તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Newborn Was Positive Within 15 Hours Of Birth In Palghar; Neither Infected In Nor Is It A Symptom Of Corona

મહારાષ્ટ્રમાં કોરોનાનો પહેલો આવો કેસ મળ્યો:પાલઘરમાં જન્મના 15 કલાકમાં જ નવજાત પોઝિટિવ; ન તો માતા સંક્રમિત કે નથી કોઈ તેને કોરોનાનાં લક્ષણ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જન્મના માત્ર 15 કલાકમાં જ નવજાત કોરોનાથી સંક્રમિત થયું છે. આશ્ચર્યની વાત એ છે કે નવજાતની માતામાં સંક્રમણનાં કોઈ જ લક્ષણો નથી, તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડોકટર પણ પરેશાન છે કે આવું કઈ રીતે થઈ શકે છે કે ગર્ભવતી મહિલા સંક્રમિત ન હોવા છતાં નવજાત બાળકને કોરોના થયો હોય

પાલઘરના જિલ્લા ચિકિત્સા અધિકારી ડૉ. દયાનંદ એમ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે દર્શેઠ ગામમાં રહેતી મહિલાએ રવિવારે પાલઘરના એક ખાનગી નર્સિંગ હોમમાં બાળકીને જન્મ આપ્યો હતો. જન્મના 15 કલાક બાદ જ તે કોરોના સંક્રમિત થઈ હોવાની પુષ્ટિ થઈ છે.

અધિકારીએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં નવજાત કોરોનાવાયરસથી સંક્રમિત થયું હોય તેવો આ પહેલો કેસ છે. આ માસૂમ બાળકી જન્મતાંની સાથે જ કોરોના સામે જંગ લડી રહી છે. ડોકટર્સની એક ટીમ સતત તેની તપાસી રહી છે. તેમણે જણાવ્યું હતું કે બાળકીને જવાહર તાલુકાની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મંગળવારે બાળકીમાં સંક્રમણની પુષ્ટિ થઈ, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મંગળવારે બાળકીમાં સંક્રમણની પુષ્ટિ થઈ, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

સત્તાવાર આંકડા મુજબ, પાલઘર જિલ્લામાં સોમવાર સુધીમાં કોવિડ-19ના 1,09,874 કેસ સામે આવ્યા છે અને સંક્રમણથી 2,066 લોકોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્રના અહમદનગરમાં 9 હજાર બાળકો કોરોનાથી સંક્રમિત
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાંથી બાળકો કોરોનાથી સંક્રમિત થયાં હોવાના જે આંકડાઓ સામે આવ્યા છે એ ડરાવનારા છે. અહીં મે મહિનામાં લગભગ 9,900 બાળક કોરોનાથી સંક્રમિત થયા છે. અહમદનગરન ડીએમ રાજેન્દ્ર ભોંસલેએ જણાવ્યું હતું કે મે મહિનામાં જિલ્લામાં કુલ 86 હજાર પોઝિટિવ કેસ આવ્યા છે, પરંતુ વધુ મોત નથી થયાં.

રાજેન્દ્ર ભોંસલેએ વધુમાં જણાવ્યું હતું કે જોકે એપ્રિલમાં જે લગ્નો હતાં એમાં 18 વર્ષથી નીચેની ઉંમરના લોકોની ભીડ વધારે હતી. એ બાદ લોકડાઉન દરમિયાન પણ બાળકો રમતાં જોવા મળ્યાં હતાં. તેમની મૂવમેન્ટ રહેતી હતી, તેથી બાળકોની પોઝિટિવિટી રેટ 11% આવી છે.

મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતાં રાજ્યની તમામ હોસ્પિટલોમાં બાળકો માટે વિશેષ રીતે કોરોના વોર્ડની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાંગલી શહેરની હોસ્પિટલમાં બાળકો માટે કોરોના વોર્ડ બનાવવામાં આવ્યા છે. અહીં હાલ 5 બાળક કોરોનાથી સંક્રમિત મળ્યાં છે, જેમની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં 80 બાળકો થયા અનાથ
દેશના જુદા જુદા વિસ્તારોમાં એવા અનેક કેસ સામે આવ્યા છે, જેમાં કોરોનાથી બાળકોનાં માતા-પિતાનાં મોત નીપજ્યાં હોય કે પછી કોઈ એકનું મોત થયું હોય. NCPCRના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 29 મે 2021 સુધીમાં 80 બાળકોએ માતા-પિતા છત્રછાયા ગુમાવી છે. તો 716 બાળકો એવાં છે જેમણે માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવ્યા હોય.

અન્ય સમાચારો પણ છે...