તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનભરની કમાણીને ઉધઈએ કોરી ખાધી:ઘર બનાવવા મહેનત કરી ભેગા કરેલા પાંચ લાખ રૂપિયાને બેગમાં રાખ્યા, થોડા સમય પછી જોયું તો નોટો કચરો થઈ ગયો, પોલીસ ફરિયાદ પણ થઈ

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘરે રાખેલા આશરે પાંચ લાખ રૂપિયાને ઉધઈએ કોરી ખાતા પૈસા કચરો થઈ ગયા - Divya Bhaskar
ઘરે રાખેલા આશરે પાંચ લાખ રૂપિયાને ઉધઈએ કોરી ખાતા પૈસા કચરો થઈ ગયા

એવું કહેવામાં આવે છે કે જો સખત મહેનત અને ઈમાનદારીથી કામ કર્યાં બાદ પણ જો નસીબ સાથ ન આપે તો લોકોના સપના પૂરા થઈ શકતા નથી. આવી જ એક ઘટના આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં બની, જ્યાં એક કારોબારીએ આલીશાન ઘર બનાવવા માટે ખૂબ જ પૈસા ભેગા કર્યાં, પણ તેના આ પૈસા કચરામાં તબદિલ થઈ ગયા.

કૃષ્ણા જીલ્લાના માઈલવારમમાં બિજલી જમાલય નામનો એક કારોબારી સુઅરોની ખરીદ-વેચાણનું કામ કરતો હતો. આ કારોબારમાં તેને આવક તો થતી હતી પણ તે કોઈ બેંન્કમાં રાખવાને બદલે પોતાના ઘરમાં એક બેગમાં જ રાખતો હતો. તે આ પૈસાથી પોતાના માટે એક સુંદર મકાન તૈયાર કરવાનું સ્વપ્ન ધરાવતો હતો.

જીવનભરની કમાણીને ઉધઈએ કોરી ખાધી
જોકે આ કારોબારીએ એક દિવસ આ બેગ ખોલીને જોયું તો તેના તમામ સપના પર પાણી ફરી વળ્યું. કારણ કે બેગમાં રાખવામાં આવેલા આશરે 5 લાખ રૂપિયાને ઉધઈએ કોરી ખાધા હતા. આ જોઈને વિજલી જમાલય ખૂબ જ નિરાશ થઈ ગયો. કારણ કે મહેનતથી ભેગી કરેલી એક-એક પાઈને તે કચરો થઈ ગયેલી તેની નજર સામે જોતો હતો. આજે આ પૈસા તેના માટે કોઈ કામના રહ્યા ન હતા, કારણ કે તે તદ્દન સડીને કચરો થઈ ગયા હતા.

કચરો થઈ ગયેલા પૈસા બાળકોને આપ્યા તો પોલીસના ચક્કરમાં ફસાઈ ગયો
ત્યારબાદ કારોબારીએ વિચાર કર્યો કે આ પૈસા હવે તેના માટે કોઈ જ કામના નથી તો તેણે આ પૈસા બાળકોને વહેચી દીધા, પણ તેની કમનસીબીએ અહીં પણ પીછો છોડ્યો નહીં. બાળકોને અસલી નોટથી રમતા જોઈ કોઈએ પોલીસને સૂચના આપી દીધી.
પોલીસ તેના ઘરે પહોંચી હતી, અહીં કચરો થઈ ગયેલી નોટોથી ભરેલી બેગ જોઈને પોલીસને ભારે આશ્ચર્ય થયું હતું. હવે પોલીસે બિજલી જમાલયની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કેસ દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો