• Gujarati News
  • National
  • When The Police Tore The Relative's Challan, They Reached The Police Station And Said What Happened If He Drank Alcohol, He Is Still A Child

મહિલા ધારાસભ્યનો પોલીસ સ્ટેશનમાં ઘેરાવો:પોલીસે સંબંધીનું ચલણ ફાડ્યું તો પોલીસ સ્ટેશને પહોંચી, કહ્યું- દારૂ પી લીધો તો શું થયું, હજી તો બાળક છે

જોધપુર2 મહિનો પહેલા
  • મહિલા ધારાસભ્યના પતિએ પોલીસ કર્મચારીને સામે ખુરશી પર બેસવા અંગે પણ ટોક્યા હતા

રાજસ્થાનના જોધપુરનું રાતાનાડા પોલીસ સ્ટેશન ફરીથી સમાચારમાં છે. લવલી કંડારા એન્કાઉન્ટર મામલો હજી શાંત પડ્યો નથી અને હવે શેરગઢ ધારાસભ્ય અને તેમના પતિએ પોલીસ સ્ટેશનમાં ધારણાં શરૂ કર્યાં છે. ધારાસભ્યના સંબંધીનું પોલીસે ચલાન કાપ્યું તો ધારાસભ્ય પતિ સહિત પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. ધારાસભ્ય અને તેમના પતિએ પોલીસને ધમકાવ્યા અને જોરદાર બબાલ કરી. ઉલ્લેખનીય છે કે ચલાન MVI એક્ટ અતર્ગત ફાડવામાં આવ્યું છે. આ અંગે ધારાસભ્યએ પોલીસને કહ્યું હતું કે કે શું થઈ ગયું દારૂ પી લીધો તો, હજી તો બાળક છે. બીજી તરફ, ધારાસભ્યના પતિએ પોલીસકર્મચારીને ધારાસભ્યની સામે ખુરશી પર બેસવા અંગે પણ ટોક્યા હતા.

શું હતો મામલો
રવિવારે રાતે 10.30 વાગ્યે એરફોર્સ વિસ્તારમાં પોલીસે લોકોને પકડ્યા અને MVI એક્ટ અંતર્ગત તેમનું ચલાન બનાવી દીધું. ચલાન બન્યા પછી કારને જપ્ત કરવામાં આવી. એ પછી યુવકે તેના સંબંધી અને શેરગઢનાં ધારાસભ્ય મીના કંવરના પતિ ઉમ્મેદ સિંહ રાઠૌરને ફોન લગાવ્યો. ઉમ્મેદ સિંહની પોલીસ સાથે વાત કરવા દીધી. કાયદાથી બંધાયેલા પોલીસ જવાને તેમને કહ્યું હતું કે હવે કાર જપ્ત થઈ ગઈ છે. તેઓ કારને છોડવામાં અસમર્થ છે.

એ પછી ઉમ્મેદ સિંહ રાઠૌર પોતાની ધારાસભ્ય પત્ની મીના કંવરની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં લગભગ એક કલાક હોબાળો ચાલ્યો. જ્યારે આ અંગે સમાધાન ન થયું તો ધારાસભ્ય અને તેમના પતિ જમીન પર બેસી ગયાં અને હઠે વળગ્યા. ડીસીપી તો ક્યારેક હાઈકમાન્ડને ફોન કરવા લાગ્યા. જયપુરથી એક મોટા અધિકારીને ફોન કર્યો. અંતે, ડીસીપીના હસ્તાક્ષેપ પછી મામલો શાંત થયો હતો. એટલું જ નહિ, ધારાસભ્યની સામે ખુરશી પર બેઠેલા પોલીસકર્મચારીને ધમકાવતાં તેમના પતિએ કહ્યું હતું કે ધારાસભ્ય નીચે બેઠા છે અને તમે ખુરશી પર. એટલું જ નહિ, SHO લીલારામવાળા મામલાનો ઉલ્લેખ કરીને પણ તેમને ધમકાવ્યા.

પોલીસ સ્ટેશનમાં પહોંચેલાં ધારાસભ્ય અને તેમના પતિના ડ્રામાનો વીડિયો અહીં હાજર એક પોલીસકર્મચારીએ ઉતાર્યો હતો. ટોચના અધિકારીએ વીડિયો બનાવનાર કોન્સ્ટેબલને વીડિયો તાત્કાલિક ડિલિટ કરવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય તેમણે સમગ્ર પોલીસ સ્ટેશનમાં સૂચના આપતાં જણાવ્યું હતું કે આ અંગે કોઈને ન જણાવતા. જોકે ઘટનાનો વીડિયો સોમવારે મોડી રાતે પ્રકાશમાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...