાએ માતાને છીનવી તો દીકરી તે આઘાત સહન ના કરી શકતા તેણે પણ બીજા દિવસે ચોથા ફ્લોરના ઘરેથી કુદીને જીવ આપી દીધો હતો. આ હ્રદય દ્વાવક ઘટના મધ્યપ્રદેશમાં રાયસન જિલ્લાના મંડીદીપમાં થઈ છે. માતાનું કોરોના સંક્રમણના કારણે મોત થયાના બીજા જ દિવસે 21 એપ્રિલે દીકરીએ તેમના ચોથા ફ્લોરની બાલકનીમાંથી કુદીને આત્મહત્યા કરી હતી. તેનું સારવાર દરમિયાન નિધન થયું હતું. દુખદ વાત એ છે કે, નીચે ઉભેલા લોકો તેને બચાવવાની જગ્યાએ તેનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા.

પરિવારના સભ્યો જીવ બચાવવાનો પ્રયત્ન કરતા રહ્યાં, હાથ છુટતા જ નીચે પડી

રાયસેનના મંડીદીપ થાના ક્ષેત્રના હિમાંશુ હાઈટ્સનો મામલો છે. પરિવાર મૂળ કોલકાતાનો છે. છોકરીની માતાનું એક દિવસ પહેલા જ કોરોનાથી મૃત્યુ થયું હતું. તે પછીથી છોકરી ડિપ્રેશનમાં હતી. જેવો યુવતીએ ચાર માળ ઉપરથી કૂદકો માર્યો કે તાત્કાલિક પરિવારના સભ્યોએ તેના હાથ પકડી લીધા. ઘટનાના પગલે નાસ-ભાગ થવાથી નીચે પણ ઘણા લોકો ભેગા થઈ ગયા. પરિવારના સભ્યો છોકરીને બચાવવા માટે તેને ખેંચવાની કોશિશ કરતા રહ્યાં તો નીચે લોકો વીડિયો ઉતારતા રહ્યા. જોકે કોઈ પણ તેને રિંગ કે ચાદર વગેરેથી તેને નીચે બચાવવા માટે પ્લાન ન કર્યો. આ કારણે છોકરી નીચેથી ઉપર પડી તડફર્યા મારવા લાગી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જોકે તેનો જીવ બચી શકયો નહિ. હોસ્પિટલમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા.

અન્ય સમાચારો પણ છે...