બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના કટરા પોલીસ સ્ટેશનમાં આવતા એક ગામના નરાધમ પિતાએ પોતાની 12 વર્ષની દીકરી સાથે રેપ કર્યો. એટલું જ નહીં, એનો તેને કોઈ અફસોસ પણ નથી. જ્યારે તેની પત્નીએ વિરોધ કર્યો અને તેને સવાલ પૂછ્યા તો નરાધમે પોતાના હલકા વિચારો જણાવ્યા. આ સાંભળીને તેની પત્નીને પણ આંખે અંધારા આવી ગયા.
મહિલાએ જણાવ્યું કે તેનો પતિ આંખોથી દિવ્યાંગ છે, પરંતુ તેની હરકત નરાધમો જેવી છે. તે બીજા લગ્ન કરવા માગતો હતો. તેથી હંમેશાં તેની સાથે ઝઘડા કરતો હતો. તે પોતાનાં બાળકો સાથે ઘર છોડીને જતી રહે. નરાધમ તેની સાથે અને તેનાં બાળકો સાથે મારપીટ પણ કરતો હતો, પરંતુ તેને બધું સહન કર્યું અને તે પોતાનું ઘર છોડીને ન ગઈ. જ્યારે તેને જોયું કે તે પોતાના ગંદા ઈરાદાઓમાં સફળ નથી થઈ રહ્યો ત્યારે તેને પોતાની 12 વર્ષની માસૂમ દીકરીને જ પીંખી નાખી.
બાળકીની ફરિયાદ પર મહિલાએ પોલીસ સ્ટેશનમાં FIR કરાવી. એ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ મોકલી દીધો. બાળકીના મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
આ હતી ઘટના
મહિલાએ જણાવ્યું કે તેને છ બાળકો છે. ઘટના 6 મેની છે. એ સમયે ઘરમાં કોઈ ન હતું. બધા લોકો આજુબાજુ ગયા હતા તો કેટલાક ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ વાતનો આરોપીએ ફાયદો ઉઠાવ્યો. બાળકીને પાણી આપવાના બહાને બોલાવી, એ બાદ તેનો રેપ કર્યો. દીકરીને ખૂબ ડરાવી-ધમકાવી. જ્યારે તે ઘરે પરત ફરી તો દીકરી કંઈ જ બોલતી ન હતી અને ગુમસૂમ રહેવા લાગી. રવિવારે જ્યારે મહિલાએ તેને પૂછ્યું તો તેને તેના પિતાના કુકૃત્યની જાણ કરી. એ બાદ તે પોલીસ સ્ટેશને પહોંચી અને પોતાના પતિ વિરુદ્ધ FIR નોંધાવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.