• Gujarati News
  • National
  • The Monks Said That If A Handful Of Farmers Could Sway The Government Then Why Not Take Up Arms.

દિલ્હીમાં નવા આંદોલનની તૈયારી:સાધુ-સંતોએ કહ્યું-મુઠ્ઠીભર ખેડૂતો સરકારને ઝુકાવી શકે છે તો અમે શા માટે નહીં, શસ્ત્ર પણ ઉઠાવશું

16 દિવસ પહેલા

રાજધાની દિલ્હી હજુ ખેડૂત આંદોલનથી મુક્ત થઈ નથી ત્યા હવે સાધુ-સંતોએ સરકારને રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. રવિવારે દેશના અનેક ભાગોમાંથી સાધુ-સંત દક્ષિણી દિલ્હીના કાળકાજી મંદિરમાં એકત્રિત થયા હતા અને મઠ-મંદિર મુક્તિ આંદોલનની શરૂઆત કરી. સંતોએ કહ્યું કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને શાંતિથી મનાવશું, જો તેઓ નહીં માને તો 'શસ્ત્ર'પણ ઉપાડશું. મંચ પરથી અનેક અખાડા, આશ્રમો અને મઠોના સાધુ-સંતોએ આક્રમક વલણ દેખાડ્યું છે. આ સમય દરમિયાન ખેડૂત આંદોલનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

મોટાભાગના સાધુ-સંતોનું કહેવું હતું કે જ્યારે મુઠ્ઠીભર ખેડૂત દિલ્હીના કેટલાક માર્ગોને જામ કરી બેસી ગયા તો સરકારે ઝુકવું પડ્યું, તો પછી સાધુ-સંતોથી વિશેષ અડગ કોણ હશે. જરૂર પડશે તો માર્ગો પર સાધુ-સંતો પણ આંદોલન કરશે. એટલે કે દિલ્હી માટે સંદેશ સ્પષ્ટ છે-વધુ એક મોટું આંદોલન કરવા માટે તૈયાર રહો. ધર્મ અને આસ્થા સાથે જોડાયેલ હોવાથી આ આંદોલન જેટલું મહત્વનું છે તેનાથી પણ વધારે મહત્વ તેના આયોજનની જવાબદારી લેનારા 'મહંત'ના પરિચયનો છે.

હકીકતમાં આ આંદોલનની તૈયારી માટે આયોજીક આ કાર્યક્રમ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા યોજવામાં આવ્યો હતો. સમિતિના અધ્યક્ષ મહંત સુરેન્દ્ર નાથ અવધૂત છે. સુરેન્દ્ર નાથ અન્ય એક વૈશ્વિક હિંદુ સંસ્થા વિશ્વ હિંદુ મહાસંઘના રાષ્ટ્રીય વચગાળાના અધ્યક્ષ પણ છે. આ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે-UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ.

જોકે આ કાર્યક્રમના આયોજનમાં મહાસંઘના બેનરનો ઉપયોગ ક્યારેય થયો નથી, જોકે ત્યાં રહેલા કેટલાક સાધુ-સંતોએ નામ નહીં લખવાની શરતે કહ્યું કે અમારું આંદોલન સફળ થશે, અમે એક યોગીના આશિર્વાદ પ્રાપ્ત છે.

આંદોલન અંગે વાતચીત કરતા અન્ય એક સંતે કહ્યું કે જ્યારે આસ્તિક સરકાર સત્તામાં આવી તો રામ મંદિર બન્યું, પણ અમારું આંદોલન રામ મંદિર જેટલું લાંબુ નહીં જાય, કારણ કે હવે સત્તા નાસ્તિકોના હાથમાં નથી. તેમણે કહ્યું કે દેશમાં આગામી ચૂંટણી યોજાય તે અગાઉ અમે એક વ્યાપક આંદોલન ઉભુ કરશું. જેથી ફરી વખત સરકાર બને તે અગાઉ પ્રથમ મઠ-મંદિરને સરકારના કબજામાંથી મુક્ત કરાવવાનો કાયદો બની શકે.

ભારતીય અખાડા પરિષદના મહામંત્રી રાજેન્દ્ર દાસે કહ્યું- અમે આ આંદોલનમાં તન-મન-ધનથી સાથે છીએ. અમે જે અધ્યયન કર્યું છે, તેમા સૌથી વદારે દયનિય સ્થિતિ તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કેરળની છે. તેમણે કહ્યું-શાસ્ત્રોમાં લખ્યું છે કે જો દેવધન રાજકોષમાં જશે તો કોષ ક્યારેય ભરાશે નહીં.

ઉત્તરાખંડના દેવસ્થાનમ બોર્ડનો ઉલ્લેખ
મહામંત્રી રાજેન્દ્ર દાસે કહ્યું કે અન્ય દેશોમાં ધાર્મિક સ્થળો માટે રાજ્ય ભંડોળ આપે છે, જ્યારે આપણે ત્યાં રાજ્ય દેવસ્થાનો તથા મઠોમાં થતા ચડાવા પર નજર રાખે છે. તેમણે કહ્યું- હું ઉત્તરાખંડમાંથી આવું છું. અહીં 51 મંદિર કબજામાં લેનાર દેવસ્થાનમ બોર્ડને લઈ લડાઈ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ભુતપૂર્વ CM ત્રિવેન્દ્ર સિંહ રાવતના શાસનકાળમાં આ બોર્ડની રચના થઈ હતી. તીરથ સિંહ રાવતે આ બોર્ડને ખતમ કરવાની ખાતરી આપી હતી. વર્તમાન મુખ્યમંત્રી પુષ્કર ધામી આ બાબતને લઈ ચૂપ છે. રાજેન્દ્ર દાસે મંડથી કહ્યું-30 નવેમ્બરના રોજ સરકાર આ કેસમાં પોતાનો ચુકાદો આપશે.

મુસ્લિમ સમુદાય પર પણ
કાર્યક્રમનો રંગ ભગવાથી સાંપ્રદાયિક ત્યારે લાગ્યો કે જ્યારે અહીં ઉપસ્થિત સાધુ-સંતોએ મુસ્લિમ સમુદાયને પણ ચેતવણી આપી. હકીકતમાં બાળ યોગી અલખનાથ ઔઘડ મહામંડલેશ્વરે કહ્યું-હિંદુ ધર્મમાં પુરુષ સાષ્ટાંગ દંડવત કરે છે, જ્યારે મહિલા પાંચાંગ પ્રમાણ. અને તે પણ પાંચાંગ પ્રણામ કરે છે. નિશાન નમાજની મુદ્રા તરફ હતું.

દિલ્હીમાં નવા આંદોલનની તૈયારી
મંચનો રંગ ભગવાથી લઈ દરેક બાજુએ સાંપ્રદાયિક થઈ રહ્યો હતો, આ બાબત સ્પષ્ટ હતી કે વર્ષ 2014માં રામ મંદિરનો મુદ્દો વર્ષ 2019માં જે રીતે ગરમાયો હતો. તેવી જ રીતે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો મોટો થશે. આગામી UP ચૂંટણીમાં આ મુદ્દે રંગ વધુ ઘેરો બની શકે છે. દક્ષિણમાં મંદિર મુક્તિ આંદોલન અગાઉથી જ વિવાદોમાં છે. લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો વધારે જોર પકડશે.