• Gujarati News
  • National
  • The MLA From The Shinde Group Said That Those Who Do Not Know History Should Be Sent Out Somewhere Else

સાવરકર પછી હવે શિવાજીના નામે વિવાદ:શિંદે જૂથના ધારાસભ્યએ રાજ્યપાલને ટાંકીને કહ્યું- જે ઈતિહાસ ના જાણતા હોય, તેમને બીજે ક્યાંય બહાર મોકલી દેવા જોઈએ

19 દિવસ પહેલા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથના શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને છત્રપતિ શિવાજી મહારાજ વિશેની તેમની તાજેતરની ટિપ્પણી બદલ રાજ્યની બહાર ખસેડવાની માગ કરી છે.

બુલઢાણા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગાયકવાડે દાવો કર્યો હતો કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભૂતકાળમાં પણ આ રીતે મરાઠા સામ્રાજ્ય વિશે નિવેદનો આપીને વિવાદ સર્જ્યો હતો.

MLA સંજય ગાયકવાડે જણાવ્યું હતું કે 'રાજ્યપાલે સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો જુના નથી અને તેમની તુલના વિશ્વના અન્ય કોઈ મહાન વ્યક્તિ સાથે થઈ શકે નહીં. કેન્દ્રમાં ભાજપના નેતાઓને મારી વિનંતી છે કે જે વ્યક્તિ રાજ્યનો ઈતિહાસ નથી જાણતી અને તે કેવી રીતે કાર્ય કરે છે, તેમને બીજે ક્યાંક મોકલવામાં આવે.'

ગાયકવાડ શિંદેની આગેવાની હેઠળના પક્ષના બાલાસાહેબાંચી શિવસેના જૂથના ધારાસભ્ય છે જેઓ BJP સાથે ગઠબંધનમાં સરકાર ચલાવે છે.

રાજ્યપાલે શું કહ્યું હતું?
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે છત્રપતિ શિવાજી મહારાજ વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'જ્યારે અમે સ્કુલમાં હતા ત્યારે અમને પૂછવામાં આવતું હતું કે સ્કુલમાં અમારા રોલ મોડેલ કોણ છે? ત્યારે બધા વિદ્યાર્થીઓ કહેતા હતા અમુક લોકો સુભાષચંદ્રનું નામ આપતા તો અમુક લોકો જવાહારલાલ નેહરુ અને મહાત્મા ગાંધીજીનું નામ આપતા હતા. જેને જે રોલ મોડેલ હતા, તેમને તેઓ તે નામ આપતા હતા.'

'જો આજે તમારે રોલ મોડેલ જોવા શોધવા માગતા હોવ તો તમને મહારાષ્ટ્રમાં જ પોતાના આદર્શ મળી જશે. એટલે કે તેમને જો કોઈ પૂછે કે તમારા આદર્શ કોણ છે, તો તમને અહીં જ તેઓ મળી જશે. છત્રપતિ શિવાજી મહારાજ જુના જમાનાના આદર્શ હતા. હું નવા યુગની વાત કરી રહ્યો છું. જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને અને નીતિન ગડકરીને પણ આદર્શ ગણી શકાય છે.'

આ ફોટો ઔરંગાબાદમાં આયોજીત કાર્યક્રમની છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે ટિપ્પણી કરી હતી.
આ ફોટો ઔરંગાબાદમાં આયોજીત કાર્યક્રમની છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે ટિપ્પણી કરી હતી.

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીના નિવેદન પણ હોબાળો મચાવ્યો
હાલ દેશમાં વીર સાવરકાર વિશે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ એક ચેનલની ડિબેટમાં એક છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગઝેબને પાંચ વખત પત્ર લખીને માફી માગી હતી. આ પછી મહારાષ્ટ્રમાં ખૂબ જ હોબાળો થયો છે. ત્યારે સુધાંશુ ત્રિવેદી અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની નિવેદન પછી એકનાથ શિંદે જૂથે પહેલીવાર ટિપ્પણી કરી હતી.

સંજય ગાયકવાડ બુલઢાણાથી ધારાસભ્ય છે
સંજય ગાયકવાડ મહારાષ્ટ્રના બુલઢાણાથી ધારાસભ્ય છે. તેમણે કહ્યું હતું કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મરાઠા સામ્રાજ્યના સ્થાપક પર ટિપ્પણી કરી છે. તેઓ અગાઉ પણ આવા વિવાદો ઉભા કરી ચુક્યા છે.

બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડ શિવસેનાના શિંદે જૂથના છે. તેમનો આરોપ છે કે રાજ્યપાલે અગાઉ પણ આવો વિવાદ ઊભો કર્યો છે.
બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડ શિવસેનાના શિંદે જૂથના છે. તેમનો આરોપ છે કે રાજ્યપાલે અગાઉ પણ આવો વિવાદ ઊભો કર્યો છે.

મહારાષ્ટ્રમાં શિંદે અને ભાજપની સંયુક્ત સરકાર છે
શિવસેનામાં વિભાજન થતાં ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી, શિંદે જૂથે ભાજપ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી હતી. અત્યારે શિવસેનાના નામ અને ચૂંટણી ચિન્હને લઈને ઉદ્ધવ અને શિંદે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો ચૂંટણી પંચ પાસે છે.