તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નીતીશ કુમાર સોમવારે 7મી વખત બિહારના સીએમપદ તરીકે શપથ લેશે. નીતીશ કુમાર સરકારમાં 13 નવા ચહેરા સામેલ થઈ શકે છે, જેમાં ઉચ્ચ જાતિઓની ભાગીદારી વધી શકે છે. આ ઉપરાંત જૂના મંત્રીમંડળમાં સામેલ રહેલા 13 ધારાસભ્યને જ મંત્રી બનાવવાનો નિર્ણય લેવાયો છે. જૂના મંત્રીઓમાંથી 8ને નીતીશ કુમારની સાથે જ શપથ આપવામાં આવી શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સરકારમાં JDUના 7 અને ભાજપના 6 જૂના મંત્રીઓ ઉપરાંત 10 નવા મંત્રીઓ રહેશે એ નક્કી છે. તેમને ભલેને સોમવારે શપથ લેવડાવવામાં આવે અથવા 20 નવેમ્બર પહેલાં સંભવિત આગામી કેબિનેટ વિસ્તરણમાં.
મંત્રીઓની સંખ્યાને લઈને અડચણ
નીતીશ કુમારની ગત સરકારમાં મંત્રીઓની જે સંખ્યા હતી એ હિસાબે JDUના 10 અને ભાજપના 16-17 મંત્રી હોવા જોઈએ, પરંતુ 125 ધારાસભ્ય વચ્ચે 36 વિભાગને વેચવાને લઈને 3.47 ધારાસભ્યો વચ્ચે એક મંત્રીપદ આપવાની સ્થિતિ છે અને એ હિસાબે ભાજપ 21 અને JDU 13 મંત્રીનો દાવો કરી શકે છે. કોઈપણ સ્થિતિમાં ઓછી સીટને કારણે JDUને નુકસાન છે, તેથી હાલ સંખ્યાને લઈને થોડી અડચણ જોવા મળી રહી છે. તેમ છતાં જે નામ આગળ ચાલી રહ્યાં છે, ભાસ્કર એને સામે લાવી રહ્યું છે...
JDUથી 3ઃ સુનીલ-શાલિની નક્કી, સંજય-લેસીમાંથી એકની સંભાવના
ભારતીય પોલીસ સેવામાંથી રિટાયર્ડ થયા બાદ સીધા જ JDUમાં એન્ટ્રી કરનારા સુનીલકુમાર પછાત જાતિમાંથી આવે છે અને નવી સરકારમાં તેમને મંત્રાલય મળશે એ વાત લગભગ નક્કી જ છે. શાલિની મિશ્રાને તેમના પારિવારિક પ્રભાવને લઈને તક મળે તેવી શક્યતા છે. JDUના પ્રવક્તા અને ચૂંટણીમાં સતત મહેનત કરી રહેલા સંજય સિંહનું નામ પણ આ વખતે મંત્રીની યાદીમાં છે, જોકે હજુ તેઓ MLC પણ નથી જે વાત પરેશાની ઊભી કરી શકે છે.
તેમની જ જાતિના લેસી સિંહ આવામાં બાજી મારી શકે છે. લેસી પહેલાં પણ નીતીશ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. JDUના મંત્રી કૃષ્ણનંદન વર્મા, શૈલેશ કુમાર અને રામસેવક સિંહની હારથી ખાલી થયેલી જગ્યા તેમની જાતિના કોઈ ધારાસભ્યને તક મળશે એ પણ નિશ્ચિત છે.
ભાજપમાં 8: તારકિશોર, રેણુ, નીતીશ, સમ્રાટ, રજનીશ, હેમ્બ્રમ નિશ્ચિત, નીતિન-મયૂખ અને શ્રેયસી-અમરેન્દ્રમાંથી કોઈ એક
ભાજપને આ વખતે મંત્રીપદ વધુ મળશે. ભાજપ વિધાનમંડળ દળના નેતા બનેલા કટિહારના ધારાસભ્ય તાર કિશોર પ્રસાદ અને ધારાસભ્ય દળનાં ઉપનેતા બનેલા રેણુ દેવીનું નામ પાક્કું છે. JDU કોટામાંથી નીતીશ સરકારમાં મંત્રીનો અનુભવ ધરાવનાર નીતીશ મિશ્રાનું નામ નિશ્ચિત માનવામાં આવે છે. ચૂંટણીથી લઈને ભાજપના મંચ પર સમન્વયમાં આગળ રહેલા સમ્રાટ ચૌધરીને મંત્રીપદ મળશે એ વાત પણ નિશ્ચિત છે.
આ ઉપરાંત પહેલી વખત જીતીને આવેલા શૂટિંગ ચેમ્પિયન શ્રેયસી સિંહને પણ મંત્રીપદ મળી શકે છે. જોકે અનુભવી અમરેન્દ્ર પ્રતાપ સિંહને તક મળવાની સ્થિતિમાં તેમનું નામ માત્ર ચર્ચામાં જ રહી શકે છે. મામલો તો નીતિન નવીન અને સંજય મયૂખને લઈને અડચણમાં છે. ભૂમિહાર કોટામાંથી આ વખતે ભાજપ બેગુસરાયના રજનીશ કુમારને તક આપી શકે છે. આ ઉપરાંત આદિવાસી કોટામાંથી નિકી હેમ્બ્રમને પણ ભાજપ મંત્રી બનાવી શકે છે.
VIP-HAMના 1-1: જીતનરામના પુત્ર અને સન ઓફ મલ્લાહનું નામ નિશ્ચિત
પૂર્વ મુખ્યમંત્રી અને HAMના અધ્યક્ષ જીતનરામ માંઝી નાયબ મુખ્યમંત્રી બનશે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. ત્યારે તેઓ કોઈ આશામાં ન રહેતાં હાલ પોતાના પુત્ર સંતોષ માંઝીનું નામ મંત્રીપદ માટે આગળ વધારી શકે છે. બીજી તરફ પોતાની સીટ ગુમાવનાર ચાર ધારાસભ્યવાળા VIPના અધ્ય મુકેશ સહની MLC કોટામાંથી મંત્રીપદ મેળવે તો કોઈ આશ્ચર્ય નહીં સર્જાય. બંને જ નેતા બે-બે મંત્રીપદ માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેની શક્યતા ઓછી જોવા મળી રહી છે.
જૂના ચહેરાઓમાં 13 નામ લગભગ નિશ્ચિત
JDU | BJP |
શ્રવણ કુમાર | ડૉ. પ્રેમ કુમાર |
અશોક ચૌધરી | નંદ કિશોર યાદવ |
સંજય ઝા | મંગલ પાંડે |
નીરજ કુમાર | વિજય કુમાર સિન્હા |
બીમા ભારતી | રાણા રંધીર સિંહ |
મદન સહાની | કૃષ્ણ કુમાર ઋષિ |
ખુર્શીદ ફિરોઝ |
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.