• Gujarati News
  • National
  • The 'mix And Match' Policy Of Vaccination Will Be Implemented In The Country; The Person's Immune System Will Double; Learn About The Most Different Method In The World

વેક્સિનના ડોઝનો 'યારાના':દેશમાં વેક્સિનેશનની 'મિક્સ એન્ડ મેચ' નીતિ લાગૂ કરાશે; વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ બમણી થશે; જાણો દુનિયાની સૌથી અલગ પદ્ધતિ વિશે

8 મહિનો પહેલા
ફાઇલ તસવીર
  • 'મિક્સ એન્ડ મેચ' વેક્સિનેશ અંગે કોવિડ-19 ટાસ્ક ફોર્સે સંશોધન હાથ ધર્યું છે

દેશમાં વેક્સિનેશનને ઝડપી અને ઇફેક્ટિવ બનાવવા માટે દુનિયાની સૌથી અલગ 'મિક્સ એન્ડ મેચ' પદ્ધતિનો ઉપયોગ કરાઇ શકે છે. 'મિક્સ એન્ડ મેચ' પદ્ધતિ અંતર્ગત લોકોને એક વેક્સિનનો ડોઝ X કંપનીનો ત્યારે બીજો ડોઝ Y કંપનીનો આપવામાં આવે છે. (X-Y ઉદાહરણ માટે વપરાયા છે.) ભારત દેશની અત્યારની પરિસ્થિતિને જોતા આ અંગે તાત્કાલિક ઘોરણે શોધ હાથ ધરવામાં આવી છે. આ શોધના પરિણામોના આધારે આગળ નિર્ણય લેવાશે.

જો વેક્સિનનું 'મિક્સ એન્ડ મેચ' સંશોધન અને પરિણામ સફળ રહ્યું તો દેશના વેક્સિનેશનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. આ ફેરફાર માટે અન્ય કોઇપણ પરિબળ જવાબદાર નથી, પરંતુ અત્યારે દેશના ઘણા લોકોને ભૂલથી 2 અલગ-અલગ કંપનીની વેક્સિનના ડોઝ આપી દેવાય છે. જેથી આ કારણને ધ્યાનમાં રાખતા વૈજ્ઞાનિકો આ વિષય પર વધુ અભ્યાસ હાથ ધરીને યોગ્ય તારણો પર પહોંચવા માટે કાર્યરત થઈ ગયા છે. જો મિક્સ એન્ડ મેચ વેક્સિનની પદ્ધતિ સફળ રહી તો આના માટે વેક્સિનેશનની પદ્ધતિમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે.

વેક્સિનેશનમાં બેદરકારીથી નવી યુક્તિ સુજી!
દેશની અંદર હાથ ધરવામાં આવેલા વેક્સિનેશનના કાર્યક્રમની વ્યવસ્થા પર નજર રાખતી કમિટિના એક સભ્યએ જણાવ્યું હતું કે ઘણી વેળાએ દેશના વિવિધ રાજ્યોમાંથી એવા કિસ્સા સામે આવ્યા હતા કે કેટલાક લોકોને 2 અલગ-અલગ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. એવા વ્યક્તિના આરોગ્યની તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે સામાન્ય વેક્સિનેટેડ લોકો કરતા એમનામાં રોગપ્રતિકાર શક્તિ અને મજબૂતીનું નિર્માણ વધુ થયું છે. જેથી મિક્સ એન્ડ મેચ પદ્ધતિ પર યોગ્ય અભ્યાસ હાથ ધરીને પ્રાપ્ત થતા પરિણામોના આધારે આગળ નિર્ણય લઇ શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવાની તૈયારીઓ
જોકે આ પ્રમાણેની ઘટનાઓ બેદરકારીને કારણે થતી હોય છે, પરંતુ આ અંગે વૈજ્ઞાનિક આધાર પર કોઇને આડઅસર હજુ સુધી જોવા મળી નથી. વરિષ્ઠ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં આ પદ્ધતિ પર સંશોધન હાથ ધરવામાં આવશે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રોગપ્રતિકાર શક્તિને વધારવાનો છે. આ અંગે સતત સંશોધન ચાલતુ રહે છે.

'મિક્સ એન્ડ મેચ' વેક્સિનની વ્યવસ્થા શરૂ થશે
કોવિડ-19 ટાસ્ક ફોર્સની કમિટિના વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે વિવિધ કંપનીઓની વેક્સિન આપવાથી 'ઈન્ટરચેન્જેબિલિટી' થાય છે. આ પદ્ધતિની વધુ તપાસ હાથ ધરવા માટે 2 અલગ-અલગ ટીમનું નિર્માણ કરવામાં આવશે અને તેમનામાં સામે આવતા 2 નિર્ણયોને અલગ તારવી દેવાશે. વેક્સિનેશનમાં પણ જો ભૂલમાં 2 અલગ-અલગ કંપનીની વેક્સિન આપી દેવામાં આવે તો પણ કોઇનામાં હજુ સુધી આડઅસર સામે આવી નથી. જો આના સારા પરિણામ આવશે તો દેશમાં મિક્સ એન્ડ મેચની પદ્ધતિ શરૂ કરી દેવાશે.

આવુ કરવાથી વેક્સિન લેવાના સમયગાળાથી લઇને સંપૂર્ણ પ્રોટોકોલને બદલવો પડી શકે છે. જોકે આમાં એક મત એવો પણ સામે આવી રહ્યો છે કે વેક્સિનના ડોઝ વચ્ચેના અંતરને બદલવાની જરૂર નહીં જણાય. વેક્સિનેશન મેનેજમેન્ટની ટીમ સતત આવા લોકોના આરોગ્ય પર નજર રાખે છે,જેમને અલગ-અલગ કંપનીની વેક્સિનના ડોઝ અપાઇ ગયો છે.

લોકોની સમક્ષ વધુ વિકલ્પો પણ આવશે
ભારત દેશમાં આગામી 3-4 મહિનાની અંદર ઘણી કંપનીઓની વેક્સિન આવવાની છે. વિવિધ વેક્સિન કંપનીઓના આગમનથી આ વ્યવસ્થા વધુ સારી અને મજબૂત થઈ શકે છે. મિક્સ એન્ડ મેચ વ્યવસ્થાથી લોકોને વેક્સિનના ડોઝને લેવા માટે પણ વધુ રાહ જોવી પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...