તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Mood Of The Season Will Change In 24 Hours; It Will Rain And Get Cold In Haryana, Delhi And UP Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન વિભાગની આગાહી:24 કલાકમાં મોસમ મિજાજ બદલશે; આજે હરિયાણા, દિલ્હી અને યુપીમાં વરસાદ થશે, ઠંડી વધશે

નવી દિલ્હી5 મહિનો પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દિવાળીના તહેવારમાં હવામાન વિલન બને તેવી શક્યતા છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં મોસમનો મિજાજ પલટાઈ શકે છે. દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા છે. હવામાન ખાતાના અહેવાલમાં જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે. આ વરસાદને પગલે ઠંડીમાં પણ ભારે વધારો થવાની શક્યતા છે.

હળવો વરસાદ થશે તો પ્રદૂષણ વધશે
રવિવારે દેશના કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે છે અને મોસમનો મિજાજ 24 કલાકમાં બદલાઈ જવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો હળવો વરસાદ રહેશે તો વાયુ પ્રદૂષણમાં વધારો થવાનું જોખમ રહેલું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ લેવલ હજુ પણ ખતરનાક તબક્કામાં યથાવત રહ્યું છે અને દિવાળીના તહેવારમાં પણ લોકોની ભારે કસોટી થઈ રહી છે અને હવે હવામાં ફરી જશે અને હળવા વરસાદથી ઉત્તરપ્રદેશ હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન સંપૂર્ણ રીતે બદલાઈ જવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટોઃ હવામાન ખાતાના અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે હવામાનમાં પલટો આવી શકે છે. આમ પણ છેલ્લા બે દિવસમાં યુપી બિહાર સહિતનાં કેટલાંક રાજ્યોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો