• Gujarati News
  • National
  • The NCB Chief Said Nawab Malik Is Wrong, I Have Never Been To Dubai; Minister Charged With Levy

ભાસ્કર એક્સક્લુસિવ:NCB ચીફે કહ્યું- નવાબ મલિક ખોટા છે, હું ક્યારેય દુબઈ ગયો નથી; મંત્રીએ લગાવ્યા હતા વસૂલી કરવાના આરોપ

મુંબઈએક મહિનો પહેલાલેખક: વિનોદ યાદવ
  • કૉપી લિંક
નવાબ મલિક સતત સમીર વાનખેડે પર હુમલા કરી રહ્યા છે અને ડ્રગ્સ કેસને ખોટો જણાવી રહ્યા છે. - Divya Bhaskar
નવાબ મલિક સતત સમીર વાનખેડે પર હુમલા કરી રહ્યા છે અને ડ્રગ્સ કેસને ખોટો જણાવી રહ્યા છે.
  • NCPના પ્રવકતા નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પર આરોપ લગાવ્યા

ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રવકતા નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પર બીજો મોટો આરોપ લગાવ્યો છે. તેમણે NCB દ્વારા માલદીવ અને દુબઈમાં ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ પાસેથી વસૂલી કરવાની વાત જણાવી છે. મલિકના આરોપ પર NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ભાસ્કર સાથે એક્સક્લુસિવ વાત કરતા કહ્યું કે નવાબ મલિક જુઠ્ઠા છે અને તેઓ આ મામલામાં તેમની સામે કાનૂની કાર્યવાહી કરશે.

મલિકે વાનખેડે પર લગાવ્યા આ આરોપ
NCP પ્રવકતા નવાબ માલિકે ગુરુવારે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે કોરોના દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓ માલદીવ અને દુબઈમાં હતી. તે સમયે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના પરિવારના લોકો પણ ત્યાં ગયા હતા. વાનખેડેની બહેન જસમીન વાનખેડેની સોશિયલ મીડિયાની એક તસવીર પણ મલિકે પોતાના આરોપોને સાબિત કરવા માટે જાહેર કરી છે. મલિકે વાનખેડેને પૂછ્યું હતું કે તેમના પરિવારના લોકો માલદીવ અને દુબઈમાં શું કરી રહ્યા હતા અને તેઓ પોતે પણ આ દરમિયાન ત્યાં હતા કે નહીં? તેનો જવાબ તેમણે જનતાને આપવો જોઈએ.

નવાબ મલિકે આ જ તસવીરને બતાવતા કહ્યું હતું કે સમીર વાનખેડે દુબઈમાં જઈને વસૂલી કરી રહ્યા છે. જો કે વાનખેડેએ કહ્યું કે તેઓ ક્યારેય દુબઈ ગયા જ નથી.
નવાબ મલિકે આ જ તસવીરને બતાવતા કહ્યું હતું કે સમીર વાનખેડે દુબઈમાં જઈને વસૂલી કરી રહ્યા છે. જો કે વાનખેડેએ કહ્યું કે તેઓ ક્યારેય દુબઈ ગયા જ નથી.

નવાબ માલિક સરકાર ખોટું બોલી રહી : વાનખેડે
વાનખેડે મલિકને ચેતવણી આપી હતી કે નવાબ મલિક કેબિનેટ મંત્રી હોવાને કારણે સાવ ખોટું બોલી રહ્યા છે. હું મારા જીવનમાં ક્યારેય પણ દુબઈ ગયો નથી. મલિક હવે આ કાર્ટૂન નેટવર્ક ચલાવવાનું બંધ કરો. હું તેમને ટૂંક સમયમાં કાનૂની નોટિસ મોકલવા જઈ રહ્યો છું.

મારી પાસે ખોટા આરોપોનો જવાબ આપવા માટે સમય નથી
વાનખેડેએ કહ્યું કે હું નાર્કોટિક્સ સબંધિત કાર્યવાહીમાં વધુ વ્યસ્ત છું. જો કે મારી પાસે પાયવિહોણા અને ખોટા આરોપોના જવાબ આપવા માટે સમય નથી. મલિક મંત્રી હોવા છતાં એક નંબરના જુઠ્ઠા છે. કારણ કે તેઓ મારી સામે સતત પાયવિહોણા આરોપ લગાવી રહ્યા છે.

હું સરકારની મજૂરી લઈને મારા ખર્ચે માલદીવ ગયો હતો
માલદીવ જવાના સવાલ પર વાનખેડેએ જણાવ્યું હતું કે તેઓ સરકારની પરવાનગી લીધા બાદ અને પોતાના ખર્ચે પરિવાર સાથે માલદીવ ગયા હતા. આ સાથે, તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી NCBએ ડ્રગ્સ રેકેટ ઝડપ્યું છે ત્યારથી કેટલાક લોકો હવાતિયાં મારતા NCBને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મલિક NCB પર સતત લગાવી રહ્યા આરોપ
NCP પ્રવકતા નવાબ મલિક સતત NCB સામે વિશેષ કરીને ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સામે આરોપ લગાવી રહ્યા છે. પહેલા મલિકે ક્રુડ ડ્રગ્સ પાર્ટી મામલામાં આર્યન ખાનને ખોટી રીતે ધરપકડ કરવાનો આરોપ લગાવ્યા હતા. તેમણે આ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીને વોન્ટેડ અને મનીષ ભાનુશાળીને ભાજપનો કાર્યકર્તા હોવાના ખુલાસો કર્યો હતો.

આ પછી, ફ્લેચર પટેલ નામના યુવકનો ફોટો જાહેર કરતા મલિકે ખુલાસો કર્યો કે આ માણસ NCBના ત્રણ અલગ અલગ કેસોમાં પંચ છે. મલિકે NCB દ્વારા ફ્લેચર પટેલને ઇંડિપેંડેંટ પંચ કહેવાને ખોટા જણાવતા વાનખેડે અને તેની બહેન સાથેનો તેમનો ફોટો જાહેર કર્યો હતો. હવે તેમણે માલદીવ અને દુબઈમાં વસૂલાત કરવાનો આરોપ લગાવીને નવો વિવાદ ઉભો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...