• Gujarati News
  • National
  • The Minister's Son Was Intoxicated; Taking An Oath When He Came To His Senses, The Father Said I Am With Justice truth

બળજબરીપૂર્વક પોર્ન મૂવી દેખાડતો:મંત્રીનો દીકરો નશામાં મારઝૂડ કરતો; ભાનમાં આવે ત્યારે સોગંદ ખાતો, પિતાએ કહ્યું- હું ન્યાય-સત્યની સાથે છું

11 દિવસ પહેલા

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી મહેશ જોશીના દીકરા રોહિત જોશી પર દુષ્કર્મની પીડિતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. યુવતીએ કહ્યું- મંત્રીનો દીકરો બળજબરીપૂર્વક પોર્ન મૂવી દેખાડતો હતો. મૂવી પ્રમાણે જ કરવા કહેતો હતો. નશામાં મારઝૂડ પણ કરતો હતો અને જ્યારે ભાનમાં આવતો તો સોગંદ ખાતો હતો. બીજી બાજુ, મંત્રી જોશીએ કહ્યું- પોલીસ નિષ્પક્ષ રીતે સમગ્ર કેસની તપાસ કરે. હું હંમેશાં ન્યાય તથા સચ્ચાઈ સાથે રહીશ. મંત્રીના દીકરા સામે યુવતીએ દિલ્હી સદર બજાર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો.

7 મેના રોજ પીડિતા તેની માતા સાથે દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. મંત્રીના દીકરા રોહિત સામે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. દિલ્હી પોલીસ ફરિયાદ અંગે વુમન કાઉન્સેલરને બોલાવી પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ બાદ પીડિતાને દિલ્હીની હિન્દુરાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. પહેલા દિલ્હી પોલીસ તરફથી જીરો નંબર FIR, કાઉન્સેલિંગ રિપોર્ટ, ત્રણ ડોક્યુમેન્ટ અને મેડિકલ કિટ સવાઈ માધોપુર મોકલવાની વાત સામે આવી હતી, જોકે યુવતીના કહેવાથી દિલ્હી સદર બજાર પોલીસ સ્ટેશનમાં રેપને લગતો કેસ નોંધી લેવામાં આવ્યો છે.

નશાની સ્થિતિમાં રોહિતનો ગંદો ચહેરો સામે આવતો હતો
પીડિતાએ પૂછપરછમાં કહ્યું, શરાબ પીધા બાદ રોહિતનો ગંદો ચહેરો સામે આવતો હતો. મને અપશબ્દો કહેતો હતો. નશામાં મારઝૂડ કરતો અને દુષ્કર્મ આચરતો હતો, પણ જ્યારે ભાનમાં આવતો ત્યારે તે ફરી વખત પ્રેમભરી વાતો કરી સોગંદ ખાતો હતો. મને પોર્ન ફિલ્મ દેખાડતો હતો. ફિલ્મની જેમ કરવા માટે કહેતો હતો. ઈનકાર કરવાના સંજોગોમાં દુષ્કર્મ આચરતો હતો. 2 એપ્રિલ 2021ના રોજ સાનિયા ચિક્કુલ, સ્વપ્નિલ અને ચર્ચિત લોકોની ઉપસ્થિતિમાં દિલ્હીની BW ક્લબમાં ડાંસ કરાવતો હતો.

પીડિતાએ રોહિત જોશી સાથે કેટલાક વીડિયો પણ પોલીસને સોંપ્યા છે.
પીડિતાએ રોહિત જોશી સાથે કેટલાક વીડિયો પણ પોલીસને સોંપ્યા છે.

યુવતીને લગતા ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખતો હતો
પીડિતાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રોહિત કહેતો હતો કે તે તથા તેના પિતાના હિસ્ટ્રીશીટર તથા માફિયાઓ સાથે સંબંધ છે. જયપુરની હોટલ શિખા, પોતાના મિત્ર સ્વપ્નિલની ઓફિસ તથા વાટિકા ફાર્મ હાઉસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. રાજસ્થાન, દિલ્હી સહિત અન્ય અનેક રાજ્યોની હોટલોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

સોશિયલ મીડિયા પર પીડિતાનો ફોટો મૂક્યો
ઘટના સામે આવ્યા બાદ કેટલાક લોકોએ દુષ્કર્મનો ભોગ બનનારની તસવીરો સોશિયર મીડિયા પર શેર કરી હતી. તસવીરો સાથે વાંધાજનક ટિપ્પણી પણ લખવામાં આવી હતી. પીડિતાએ દિલ્હી DCP(ઉત્તર)ને આ અંગે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં સરફરાજ અબ્બાસી, રાજેશ મીના, ચાન્ના, નવેદ રજા, નુજેબ ખાનનાં નામનો ઉલ્લેખ કર્યો છે.

મંત્રી જોશીએ કહ્યું- ન્યાય અને સચ્ચાઈ સાથે રહીશ
સમગ્ર ઘટના અંગે મંત્રી મહેશ જોશીએ કહ્યું- હું સમગ્ર જીવનમાં સત્ય અને ન્યાય પ્રત્યે અડગ રહ્યો છું. પોલીસ નિષ્પક્ષ રીતે તપાસ કરે. આ પ્રકરણ હોય કે અન્ય કોઈપણ. હું હંમેશાં ન્યાય અને સચ્ચાઈ સાથે જ રહીશ. મને આ પ્રકરણમાં એટલી જ જાણ છે કે જેટલી તમને છે. અત્યાર વધારે કંઈપણ કહેવું યોગ્ય નથી.