તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In Rajasthan, A Mother Along With Her Son in law Killed Her Son For Rs 3 Lakh Because He Was Beating Her.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનની બની હત્યારી:રાજસ્થાનમાં માતાએ જમાઈની સાથે મળીને 3 લાખમાં પુત્રની હત્યા કરાવી નાખી, કારણ કે તે મારપીટ કરતો હતો

ભરતપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
55 વર્ષની માતા ગીતા લુહાર(જમણે)એ જમાઈ વિપિનની સાથે મળીને 22 વર્ષના જિતેન્દ્ર(ડાબે)ની હત્યા કરાવી દીધી. - Divya Bhaskar
55 વર્ષની માતા ગીતા લુહાર(જમણે)એ જમાઈ વિપિનની સાથે મળીને 22 વર્ષના જિતેન્દ્ર(ડાબે)ની હત્યા કરાવી દીધી.
  • પુત્રની પત્ની જ્યોતિને જ્યારે અઢી મહિનાની પ્રેગનન્સી હતી, ત્યારે સાસુએ ગર્ભપાત કરાવી નાખ્યો

માતાની મમતાના કિસ્સાઓ તો તમે બહુ સાંભળ્યા હશે, જોકે આ મામલો માતાની નફરતનો છે. પુત્રની મારઝૂડથી કંટાળીને 55 વર્ષીય મા ગીતા લુહારે જમાઈ વિપિનની સાથે મળીને 3 લાખ રૂપિયાની સોપારી આપીને 22 વર્ષના પુત્ર જિતેન્દ્રની હત્યા કરાવી દીધી. છવિરામ ગેંગના શાર્પ શૂટર મહેન્દ્ર ઠાકુરે 20 માર્ચે રાતે લગભગ 8 વાગ્યે ગોળી મારીને તેની હત્યા કરી દીધી.

21 માર્ચની સવારે કોલીપુર ગામની પાસે જિતેન્દ્રના ઘરથી લગભગ બે કિમી દૂર એક ખેતરમાં ગ્રામીણોને તેનું શબ પડેલું મળ્યું. પોલીસે CCTV ફૂટેજના આધારે શાર્પ શૂટરની ધરપકડ કરી. તેણે હત્યાનું રહસ્ય ખોલી નાખ્યું. એ પછી માતા, જમાઈ અને શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી.

વહુ અઢી મહિનાની ગર્ભવતી હતી, ત્યારે સાસુએ એનો ગર્ભપાત કરાવી નાખ્યો
તપાસ અધિકારી રામનાથ સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ગીતા લુહારની બે પુત્રી છે. તેમના બે સગા ભાઈઓ વિપિન અને સુનીલ સાથે લગ્ન થઈ ચૂક્યા છે. જિતેન્દ્ર ઉર્ફે ટલ્લડ ગીતાનો એકમાત્ર છોકરો હતો. તે દારૂ પીવાની આદત ધરાવતો હતો અને માતા સાથે મારપીટ કરતો હતો. ગીતા તેનાથી કંટાળી ગઈ હતી. ગીતાની પાસે 50 લાખ રૂપિયાની સંપત્તિ છે, તેને તે પોતાની પુત્રીઓને આપવા માગતી હતી.

જિતેન્દ્ર બંને બહેનોને નફરત કરતો હતો અને માતા દ્વારા પુત્રીઓને પૈસા વગેરેની મદદ કરવા પર તે કકળાટ કરતો હતો. આ વાતને લઈને તેણે જમાઈ વિપિનની સાથે ષડયંત્ર રચીને પુત્રની હત્યા કરી દીધી. એટલું જ નહિ, જિતેન્દ્રના 9 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. તેની પત્ની જ્યોતિને જ્યારે અઢી મહિનાની પ્રેગનન્સી હતી, ત્યારે સાસુએ ગર્ભપાત કરાવી દીધો, જેથી કોઈ નવો વારસ ન આવે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો