તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Names Of 15 Accused, 25 From The WhatsApp Group Were Conspired, Police Said The Names Of Umar Khalid And Sharjeel Will Be In The Supplementary Chargesheet.

દિલ્હી હિંસા કેસમાં ચાર્જશીટ દાખલ:15 આરોપીના નામ, 25 વોટ્સએપ ગ્રુપથી ષડયંત્ર ઘડવામાં આવ્યું, પોલીસે કહ્યું- ઉમર ખાલિદ અને શરજીલના નામ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં હશે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
CAAના વિરોધમાં જે પ્રદર્શન થઈ રહ્યા તે સ્થિતિ વચ્ચે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 24 ફેબ્રુઆરીના રોજ તોફાનો થયા હતા. તેમા 53 લોકોના મૃત્યુ થયા હતા
  • ચાર્જશીટ કડકડડૂમા કોર્ટમાં દાખલ કરવામાં આવી
  • 10 હજાર પેજની ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ નેતા તાહિર હુસૈનનો પણ સમાવેશ થાય છે

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બુધવારે દિલ્હી તોફાનોના કેસમાં 15 આરોપી સામે 10 હજાર પેજની ચાર્જશીટ કડકડડૂમા કોર્ટમાં દાખલ કરી છે. આ ચાર્જશીટ પ્રમાણે વોટ્સએપ ગ્રુપ તથા ચેટ મારફતે હિંસા ફેલાવવાના ષડયંત્ર રચવામાં આવ્યા હતા. પૂરાવા તરીકે 24 ફેબ્રુઆરીના રોજ વોટ્સએપ ચેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ દિવસે અહીં કોમી તોફાનો થયા હતા.

ચાર્જશીટમાં માહિતી આપવામાં આવી છે કે મુખ્ય ષડયંત્રકર્તા પ્રદર્શન કરનારાઓને દિશા-સૂચન આપતા હતા. દરેક જગ્યા પર કોમી તોફાનો ફેલાવવા માટે 25 વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. પોલીસે દરેક ગ્રુપ તથા તેની ભૂમિકાની ઓળખ કરી છે.ચાર્જશીટમાં ઉમર ખાલિદ તથા શરજીલ ઈમામના નામનો સમાવેશ નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે બન્નેની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી, આ સંજોગોમાં તેમના નામ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં સામેલ કરવામાં આવશે.
ચાર્જશીટમાં આ નામોનો સામેલ છે
ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલ નેતા તાહિર હુસૈન, પિંજરા તોડના કાર્યકર્તા દેવાંગના કલિતા તથા નતાશા નરવાલ, PFI નેતા પરવેઝ અહેમદ અને મોહમ્મદ ઈલિયાસ, કાર્યકર્તા સૈફી ખાલિદ, ભૂતપુર્વ વકીલ ઈશરત જહાં, જામિયાના વિદ્યાર્થી આસિફ ઈકબાલ, મીરન હૈદર અને સફૂરા જરગર, સાદાબ અહેમદ તથા તસ્લીમ અહેમદનો સમાવેશ થાય છે. આ તમામને ગેરકાયદેસર પ્રવૃત્તિ (અટકાયત) ધારો, IPC તથા એસ્મા એક્ટ અંતર્ગત આરોપી બનાવવામાં આવ્યા છે.

દિલ્હીમાં થયેલા તોફાનોમાં 53 લોકોના જીવ ગયા હતા
CAAના વિરોધમાં જે પ્રદર્શન થઈ રહ્યા હતા તે સ્થિતિ વચ્ચે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 24 ફેબ્રુઆરીના રોજ તોફાનો થયા હતા. તેમા 53 લોકોના મૃત્યુ થયા હતા અને 200થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. પોલીસે આ કેસમાં 751 FIR નોંધી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો