તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Multiplex Will Open After 7 Months; Only Half The Seats Will Be Booked, Not The Same Time For A Show To Start And End

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી અનલોક-5:7 મહિના પછી ખૂલ્યા મલ્ટિપ્લેક્સ; ફિલ્મ જોવાનો અંદાજ બદલાશે, એક શો શરૂ થવાનો અને પૂરો થવાનો એક જ સમય નહીં હોય

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અનલોક-5 આજથી લાગુ થશે. દેશમાં છૂટનો વ્યાપ વધી રહ્યો છે. હવે એમાં કન્ટેન્મેન્ટ ઝોનની બહાર સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, એન્ટરટેનમેન્ટ પાર્ક, સ્વિમિંગ પૂલ સામેલ થયાં છે. અનલોક-5 માટે ગાઈડલાઈન્સ 30 સપ્ટેમ્બરે જારી કરાઈ હતી.

જાણો, શું-શું કઈ રીતે ખૂલવા જઈ રહ્યું છે.

1. મલ્ટિપ્લેક્સ
સરકારે સીટિંગ એરેન્જમેન્ટમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગની સાથે મલ્ટિપ્લેક્સ અને સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશ, દિલ્હી, ચંડીગઢ, ઉત્તરપ્રદેશ અને બંગાળમાં 7 મહિના પછી મલ્ટિપ્લેક્સ ખૂલવા જઈ રહ્યાં છે, જ્યારે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વોત્તરનાં રાજ્યોએ મલ્ટિપ્લેક્સ નહીં ખોલવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં 17 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ ખૂલી શકે છે. ગોવા સરકારે સિનેમા હોલ ખોલવાની અનુમતિ આપી દીધી છે, પણ થિયેટરમાલિકોએ કહ્યું હતું કે નવી ફિલ્મો નહીં હોવાને કારણે એમ નહીં કરીએ. બે ઈન્ફોગ્રાફિક્સમાં 6 સવાલો દ્વારા સમજીએ કેવી રીતે અનલોક થશે મલ્ટિપ્લેક્સ...

2. એન્ટરટેઇનમેન્ટ પાર્ક
અનલોક-5 અંતર્ગત આજથી એન્ટરટેઇનમેન્ટ પાર્ક પણ ખૂલી શકશે. ગાઈડલાઈન્સ કહે છે કે પાર્ક ખોલતાં પહેલાં અને બંધ કર્યા પછી ક્લિનિંગ અને સેનિટાઈઝેશન જરૂરી રહેશે. એ ઉપરાંત વચ્ચે જ્યારે પણ સમય મળે ત્યારે પણ આમ કરવાનું રહેશે. યુઝ કરાયેલાં માસ્ક અને ફેસ કવર માટે અલગથી ડસ્ટબિન હોવી જોઈએ. આ પાર્કોમાં સ્વિમિંગ પૂલ હજુ બંધ જ રહેશે.

વોટર પાર્કમાં પાણીની સતત સફાઈનું ધ્યાન રાખવાનું રહેશે. પાર્કોની બહાર અને અંદર લાઈન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે પૂરતી સંખ્યામાં સુરક્ષાકર્મી તહેનાત કરવા જોઈશે. ક્રાઉડ મેનેજમેન્ટનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ટિકિટબારીઓ પૂરતી સંખ્યામાં હોય અને ઓનલાઈન બુકિંગ વધારવામાં આવે.

3. સ્વિમિંગ પૂલ
સ્વિમિંગ પૂલ પણ આજથી ખૂલી શકશે. આના માટે જારી કરાયેલી એસઓપી અનુસાર, ઓલિમ્પિકમાં ઉપયોગમાં લેવાનારા પૂલની સાઈઝ જેટલા સ્વિમિંગ પૂલમાં એક સમયે વધુમાં વધુ 20 સ્વિમર ટ્રેનિંગ લઈ શકે છે. જોકે સ્વિમરે એના માટે એક ડિક્લેરેશન પર સાઈન કરીને આપવાનું રહેશે. રેસિડેન્શિયલ તરવૈયા માટે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ સબમિટ કરવો જરૂરી છે.

4 સ્કૂલ
કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે તેઓ 15 ઓક્ટોબરથી અલગ અલગ ક્લાસનાં બાળકો માટે સ્કૂલ ખોલવા અંગે નિર્ણય લઈ શકશે. આ માટે તેઓ તારીખ નક્કી કરશે અને પોતાની અલગ એસઓપી બનાવી શકશે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત મોટા ભાગનાં રાજ્યોએ હજુ સ્કૂલો બંધ રાખવાનો જ નિર્ણય લીધો છે. જ્યારે પંજાબમાં આજથી ધો. 9થી 12નાં બાળકો માટે સ્કૂલ ખૂલશે. ઉત્તરપ્રદેશમાં 19 ઓક્ટોબરથી સ્કૂલ ખૂલી જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો