તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The New Ministers Will Be Sworn In Tomorrow Between 5:30 Pm And 6:30 Pm, Citing Five Reasons For The Cabinet Reshuffle.

મંત્રીઓના શપથનો સર્વાર્થસિદ્ધિયોગ:મોદીની ચેલેન્જ ગવર્નન્સ ક્વોલિટી સુધારવાની, મહામારી-ઇકોનોમીનું સારું મેનેજમેન્ટ; કેબિનેટ વિસ્તરણનાં 5 મોટાં કારણ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા મંત્રીઓ આજે સાંજે 5:30થી 6:30 વાગ્યા વચ્ચે શપથ ગ્રહણ કરશે, શપથ સમારંભ સર્વાર્થસિદ્ધિયોગમાં યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે. દરેક મોટા કાર્યનું શુભ મુહૂર્ત કરનાર મોદી સરકારના નવા મંત્રીઓના શપથ ગ્રહણનું મુહૂર્ત પણ નક્કી કરી લીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાંજે 5:30થી 6:30 વાગ્યા વચ્ચે શપથ લેવામાં આવશે. આ સમય દરમિયાન સર્વાર્થસિદ્ધિયોગ છે, એમાં કરવામાં આવેલા કોઈપણ કાર્ય સફળ થાય છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટ માટે 25થી વધારે દલિત, આદિવાસી, OBC વર્ગ અને પછાત ક્ષેત્રોના જમીની સ્તરે જોડાયેલા નેતાઓની પસંદગી કરી છે. ખૂબ જ સંશોધન અને વિચાર કર્યા બાદ નવા મંત્રીઓનાં નામ નક્કી કરવામાં આવ્યાં છે.

મોદી સરકાર માટે આ વિસ્તરણ ખૂબ જ જરૂરી છે. સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે અને નવા મંત્રીઓ તેમનાં મંત્રાલયોને લગતી બાબતો જોવા માટે યોગ્ય સમયની જરૂર પડશે. આ ઉપરાંત આ કેબિનેટ વિસ્તરણનું અન્ય એક કારણ છે...

પહેલું કારણઃ ગવર્નન્સની ક્વોલિટી સુધારવી
કોરોનાની બીજી વેવમાં કેન્દ્ર સરકારના મિસમેનેજમેન્ટની ભારે નિંદા થઈ. ગવર્નન્સમાં ક્વોલિટીની ઊણપ દેખાઈ આવી. સ્માર્ટ સિટી હોય કે પછી કેશલેસ ઈકોનોમી, મોદીનો એકપણ પ્રોજેક્ટ ટ્રેક પર નથી. મોદીને ટોપ લેવલે વધુ એબિલિટીવાળી ટીમની જરૂરિયાત છે.

બીજું કારણઃ જનતાની નિરાશાને દૂર કરવી
ઈકોનોમીમાં આવો ઘટાડો ક્યારેય જોવા નથી મળ્યો, જેવો હાલ દેખાય રહ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવોમાં જનતાના ગુસ્સાને પણ શાંત કરવો જરૂરી છે. રોજગારીની તક ઘટી રહી છે અને ખાવા-પીવાની ચીજોના ભાવ વધી રહ્યા છે, એનાથી પણ લોકો નિરાશ છે. એવામાં દિશાહીન થઈ ગયેલી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે સરકારની અંદર ઉચ્ચ સ્તરે વધુ ક્ષમતાની જરૂરિયાત રહેશે.

ત્રીજું કારણઃ જાતિય અને ક્ષેત્રીય પ્રતિનિધિત્વની સાથે એબિલિટીમાં પણ સંતુલન
મોદીને કેબિનેટમાં જાતિય અને ક્ષેત્રીય પ્રતિનિધિત્વની સાથે યોગ્ય મંત્રીઓનું સંતુલન બેસાડવાનું છે. કેબિનેટમાં ફીલ ગુડ ફેક્ટરને પ્રોત્સાહન આપવા માટે પણ નવા ચહેરાઓને સામેલ કરવા જરૂરી છે.

ચોથું કારણઃ રાજ્યોમાં પાર્ટી અને નેતાઓનું મનોબળ વધારવાના પ્રયાસ
2014થી મોદી સરકારે જીત અને હારનો સામનો કર્યો. હાલમાં જ બંગાળમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પછી ભાજપ અને તેમના સમર્થકોના ઉત્સાહમાં ઘણી જ ખરાબ અસર પડી છે. જો સાંસદોમાંથી યોગ્ય લોકોને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે તો જે રાજ્યથી મંત્રી સામેલ કરાયા છે ત્યાં પાર્ટી અને તેના નેતાઓનું મનોબળ વધશે.

પાંચમું કારણઃ મોદી અને ભાજપની તાકાત વધશે
પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં હાલ રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. ક્ષેત્રીય અને જાતિય ગણિતના આધારે નેતાઓને કેબિનેટમાં સામેલ કરવાની સત્તાની તક આપવાથી વડાપ્રધાન મોદી અને ભાજપની રાજકીય તાકાત વધશે.

થાવરચંદ ગવર્નર બનતાં 5 પદ ખાલી થયાં
વિસ્તરણને લઈને મોદી સરકારે પહેલાં જ પાસા ફેંકી દીધા છે. મંત્રીઓના શપથના એક દિવસ પહેલાં જ 8 રાજ્યપાલની નિમણૂક કરીને કેબિનેટના વિસ્તરણનો રસ્તો ખોલી દીધો છે. કેબિનેટ મિનિસ્ટર થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવાથી મંત્રીમંડળમાં 5 પોસ્ટ ખાલી છે. થાવરચંદ સોશિયલ જસ્ટિસ મિનિસ્ટર હતા, રાજ્યસભાના સભ્યા હતા અને આ ગૃહમાં ભાજપના લીડર પણ હતા. આ ઉપરાંત ભાજપના સૌથી શક્તિશાળી સંસદીય સમિતિ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય પણ હતા. બંધારણીય પદ પર મોકલવાને કારણે તેમને આ તમામ પદ છોડવાં પડશે.

ભાજપ સંસદીય બોર્ડમાં થાવરચંદનું સ્થાન કોણ લેશે?
હવે એ જોવાનું વધારે રસપ્રદ બનશે કે સંસદીય બોર્ડમાં થાવરચંદનું સ્થાન કોણ લેશે. સુષમા સ્વરાજના અવસાન બાદ એક મહિલા માટે પણ જગ્યા ખાલી છે. હવે મોદી સરકારે સંસદીય બોર્ડમાં એક દલિત અને એક મહિલા ચહેરો પસંદ કરવાનો છે. ગેહલોતનો 3 વર્ષનો રાજ્યસભાનો કાર્યકાળ બાકી છે. એનાથી પણ મોદીને કેબિનેટમાં એવા નવા ચહેરા સામેલ કરવામાં મદદ મળશે, જે કોઈપણ ગૃહનો સભ્ય ન હોય.

ભાજપ પાસે 2 રાજ્યસભા બેઠકનો ક્વોટા છે. આ પૈકી એક બેઠક આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ માટે આપવામાં આવી શકે છે. તેમનું મોદી કેબિનેટમાં સામેલ થવું લગભગ નક્કી છે. પુડુચેરીમાંથી પણ ભાજપની એક બેઠક રાજ્યસભામાં છે.

શપથ અગાઉ RT-PCR તપાસ થશે
કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ટીમે એવી વ્યક્તિનાં નામોની પસંદગી કરી લીધી છે, જેઓ હવે કેન્દ્રીય કેબિનેટમાં નવા ચહેરા તરીકે સામેલ થવા જઈ રહ્યા છે. જોકે આ નામ શપથ મંચ સુધી પહોંચશે કે નહીં એ PM મોદી અને શાહ નહીં, પણ RT-PCR તપાસ નક્કી કરશે. PMની સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે શપથ લેનારા તમામ નેતાઓને શપથ લેતાં પહેલાં પરીક્ષામાંથી પસાર થવાનું રહેશે.