હૈદરાબાદ ગેંગરેપ કેસમાં AIMIM ધારાસભ્યના પુત્ર અને ભત્રીજાની પોલીસે ધરપકડ કરી છે. બંને સગીર છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે જે ઈનોવા કારમાં ગુનો આચરવામાં આવ્યો હતો તે સરકારી કાર હતી. હૈદરાબાદ પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું કે આ કાર એક આરોપીના પિતાને ફાળવવામાં આવી હતી. આરોપીના પિતા એક કદાવર રાજકારણી છે જેઓ એક મુખ્ય સરકારી સંસ્થાના વડા છે.
પોલીસે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે, જેમાંથી પાંચ સગીર છે. પોલીસ કમિશનર આનંદે જણાવ્યું હતું કે ધારાસભ્યનો પુત્ર સામૂહિક બળાત્કાર માટે નહીં, પરંતુ ઈન્ડિયન પીનલ કોડ અને POCSO એક્ટની કલમ 354 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બાકીના પાંચ આરોપીઓ પર કલમ 376 (D) (ગેંગ રેપ), 354, 366 (અપહરણ), પોક્સો એક્ટ, આઈટી એક્ટ (પીડિતાના વીડિયો ફરતા કરવા માટે) અને અન્ય કેટલીક સેક્શન હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ગુનામાં બે કારનો ઉપયોગ કરાયો હતો
આ ઘટના 28 મેના રોજ બની હતી. જ્યારે છોકરીના પિતાએ તેના શરીર પર નિશાનો જોયા, ત્યારે બુધવાર, 1 જૂનના રોજ, આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કમિશનર આનંદે જણાવ્યું હતું કે ગુનામાં બે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બંને કાર સગીરો ચલાવી રહ્યા હતા. 28 મેનાં રોજ સાંજે સાડા પાંચ વાગ્યે પીડિતા 8 લોકો સાથે નીકળી હતી. બધા ત્યાંથી બે કારમાં બેસીને રવાના થયા હતા.
પીડિતા સાથે ચાર સગીર મર્સિડીઝ બેન્ઝમાં અને બાકીના ઈનોવામાં બેઠા હતા. બધા અહીંથી બેકરીમાં પહોંચ્યા હતા. રસ્તામાં ચાર સગીરોએ પીડિતાને ચુંબન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. બેકરીમાં પહોંચ્યા બાદ પીડિતા ઈનોવામાં બેસી ગઈ હતી. તેમાં તેની સાથે ચાર સગીર અને એક વયસ્ક આરોપી હતા. આરોપીઓ કારને જ્યુબિલી હિલ્સ રોડ નંબર 44 તરફ લઈ ગયા હતા, જ્યાં તેમણે ગેંગ રેપ કર્યો હતો.
પોલીસ સગીરોનાં માતા-પિતાની ધરપકડ કરી શકે છે
ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં આટલો સમય કેમ લાગ્યો? આ પ્રશ્નના જવાબમાં કમિશનર આનંદે જણાવ્યું હતું કે પોલીસ પીડિતાના નિવેદન સાથે તમામ પુરાવાઓ મેળવીને જોવા માંગતી હતી. આ ઉપરાંત, અન્ય ઘણા પરિબળો હતા જેને ધ્યાનમાં લીધા બાદ જ ધારાસભ્યના પુત્રને કસ્ટડીમાં લઈ શકાયો હતો. કમિશનર આનંદે જણાવ્યું કે પોલીસ તમામ સગીરોના માતા-પિતાની ધરપકડ કરવાનું વિચારી રહી છો, પરંતુ પહેલા પુરાવાઓની તપાસ કરવામાં આવશે.
પબમાંથી બહાર આવતા સીસીટીવી ફૂટેજ પરથી આરોપીઓની ઓળખ થઈ હતી
ઘટના બાદ પોલીસે પબની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની ઓળખ કરી લીધી છે. આમાં પીડિતા છોકરાઓ સાથે જઈ રહેલી જોવામાં આવી હતી. પીડિતા અને આરોપી સાંજે પબની બહાર ઉભા રહીને વાત કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં જોવામાં આવ્યું હતું કે યુવતી એક મિત્રને ગળે લગાવે છે, તેને વિદાય આપે છે અને બાકીના છોકરાઓ સાથે લાલ મર્સિડીઝમાં જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.