તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Modi Government Created The Ministry Of Co operation, Which Will Work On The Vision Of Prosperity Through Cooperation

કેબિનેટના વિસ્તરણ પહેલાં નવું મંત્રાલય:મોદી સરકારે મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન બનાવ્યું, જે સહકારથી સમૃદ્ધિના વિઝન પર કામ કરશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અલગથી પ્રશાસનિક, કાયદાકીય અને નીતિગત માળખું ઉપલબ્ધ કરાવશે. - Divya Bhaskar
આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અલગથી પ્રશાસનિક, કાયદાકીય અને નીતિગત માળખું ઉપલબ્ધ કરાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે થનારા પોતાના કેબિનેટના વિસ્તરણ પહેલાં એક નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન બનાવ્યું છે. મોદી સરકાર આ મંત્રાલયની મદદથી પોતાના 'સહકારથી સમૃદ્ધિ'ના વિઝનને સાકાર કરશે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અલગથી પ્રશાસનિક, કાયદાકીય અને નીતિગત માળખું ઉપલબ્ધ કરાવશે.

સરકારના સૂત્રો મુજબ આ ઐતિહાસિક પગલું ભરવાનો ઉદ્દેશ્ય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવાનો છે. સરકાર આ મંત્રાલયથી સહકારી સમિતિઓને જમીની સ્તર સુધી પહોંચાડવાનું કામ કરશે. સૂત્રોએ જણાવ્યું કે અલગ સહકારિત મંત્રાલયનું ગઠન કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતને પૂર્ણ થાય તે અંગે પણ ધ્યાન આપશે.

મંત્રાલય સહકારી સમિતિઓ માટે 'વેપાર સુગમતા' એટલે કે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પ્રક્રિયાઓને વધુ આસાન બનાવશે. સાથે જ મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ્ઝ (MSCS)ના વિકાસને વધુ સારું બનાવવા માટે કામ કરશે. કેન્દ્ર સરકારે કોમ્યુનિટી આધારિત ડેવલપમેન્ટલ પાર્ટનરશિપમાં વધુ પ્રતિબદ્ધતાના સંકેત આપ્યા છે. સહકારિતા માટે અલગ મંત્રાલયનું ગઠન પણ નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતને પણ પૂર્ણ કરશે.

સર્વાર્થ સિદ્ધયોગમાં મંત્રીમંડળનો શપથ સમારંભ
વડાપ્રધાન મોદી 7 જુલાઈ એટલે કે બુધવારે પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે. લગભગ દરેક મોટું કામ શુભ મુહૂર્ત પર કરનારી મોદી સરકારના નવા મંત્રીઓના શપથ માટે પણ મુહૂર્ત નક્કી કરાયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંત્રીઓ સાંજે 5:30થી 6:30 વચ્ચે શપથ લેશે. આ દરમિયાન સર્વાર્થ સિદ્ધ યોગ બની રહ્યો છે. જેમાં કરવામાં આવેલું કોઈ પણ કામ સફળ થાય છે.

25થી વધુ દલિત, આદિવાસી, OBC વર્ગના નેતાઓને તક
સરકારના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી પોતાની કેબિનેટ માટે 25થી વધુ દલિત, આદિવાસી, OBC વર્ગના અને પછાત ક્ષેત્રોના ગ્રાઉન્ડ લેવલના નેતાઓની પસંદગી કરી છે. ઘણાં સંશોધન અને વિચાર કર્યા બાદ નવા મંત્રીઓના નામ નક્કી કરાયા છે. મોદી સરકાર માટે આ વિસ્તરણ હાલના સંજોગોમાં ઘણું જ જરૂરી છે. સંસદનું મોનસૂન સત્ર 19 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે નવા મંત્રીઓને પોતાના મંત્રાલયોમાં યોગ્ય પરિચય મળી રહે તે માટેનો સમય આપવો પણ જરૂરી છે.

મંગળવારે 8 રાજ્યપાલોની નિમણૂંક
કેન્દ્ર સરકારના મંત્રી મંડળના વિસ્તરણ પહેલાં જ મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક સાથે 8 રાજ્યપાલોની નિમણૂંક કરી. આ પહેલાં ઓગસ્ટ 2018માં 7 રાજ્યોના રાજ્યપાલ એક સાથે બદલવામાં આવ્યા હતા.

8માંથી 4ના ટ્રાંસફર, 4 નવા ગવર્નર
1. મંગુભાઈ છગનભાઈ પટેલઃ મધ્યપ્રદેશના રાજ્યપાલ
2. થાવરચંદ ગહેલોતઃ કેન્દ્રીય મંત્રી હતા, હવે કર્ણાટકના રાજ્યપાલ હશે.
3. રમેશ બૈસઃ ત્રિપુરાના ગવર્નર હતા, હવે ઝારખંડના ગવર્નર હશે.
4. બંડારૂ દત્તાત્રેયઃ હિમાચલના ગવર્નર હતા, હવે હરિયાણાના રાજ્યપાલ બનશે.
5. સત્યદેવ નારાયણ આર્યઃ હરિયાણાના રાજ્યપાલ હતા, હવે ત્રિપુરાના ગવર્નર.
6. રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકરઃ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનશે.
7. પીએએસ શ્રીધરન પિલ્લાઈઃ મિઝોરમના રાજ્યપાલ હતા, હવે ગોવાના ગવર્નર હશે.
8. હરિબાબુ કમ્ભમપતિઃ મિઝોરમના રાજ્યપાલ હશે.

અન્ય સમાચારો પણ છે...