તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

VIDEO કપિરાજની વૃદ્ધા પ્રત્યે લાગણી:પલંગ પર સુતેલા વૃદ્ધાની પાસે જઈને વાંદરો બેસી રહ્યો, પરિવારે કેરી અને બિસ્કિટ આપ્યા તો સામે પણ ન જોયું, લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું

જોધપુર3 મહિનો પહેલા
મહિલાને ભેટ્યા બાદ માથા પર હાથ ફેરવતો વાંદરો

જોધપુરમાં રવિવારે એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાંદરો વૃદ્ધ મહિલાને ભેટતા જોવા મળે છે. વીડિયો જિલ્લાના ફલોદી ક્ષેત્રનો છે. મહિલાનું નામ ભંવરી દેવી છે. વાંદરા દ્વારા મહિલાને ભેટવા અને બાદમાં માથા પર હાથ રાખવાનો વીડિયો જોરદાર શેર થઈ રહ્યો છે.

વૃદ્ધ મહિલા પોતાના રૂમમાં આરામમાં હતા, ત્યારે અચાનક એક વાંદરો આવ્યો અને તેને ભેટી પડ્યો. એટલું જ નહીં માથા પર હાથ રાખ્યો અને આત્મિયતા દેખાડી. તે દરમિયાન જ ઘરમાં હાજર બાળકોએ મોબાઈલથી વીડિયો બનાવ્યો અને જોતજોતમાં જ આ વીડિયો વાયરલ થઈ ગયો. જે બાદ પણ લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી. કોઈએ મહિલા અને વાંદર વચ્ચે પૂર્વજન્મના કોઈ સંબંધ હશે તેમ જણાવ્યું. તો કોઈએ કહ્યું રામદૂત મહિલાની કુશળક્ષેમ પૂછવા આવ્યો હતો.

અડધા કલાકમાં મહિલાની પાસે બેસી રહ્યો વાંદરો, ન કેરી ખાધી કે ન બિસ્કિટ
વાંદરો લગભગ અડધા કલાક સુધી ઘરમાં મહિલાની પાસે જ બેસી રહ્યો. પરિવારના લોકો દ્વારા વાંદરાને કેરી અને બિસ્કિટ ખાવા માટે આપ્યા, પરંતુ વાંદરાએ તે ન ખાધા. પરિવારના લોકોનું કહેવું છે કે તે માત્ર વૃદ્ધ મહિલાને મળવા જ આવ્યો હતો.

વાંદરો પહેલાં વૃદ્ધ મહિલાની ઉપર આવીને બેસી ગયો
વાંદરો પહેલાં વૃદ્ધ મહિલાની ઉપર આવીને બેસી ગયો

ફલોદી નિવાસી વૃદ્ધ મહિલા ભંવરી દેવી જણાવે છે કે જ્યારે વાંદરો તેની ઉપર આવીને બેસી ગયો તો તેને તેનું વજનનો અનુભવ જ ન થયો. તેને કોઈ પણ પ્રકારનો ડર પણ ન લાગ્યો કે ન કોઈ ગભરામણ થઈ. પરંતુ તે તો કપિરાજની હરકતો જ જોતા રહ્યાં. આ વાંદરાને જોઈને તેમને લાગ્યું માનો કે ન માનો પણ આ પૂર્વજન્મનું કોઈ લેણું હશે. કેમકે વાંદરો તેમના ઘરમાં પહેલી જ વખત આવ્યો હતો.

વૃદ્ધાને બે વખત ભેટ્યો
વૃદ્ધાને બે વખત ભેટ્યો

આવા દ્રશ્યો પહેલી વખત જોયા
વૃદ્ધાની પુત્રવધૂ ભારતીએ જણાવ્યું કે ઘરમાં પહેલી વખત વાંદરો આવ્યો, બાળકો તો જોઈને જ ડરી ગયા. માતાના રૂમમાં ગયો અને તેમને ભેટી પડ્યો. એક વખત નહીં પણ બે વખત વાંદરાએ આવું કર્યું. આ જોઈને હું પણ હાથ જોડીને ઊભી રહી ગઈ. આવું દ્રસ્ય તો પહેલી જ વખત જોયું. તેમને જણાવ્યું કે ક્યારેક-ક્યારેક વાંદરો છત પર આવી જતા રહે છે, પરંતુ ઘરમાં પહેલી વખત જ આવ્યો.

માથા પર હાથ મુક્યો
માથા પર હાથ મુક્યો