તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The New Car Crashed Right In Front Of The Showroom, Hitting The Road Below The First Floor During Delivery.

હૈદરાબાદ:શોરૂમની સામે જ નવી કાર ભૂક્કો થઈ ગઈ, ડિલિવરી વખતે પહેલા માળેથી નીચે રોડ પર પટકાઈ

2 દિવસ પહેલા

હૈદરાબાદના એક શો રૂમમાં કાર પહેલા માળેથી નીચે રોડ પર પટકાઈ હતી. અહીં 59 વર્ષના એલ.આઇ.સી એજન્ટ બી ભાગવત પોતાની નવી કારની ડિલિવરી લેવા માટે આવ્યા હતા. તમામ કાર્યવાહી પૂરી થઈ ગયા પછી, કારને શોરૂમના પહેલા માળેથી નીચે ઉતારવાની હતી. આ દરમિયાન અચાનક જ કારની સ્પીડ વધી ગઈ અને કાર નીચે રોડ પર પટકાતા ભૂક્કો થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના શોરૂમની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કાર કેવી રીતે શોરૂમના પહેલા માળેથી કૂદીને નીચે પટકાય છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં એક અન્ય કારને પણ નુકસાન થયું છે. બી ભાગવતે આ કાર 6.40 લાખ રૂપિયામાં ખરીદી હતી. બી ભાગવતને સામાન્ય ઈજા પણ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...