કોંગ્રેસ પાર્ટી હિમાચલ પ્રદેશમાં પોતાના મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરી શકી નથી. આજે લગભગ દોઢ કલાક સુધી ચાલેલી 40 ધારાસભ્યો અને કેન્દ્રીય નિરીક્ષકો વચ્ચેની બેઠકમાં અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવ્યો હતો. હવે મુખ્યમંત્રીનો નિર્ણય સીધો દિલ્હીથી લેવામાં આવશે.
દોઢ કલાક સુધી ચાલેલી બેઠકમાં છ ચહેરાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ, સુખવિંદર સુખુ, મુકેશ અગ્નિહોત્રી, ચંદ્ર કુમાર, હર્ષવર્ધન ચૌહાણ અને ધનીરામ શાંડિલનો સમાવેશ થાય છે. પરંતુ કોઈ એક નામ પર સહમત થઈ શક્યા નથી. નિરીક્ષકો પ્રતિભા સિંહ અને સુખવિંદર સુખુમાં અટવાયા હતા.
મીટિંગ 5 કલાક મોડી શરૂ થઈ
મુખ્યમંત્રીની ખુરશીને લઈને કોંગ્રેસમાં હોબાળો ચાલી રહ્યો છે. 3 વાગ્યે મળનારી ધારાસભ્યોની બેઠક 5 કલાક બાદ શરૂ થઈ છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લા, નિરીક્ષકો ભૂપેશ બઘેલ અને ભૂપેન્દ્ર હુડ્ડાએ 6 વાગ્યે ફરીથી બેઠક બોલાવી હતી, પરંતુ તે પણ સાડા સાત વાગ્યે શરૂ થઈ હતી.
પ્રતતિભા સિંહ અને સુખવિંદર સુખુના સમર્થકો વચ્ચે ઝપાઝપી
પ્રતિભા સમર્થકો શિમલા કોંગ્રેસ કાર્યાલયની બહાર ઉમટી પડ્યા હતા. તેઓએ કોંગ્રેસ કાર્યાલયને ઘેરી લીધું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ઓબ્ઝર્વર અને છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ત્યારે પ્રતિભા સિંહના સમર્થકો તેમની કાર પર ચઢી ગયા હતા. તેમણે પ્રતિભાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. સમર્થકો પ્રતિભાને CM બનાવવાની માંગ કરી રહ્યા છે.
તો, મુખ્યમંત્રી પદના અન્ય મોટા દાવેદાર સુખવિંદર સુખુ પણ લાંબી રાહ જોયા પછી પાર્ટી કાર્યાલય પહોંચ્યા છે. તેઓ આવતાની સાથે જ સમર્થકોએ તેમને ખભા પર ઊંચકીને ઓફિસની અંદર લઈ ગયા. આ દરમિયાન સુખુ અને પ્રતિભા સિંહના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. સમર્થકોને સંભાળવા માટે વધારાના સુરક્ષા દળોને બોલાવવામાં આવ્યા છે.
ઓબ્ઝર્વર રાજ્યપાલને મળ્યા, સ્થાનિક નેતાઓને સાથે ના લઈ ગયા
રાજ્યના 6 નેતાઓ મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા છે. દરમિયાન, નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે હિમાચલના પ્રભારી રાજીવ શુક્લા, છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ અને હરિયાણાના પૂર્વ CM ભૂપિન્દર સિંહ હુડ્ડા સરકાર બનાવવાનો દાવો કરવા રાજભવન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે રાજ્યનો એક પણ નેતા હાજર નહોતો.
તો પ્રદેશ પ્રમુખ પ્રતિભા સિંહે રાજભવનમાં રાજ્યના નેતાઓની ગેરહાજરી અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું હતું કે હાલમાં કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવવા માટે રાજ્યપાલને ઔપચારિક રીતે પોતાનો દાવો રજૂ કર્યો નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડે મોકલવામાં આવેલા કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓ રાજ્યપાલને કેમ મળ્યા? તેમણે રાજ્યપાલને કયો પત્ર સોંપ્યો?
તો પ્રતિભા સિંહના કહેવા પ્રમાણે, કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓએ રાજ્યપાલને શું પત્ર આપ્યો તેની તેમને ખબર નથી. તેમની માહિતી મુજબ, હવે ભૂપેશ બઘેલ, ભૂપિન્દર સિંહ હુડ્ડા અને રાજીવ શુક્લા ધારાસભ્યો સાથે બેઠક કરશે અને તેમનો અભિપ્રાય લેશે અને પછી પાર્ટી હાઈકમાન્ડને જાણ કરશે. હાઈકમાન્ડની સૂચના પછી જ પાર્ટી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
18 ધારાસભ્યો સાથે સુખુ ગુમ, મોબાઈલ સ્વીચ ઓફ
CM પદના બીજા પ્રબળ દાવેદાર, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ સાંજે 4:30 વાગ્યા સુધી શિમલા પહોંચ્યા નહોતા. 18 ધારાસભ્યો પણ તેમની સાથે છે. સુખવિંદર સિંહ સુખુનો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. બપોરે 3 વાગે શિમલામાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી, તેના પછી સાંજે 6 વાગે કરવામાં આવી હતી. જે હજુ સુધી શરૂ થઈ નથી.
હિમાચલમાં કોંગ્રેસના CM ફેસને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. અત્યારસુધી હિમાચલ પ્રદેશ કોંગ્રેસ- અધ્યક્ષ પ્રતિભા સિંહ અને પ્રચાર સમિતિના પ્રમુખ સુખવિંદર સુખુ સૌથી આગળ હતાં. હવે મુકેશ અગ્નિહોત્રી, રાજેન્દ્ર રાણા ઠાકુર, ચંદ્ર કુમાર અને ધનીરામ શાંડિલ પણ રેસમાં ઊતર્યા છે.
CM ફેસને લઈને આજે અંતિમ નિર્ણય શિમલા સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં લેવામાં આવશે. બપોર પછી ધારાસભ્ય દળની બેઠક શરૂ થશે. આ માટે કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લા, ઓબ્ઝર્વર ભૂપેશ બઘેલ અને ભૂપેન્દ્ર હુડ્ડા શિમલા પહોંચી રહ્યા છે. બીજી તરફ, વિવાદની આશંકાથી પ્રિયંકા ગાંધીએ પહેલા જ દાવેદારોની યાદી માગી હતી. તેમણે 8 મુદ્દામાં માહિતી માગી હતી. જોકે આ મુદ્દાઓ વિશે વધુ માહિતી મળી શકી નથી.
પ્રતિભાની આગેવાનીમાં પાર્ટી બહુમતથી જીતી
પ્રતિભા સિંહ હિમાચલ કોંગ્રેસની અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનાં પત્ની છે. તેમની આગેવાનીમાં પાર્ટી બહુમતથી જીતી છે. હાલ તેઓ મંડી વિધાનસભા ક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયાં છે. ખાસ વાત એ છે કે મંડી એ ભાજપના સીએમ રહેલા જયરામ ઠાકુરનો ગૃહ વિસ્તાર છે.
સુખવિંદરના હાઇકમાન સાથે સારા સંબંધો છે
સુખવિંદર વિદ્યાર્થી હતા ત્યારથી જ કોંગ્રેસ સાથે જોડાયા છે. તેઓ કોંગ્રેસની સ્ટુડન્ટ વિંગ NSUIના પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા. યુવા કોંગ્રેસ-અધ્યક્ષ પણ રહ્યા. ત્યાર પછી સૌથી લાંબા સમય માટે પ્રદેશ કોંગ્રેસ રહેનાર પણ નેતા છે.
રેસમાં સામેલ બાકીના નેતાઓ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.