તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Mother in law Ran The Water Over The Burning Coals, Feeding The Son Something Suspected Of Taming.

મધ્યપ્રદેશ:સાસુએ વહુને ધગધગતા કોલસા પર ચલાવી, દીકરાને કંઈક ખવડાવીને વશમાં કર્યાની શંકા હતી

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશના છિંદવાડાની શૉકિંગ ઘટના સામે આવી છે. અહીં એક સાસુએ તેના દીકરાની વહુને ધગધગતા કોલસા પર ચલાવી હતી. સાસુને શંકા હતી કે, તેની વહુએ તેના પતિને કંઈક ખવડાવીને પોતાના વશમાં કરી લીધો છે. છેલ્લાં કેટલાક સમયથી ઘરમાં વિવાદ ચાલી રહ્યો હતો. આ પછી મોહરમનાં દિવસે સુંનદા નામની મહિલાને ધગધગતાં કોલસા પર ચલાવી હતી. જેનો વીડિયો ત્યાં હાજર લોકોએ તેમના મોબાઇલમાં કેદ કર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...