• Gujarati News
  • National
  • The Mother Said She Had Never Seen Him Study, But She Always Gave The Correct Answer Whenever Asked

ભારતની દીકરીની વિદેશમાં સિદ્ધિ:ડો.છવિ જૈને એન્જિનિયરિંગ અધૂરું મૂકીને મેડિકલનો અભ્યાસ કર્યો; હવે બ્રેસ્ટ કેન્સરની વેક્સિન વિકસાવી

અજમેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. છવિ અમેરિકન કેન્સર સોસાયટીની મહિલા રિસર્ચર એમ્બેસેડર પણ છે

અમેરિકામાં બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે વેક્સિન તૈયાર કરનારી ટીમમાં અજમેરની પુત્રી ડો. છવિ જૈન પણ સામેલ હતી. પ્રાણીઓ પર આ વેક્સિનના સફળ ટ્રાયલ બાદ હવે મહિલાઓ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. આનાથી અસાધ્ય બ્રેસ્ટ કેન્સરના ઈલાજની આશા જાગી છે. છવિની વાર્તા અનોખી છે.

છવિનાં માતાનું કહેવું છે કે દીકરીને ક્યારેય ભણતી જોઈ નથી, પરંતુ જ્યારે પણ સવાલ પૂછ્યો, ત્યારે તેણે સાચો જવાબ આપ્યો હતો. અમને પણ નવાઈ લાગી. છવિ પોતે કહે છે કે મેં લાંબા સમય સુધી ક્યારેય અભ્યાસ કર્યો નથી,પરંતુ શીખવાની શક્તિ સારી હતી. અમેરિકામાં રહેતી અજમેરની આ દીકરીની સક્સેસ સ્ટોરી તેના જ શબ્દોમાં...

અજમેરની જવાહર લાલ નહેરુ હોસ્પિટલમાં બાલ રોગના નિષ્ણાંત ડો. સંજીવ જૈન મારા પિતા છે. મારા માતા ડો. નીના જૈન પણ એ જ હોસ્પિટલમાં ડોકટર છે. તેઓ એનેસ્થેસિયા વિભાગમાં સીનિયર પ્રોફેસર છે અને HOD પણ હતા. મેં મારો પ્રારંભિક અભ્યાસ સોફિયા એન્ડ મયુર સ્કૂલમાં કર્યો હતો. આ પછી પુણેથી ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોઇન્ફોર્મેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીમાં એમ.ટેક અને સ્વિટ્ઝર્લેન્ડમાંથી સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલીજી (EPFL) યુનિવર્સિટીમાંથી PhD કરી છે.

જો કે હું અમેરિકાના લર્નર ઇન્સ્ટીટ્યુટ ક્લીવલેન્ડ ક્લિનિકમાં છું. અહીં હું ડો. થોમસ બડ અને ડો. વિન્સેન્ટ ટુહીના રિસર્ચ પર આધારિત કેન્સરની વેક્સિનની ટ્રાયલ ટીમમાં સામેલ છું. હાલમાં તે અમેરિકન કેન્સર સોસાયટીની મહિલા રિસર્ચર એમ્બેસેડર પણ છે.

લર્નિંગ પાવર સારો છે
લર્નિંગ પાવર સારો હતો. માત્ર એક વાર વાંચવાથી કંઈપણ સારી રીતે યાદ રહી શકે છે. મારી નાની બહેન ઘણો અભ્યાસ કરતી. મારા માતા-પિતાએ મારી સરખામણી તેની સાથે કરી હશે. હું પણ ભણતી હતી, પણ તેના જેટલું નહીં. આનું એકમાત્ર કારણ એ હતું કે મને એક જગ્યાએ લાંબો સમય બેસીને અભ્યાસ કરવાનું ગમતું ન હતું.

2016માં છવિના લગ્ન જબલપુરમાં થયા હતા. છવિના પતિ ડો. પ્રાંતેશ જૈન પણ અમેરિકામાં આસિસ્ટન્ટ પ્રોફેસર (ઓન્કોલોજી) છે. તેમના પુત્રનું નામ અબીર છે.
2016માં છવિના લગ્ન જબલપુરમાં થયા હતા. છવિના પતિ ડો. પ્રાંતેશ જૈન પણ અમેરિકામાં આસિસ્ટન્ટ પ્રોફેસર (ઓન્કોલોજી) છે. તેમના પુત્રનું નામ અબીર છે.

પહેલાં એન્જિનિયર બનવા માગતી હતી
છવિ કહે છે કે મારો કઝીન એન્જિનિયર હતો અને હું પણ એન્જિનિયર બનવા માંગતી હતી. મયુર સ્કૂલમાં 11માં ધોરણમાં મેથ્સ સબજેક્ટ લીધો હતો. થોડા દિવસો પછી બાયો (સાયન્સ) ભણવાની ઈચ્છા થઈ, પછી એક દિવસ સ્કૂલ મેનેજમેન્ટની પરવાનગી લીધી અને Bioના વર્ગમાં હાજરી આપી. તે મને સારૂ લાગ્યું અને વિષયમાં રસ પણ વધ્યો. પછી વિનંતી કરી અને ગણિત સાથે બાયો પણ લીધું. રજાઓમાં એન્જિનિયરિંગ કોચિંગ શરૂ કર્યું, પરંતુ થોડા જ દિવસોમાં મારો વિચાર બદલાઈ ગયો.

મેડિકલ કોચિંગમાં જોડાયા. એ વખતે પણ MBBS કરીને ફિઝિશિયન બનવાની ઈચ્છા હતી. પાછળથી પપ્પા-મમ્મીએ મને સેલ અને જીન થેરાપીમાં રિસર્ચ કરવા અને આ ક્ષેત્રમાં આવવા પ્રોત્સાહિત કરી હતી. આજે હું જે કંઈ છું તે માતા-પિતાની પ્રેરણાનું પરિણામ છે.

ડ્રગ્સ સેકટરમાં કંઈક નવું કરવાની ઈચ્છા
આજ-કાલ નવી નવી બીમારીઓ આવી રહી છે. એવામાં ફાર્મા સેકટરમાં કંઈક નવું કરવાની ઈચ્છા છે. જો કે ભારત આવવાનું મન નથી અને એવી સ્થિતિ પણ નથી. ભવિષ્યમાં જરૂરથી વિચારીશ કે ભારત આવીને કંઈક કરીશ.

એવોર્ડ પણ પોતાને નામે કર્યા
મારા શાનદાર કામ માટે ક્લીવ લેન્ડ ક્લિનિકના ટોચના નેતૃત્વ તરફથી એપ્રિસીએશન એન્ડ એક્સિલેન્સ એવોર્ડ અને એમ્પ્લોય ઓફ ધ ક્વાર્ટર એવોર્ડ આપવામાં આવ્યો છે. કેસવેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી દ્વારા ફેલોશિપ પણ મળી છે. મને ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન તરફથી માનવ પર પ્રથમ સ્ટડીની મંજૂરી મેળવવામાં પણ સફળતા મળી છે.

આ પહેલા બાળપણમાં છવિએ દરેક એક્ટિવિટીમાં સારું પ્રદર્શન કર્યું હતું. શાળા-કોલેજમાં પણ એવોર્ડ મેળવ્યા હતા. હાલમાં તે અમેરિકન કેન્સર સોસાયટીની મહિલા રિસર્ચર એમ્બેસેડર પણ છે.

સ્કૂલ અને ક્લાસમાં હંમેશા ટોપ કરનારી ડો. છવિ જૈન અમેરિકામા સેટલ છે.
સ્કૂલ અને ક્લાસમાં હંમેશા ટોપ કરનારી ડો. છવિ જૈન અમેરિકામા સેટલ છે.

શરૂઆતથી જ ભણવામાં હોશિયાર, પરંતુ ક્યારેય ભણતી નથી જોઈ
ડો. છવિ જૈનની માતા નીના જૈને જણાવ્યું કે દીકરી ભણવામાં ભાગ્યે જ જોવા મળતી, પણ હોશિયાર હતી. તેમણે જણાવ્યું કે જ્યારે પણ તે છવી સાથે તેના અભ્યાસ માટે વાત કરતી ત્યારે તે કહેતી કે મને કંઈપણ પૂછો. જ્યારે તેને પૂછવામાં આવતું ત્યારે તે દરેક પ્રશ્નનો સાચો જવાબ આપતી હતી.

નીનાએ વધુમાં જણાવ્યુ કે છવિ સ્કૂલ અને ક્લાસમાં હંમેશા ટોપર રહી છે. પરંતુ અમને પણ નવાઈ છે કે તે ભણતી ક્યારે હતી. આ બાબતે તેણે પુછવામાં આવતા તેનું કહેવું છે કે તે સ્કૂલમાં ભણાવતા દરમિયાન ધ્યાનથી ભણતી હતી. બધું જ તેણે એક જ વખતમાં યાદ રહી જતું હતું.

ડો. છવિ જૈનના પિતા ડો. સંજીવ જૈન અજમેરની જવાહર લાલા નહેરુ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત છે. માતા ડો. નીના જૈન ડૉ. નીના જૈન એનેસ્થેસિયા વિભાગમાં સીનિયર પ્રોફેસર અને પૂર્વ HOD છે.
ડો. છવિ જૈનના પિતા ડો. સંજીવ જૈન અજમેરની જવાહર લાલા નહેરુ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત છે. માતા ડો. નીના જૈન ડૉ. નીના જૈન એનેસ્થેસિયા વિભાગમાં સીનિયર પ્રોફેસર અને પૂર્વ HOD છે.

PhD દરમિયાન લેબ પણ બદલી
ડો. નીના જૈન જણાવે છે કે છવિ 2010માં PhD કરવા માટે સ્વિટઝરલેન્ડ ગઈ હતી. ત્યારબાદ 2016માં તેના લગ્ન જબલપુરમાં થયા હતા. છવિના પતિ ડો. પ્રાંતેશ જૈન પણ અમેરિકામાં ડોક્ટર છે. ત્યારબાદ છવિ પણ ત્યાં જ સેટલ છે. સ્વિટઝરલેન્ડમાં PhD દરમિયાન તેણે લેબ પણ બદલી હતી. માનવમાં આવતું હતું કે બીજી લેબ મળવી મુશ્કેલ છે, પરંતુ તેની મહેનત અને અભ્યાસને જોતાં બીજી સારી લેબ તેને મળી ગઈ હતી.

આડઅસરોની તપાસ કરીશું
વેક્સિનની પ્રાણીઓ પર સફળ ટ્રાયલ બાદ હવે માનવ પર તેની ટ્રાયલ કરવામાં આવી રહી છે. ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ તબક્કામાં, 18-24 વર્ષની બે મહિલાઓને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરથી અસર થઈ હતી તેને અઠવાડિયાના અંતરાલ સાથે ત્રણ ડોઝ આપવામાં આવશે. આ વેક્સિન આલ્ફા-લેક્ટલબ્યુમિન નામના બ્રેસ્ટ કેન્સર પ્રોટીન પર હુમલો કરે છે.

ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરના 70% કેસમાં આ પ્રોટીન બનાવે છે. આ ટીમ મહિલાઓ પર વેક્સિનની આડઅસરોને જોશે કે તેઓમાં કેન્સર સામે કોઈ રોગપ્રતિકારક શક્તિ બની છે કે કેમ.

પોતાના પરિવાર સાથે ડો. છવિ જૈન.
પોતાના પરિવાર સાથે ડો. છવિ જૈન.

અત્યાર સુધીમાં કોઈ અસરકારક સારવાર નથી
ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની આશંકા ભારતીય મહિલાઓમાં વધુ છે. તેનું મુખ્ય કારણ જળવાયુ, જીવનશૈલી, સ્થૂળતા, કુપોષણ અને આનુવંશિક ફેરફારો છે. આ માટે હજુ સુધી કોઈ અસરકારક સારવાર નથી. છવિની માતા કહે છે કે બ્રેસ્ટ કેન્સર તો સામાન્ય છે, પરંતુ જે ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર છે, તેના કેસ ભારતમાં પણ ઘણા છે.

અન્ય સમાચારો પણ છે...