• Gujarati News
  • National
  • The Mobile Phone Had 19 Miss Calls Of The Same Number; Inside Story Of A Student Falling From The Third Floor In Khargone

MPમાં ત્રીજા માળેથી વિદ્યાર્થિનીએ ઝંપલાવ્યું:મોબાઈલ ફોનમાં એક જ નંબરના 19 મિસ કોલ હતા; ખરગોનમાં ત્રીજા માળેથી નીચે પડતું મુકનાર વિદ્યાર્થિનીની ઇનસાઇડ સ્ટોરી

મધ્યપ્રદેશ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થિનીનું પર્સ મળી આવ્યું, તેમાંથી તેનુ આધાર કાર્ડ અને મોબાઈલ મળી આવ્યો

મધ્યપ્રદેશના ખરગોનમાં પીજી કોલેજની કોમર્સની સ્ટુડન્ટે ત્રીજા માળેથી પડતું મુકવાના મામલે નવો ખુલાસો થયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં વિદ્યાર્થિની પહેલા ઉપર જતી જોવા મળી રહી છે,. ઘણી વાર પછી તે નીચે પણ આવતી જોવા માળે છે. પરંતુ ત્યારબાદ તેની પાછળ એક છોકરો પણ જઈ રહેલ નજરે પડી રહ્યો છે. પોલીસે તપાસ કરતાં વિદ્યાર્થિનીનું પર્સ ટાંકી પાસેથી મળી આવે છે. તેમાંથી વિદ્યાર્થિનીનુ આધાર કાર્ડ અને મોબાઈલ મળી આવે છે. મોબાઈલમાં એક જ નંબર પરથી 19 મિસકોલ કરવામાં આવેલા છે.

પોલીસના જણાવ્યા મુજબ શનિવારે બપોરે લગભગ 12.20 વાગે વિદ્યાર્થિની કાજલ પ્રેમસિંહ ચૌહાણ (20) બંજરંગ નગરની રહેવાસી, જેતાપુર પીજી કોલેજના ત્રીજા માળે પહોંચી હતી. અહીં પહોંચ્યા બાદ થોડીવાર બાદ ટે બીજા માળ પર આવી હતી. અહીં આસપાસના લોકોને જુએ છે. ત્યારબાદ ટે ફરીથી ત્રીજા માળે પહોંચે છે અને ત્રીજા માળ પરથી ઝંપલાવી દે છે. ત્રીજા માળેથી ઝંપલાવતા વિદ્યાર્થિની વાયરો વચ્ચે અટકાતા નીચે જમીનપર પટકાય છે. આ ઘટનાથી ત્યાં અફરા-તફરી મચી ગઈ હતી.

આ તરફ કેન્ટીનમાં બેઠેલા એનએસયુઆઈના વિદ્યાર્થી નિકકું, સતિશ રાવલ, રાહુયલ વર્મા, નિલેષ બડોલે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં ટીચર્સ પર એકત્રિત થઈ ગયા હતા. વિદ્યાર્થિનીને કોઈએ પણ હાથ લગાવ્યો નહીં. વિદ્યાર્થીઓએ છોકરીને હોસ્પિટલ લઈ જવા માટે ટીચર્સ પાસે કાર માંગી, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો. જેમતેમ કરીને વિદ્યાર્થીઓ ગંભીર હાલતમાં વિદ્યાર્થિનીને જિલ્લા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. અહીંથી ડોકટરોએ તેને ઈન્દોર રિફર કરી હતી. પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ તરફ એનએસયુઆઈના નરેશ વર્મા, ઋષભ ટાંકે કોલેજ તંત્ર પર આરોપ લગાવતા હોબાળો પણ કર્યો હતો. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.શૈલજા જોષીએ જણાવ્યું કે અમે પરિવારજનોને જાણ કરી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

ટાંકીની પાછળ સંતાડ્યું હતું પર્સ, મોબાઇલા 19 મિસકોલ હતા
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં વિદ્યાર્થિની ત્રીજા માળ પર જઇ રહેલી નજરે પડે છે. ઘટનાસ્થળ પરથી પાણીની ટાંકી પાછળ સંતાડીને રાખેલું પર્સ મળી આવ્યું હતું. પર્સમાં આધાર કાર્ડ અને મોબાઈલ પણ હતો. તેના મોબાઇલમાં સેવ એક નંબર પરથી 19 મિસકોલ કરવામાં આવ્યા હતા. પોલીસ પ્રેમ પ્રકરણના એંગલથી પણ આ મામલે તપાસ કરી રહી છે. મોબાઈલ ફોનને તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે.

પ્રોફેસરો અને કર્મચારીઓએ માણસાઈ ન દાખવી
ઘટના બાદ વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ જવા માટે અન્ય વિદ્યાર્થીઓએ પ્રોફેસરો પાસે કાર માંગી હતી, જો કે કોઈપણ પ્રોફેસર કે કર્મચારીઓએ પોતાનું વાહન આપ્યું ન હતું. બાદમાં વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને બાઇક પર જ હોસ્પિટલ લઈ ગયા હતા. તે સમયે ત્યાં એચઓડી પ્રો.મહેશ ગુપ્તા, પ્રો.રૂપેશ જમરે, પ્રો.જૈનુદ્દીન જીલાની, પ્રો.રાજેન્દ્ર ચૌહાણ, એસબી પાટીદાર, પ્રો.દિપક ઠાકુર હાજર હતા.

ત્રીજા માળે તાળું મારવામાં આવ્યું ન હતું
​​​​​​​જણાવવામાં આવી રહ્યું છે કે સામાન્ય રીતે બિલ્ડીંગમાં ઉપર જવા માટે હંમેશા દરવાજા પર તાળું લાગેલું રહેતું હતું. શનિવારે જ તે તાળું ખુલ્લુ રહી ગયું હતું. અગાઉ બે મહિના પહેલા પણ કોલેન પરિસરમાં છરી વડે હુમલો કરવાની ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...