તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Monsoon Is Expected To Reach The Coast Of Kerala On June 1, With A Delay Of 4 Days Earlier.

હવામાન વિભાગ:ચોમાસુ 1લી જૂને કેરળના સમુદ્ર કિનારે આવી પહોંચશે, તેને આગળ વધવા સાનુકૂળ સ્થિતિ છે, અગાઉ 4 દિવસ વિલંબ થવાની આગાહી કરાઈ હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવામાન વિભાગે કહ્યું હતું કે ચોમાસુ સરેરાશ રહેશે, 96 થી 100 ટકા વરસાદ સામાન્ય ચોમાસુ માનવામાં આવે છે
  • ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે ચોમાસુ ખૂબ જ મહત્વનું છે, અર્થતંત્રનો મોટો હિસ્સો ખેતી પર આધારિત છે

ચોમાસુ આ વખતે નિયત સમય એટલે કે 1લી જૂનના રોજ કેરળ આવી પહોંચશે. હવામાન વિભાગે ગુરુવારે આ અંગે પૂર્વાનુમાનમાં કેટલાક ફેરફાર કર્યા છે.  IMDનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિ ચોમાસાના આગમાન માટે બિલકુલ અનુકૂળ છે. જોકે, અગાઉ 5 જૂનના રોજ ચોમાસુ કેરળ પહોંચે તેવી વાત કહેવામાં આવી હતી. નવા ઘટનાક્રમને પગલે હવે તે 4 દિવસ પહેલા જ આવી જશે. મોસમ વિભાગે એપ્રિલમાં કહ્યું હતું કે આ વખતે  ચોમાસુ સરેરાશ રહેશે. વિભાગના જણાવ્યા પ્રમાણ 96 થી 100 ટકા વરસાદ સામાન્ય ચોમાસુ માનવામાં આવે છે.ગયા વર્ષે  તે આઠ દિવસ મોડુ એટલે કે 8 જૂનના રોજ કેરળના સમુદ્ર કિનારે પહોંચ્યુ હતું. ભારતમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં વરસાદ થાય છે.

અડધો અડધથી વધારે ખેતીમાં સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર

ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે ચોમાસુ ખૂબ જ જરૂરી છે. અર્થતંત્રનો મોટો હિસ્સો કૃષિ આધારિત છે. દેશમાં અડધો અડધથી વધારે ખેતી સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે. ચોખા, મકાઈ, શેરડી, કપાસ અને સોયાબીન જેવા પાકો માટે વરસાદ ખૂબ જ જરૂરી છે.

કોરોના મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન લાગુ છે. તેને લીધે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા વર્તમાન સમયમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે.

બે તબક્કામાં જારી થશે અનુમાન

પ્રત્યેક વર્ષ હવામાન વિભાગ દીર્ઘકાલિન અનુમાન બે તબક્કામાં જારી કરે છે. પહેલું અનુમાન એપ્રિલ મહિનામાં તો બીજુ અનુમાન જૂન મહિનામાં જારી કરે છે. આ માટે સ્ટેટીસ્ટીકલ એન્સેબલ ફોરકાસ્ટીંગ સિસ્ટમ અને ઓશન એટમોસ્ફિરીક મોડલ્સની મદદ લેવામાં આવે છે. વર્ષ 1961થી 2010 દરમિયાન દેશભરમાં પ્રત્યેક વર્ષ સરેરાશ 88 સેમી વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...