તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Mob Also Set Fire Resisting Colonization Saranarthione Cars, One Person Died In Police Firing

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રિપુરામાં શરણાર્થિઓ મુદ્દે સંઘર્ષ:શરણાર્થિઓને વસાવવાનો વિરોધ કરી રહેલી ભીડે ગાડીઓને આગ ચાંપી, પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ

ગુવાહાટી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેફ્યૂઝી પરિવારોના વસવાટના વિરોધમાં સ્થાનિક લોકો છેલ્લા 6 દિવસથી વિરોધ દેખાવ કરી રહ્યા છે

ત્રિપુરામાં શનિવારે બ્રૂ સમૂદાયના રેફ્યુજી પરિવારોના વસવાટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલી ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યુ હતું. 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. સરકારના નિર્ણયના વિરોધમાં ઉત્તરી ત્રિપુરામાં સ્થાનિક લોકો છેલ્લા 6 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પ્રદર્શન હિંસક થઈ ગયુ હતું અને ભીડે હાઈવે પર વાહનોને આગ લગાડી દીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રદર્શનકારીઓ તરફથી બંધનું આહવાન કરવામાં આવ્યુ હતું ત્યારે હિંસક ભીડે પની સાગરમાં સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ સ્થિતિને અંકૂશમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું. તેમા 45 વર્ષના શ્રીકાંતા દાસની ગોળી લાગવાથી મૃત્યુ થયુ હતું.

બગડેલી સ્થિતિને અંકૂશમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ગોઠવવામાં આવ્યા છે
બગડેલી સ્થિતિને અંકૂશમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ગોઠવવામાં આવ્યા છે

એક પોલીસ અધિકારીએ નામ નહીં આપવાની શરત સાથે કહ્યું છે કે ઉત્તરી ત્રિપુરાના પની સાગર અને કંચનપુર સબ-ડિવિઝનમાં સ્થિતિ વિસ્ફોટક છે, જેનો સામનો કરવા માટે પોલીસના વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વમાં ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સના જવાનોની ટૂકડીને ગોઠવવામાં આવી છે.

(આ પણ વાંચોઃ કોણ છે બ્રૂ શરણાર્થી જેમને વસાવવા માટે મોદી સરકારે 600 કરોડનું પેકેજ જાહેર કર્યું)

સરકારી કાર્યાલય, બજાર બંધ
પોલીસના જણાવ્યા પ્રમાણે એક રેફ્યુજીએ એક સ્થાનિક પંપ સંચાલક પર હુમલો કર્યો હતો. ત્યારબાદ મિશ્રિત વસ્તીવાળા સબડિવિઝનમાં સ્થિતિ બગડી હતી. કંચનપુરના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર બિક્રમજીત સુકલા દાસે કહ્યું કે પ્રદર્શનને લીધે સરકારી ઓફિસો, બજાર, દુકાનો બંધ છે. સિક્યોરિટી ફોર્સ, મેડિકલ તથા મીડિયાને બાદ કરતા અન્ય કોઈ વાહનોને મંજૂર નથી.

કંચનપુરના સબ ડિવિઝનલ મેનીસ્ટ્રીટ ચાંદની ચંદ્રને કહ્યું કે સરકાર અત્યાર સુધીમાં રિફ્યુજી પરિવારોની સંખ્યા અને તેમના લોકેશન અંગે માહિતી મેળવી રહી છે. જેથી તેમના વસવાટ માટેની પ્રક્રિયા શરૂ કરી શકાય.

મિઝોરમથી ભાગીને ત્રિપુરા આવેલા બ્રૂ સમૂદાયના 35 હજાર શરણાર્થીઓ
બ્રૂ સમુદાયના આશરે 35 હજાર શરણાર્થી 23 વર્ષ અગાઉ જાતીય સંઘર્ષ બાદ મિઝોરમમાંથી ભાગીને ત્રિપુરા આવ્યા હતા. ત્યારથી તેઓ સૌ સ્થાયી શિબિરોમાં વસવાટ કરે છે. હવે કેન્દ્ર સરકારે આ ત્રિપુરામાં જ વસવાટનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત સ્થાનિક નાગરિકોની સુવિધાઓ આપશે.

આ માટે આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકાર,ત્રિપુરા, મિઝોરમની રાજ્ય સરકાર તથા બ્રૂ સમુદાયના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી થઈ છે. સ્થાનિક લોકો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. રાજ્ય સરકારે વિરોધ પ્રદર્શનકારીઓ સાથે વાતચીતની પહેલ કરી નથી. તેને લીધે તેઓ ગુસ્સામાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો