તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Not Only China Pakistan On The Border, But Also The Mining Mafia Is A Big Threat; Terrorists Can Dig Up To 500 Meters Of Fencing And Make Tunnels

રાજસ્થાનમાં સરહદ સંકટમાં:સીમા પર ચીન-પાકિસ્તાન જ નહિ, ખનનમાફિયાનો પણ મોટો ખતરો; ફેન્સિંગના 500 મીટર સુધી ખોદી જમીન, સુરંગ બનાવીને ઘૂસી શકે આતંકી

બિકાનેર9 દિવસ પહેલા
આ તસવીર ભારત-પાક બોર્ડરની નજીક બિકાનેર જિલ્લાસ્થિત સતપાલ અને અન્નેવાલી ચોકીઓની વચ્ચેની છે.

(આનંદ ચૌધરી). રાજસ્થાન બોર્ડર પર ખનનમાફિયાઓએ દેશની સુરક્ષા માટે મોટો ખતરો પેદા કર્યો છે. જિપ્સમ માટે માફિયાએ બિકાનેરના કોલાયત, ખાજૂવાલા, બજ્જુ, પૂગલ અને દંતૌરમાં લગભગ 70 કિમી ક્ષેત્રમાં બોર્ડરને ખોદવામાં આવી છે.

જિપ્સમનો ઉપયોગ પ્લાસ્ટર ઓફ પેરિસ અને રાસાયણિક ખાતર બનાવવામાં થાય છે. આ ક્ષેત્રોમાં 30-40 જગ્યા એવી છે, જ્યાં ખનનમાફિયાઓ ફેન્સિંગની 500 મીટરની નજીક સુધી પહોંચી જાય છે. આ સિવાય સરહદની નજીક 30થી 40 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે.

એના દ્વારા સરળતાથી સુરંગ બનાવીને દેશની સુરક્ષાને પડકારી શકાય છે. એની શક્યતાને કારણે બીએસએફે પ્રશાસનને પત્ર લખીને આ ગેરકાયદે ખાણકામને તાત્કાલિક રોકવાની માગ કરી. બીએસએફે શક્યતા વ્યક્ત કરી છે કે ખનનમાં લાગેલા મજૂરોની આડમાં આતંકી સુરંગ ખોદીને દેશની સીમામાં આવી શકે છે.

શા માટે બન્યા સીમાના દુશ્મન, જાણો 3 મોટાં કારણ
1. સીમાથી નજીક ખનન
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનાં દિશા-નિર્દેશ અનુસાર કોઈ વન્યજીવ અભયારણ્ય ક્ષેત્રના 10 કિમીના પરિઘમાં ખનન થઈ શકતું નથી. જોકે દેશની સુરક્ષા સાથે જોડાયેલી બોર્ડરથી માત્ર એક કિમીના અંતરે ખનન માટેના પટ્ટાની ફાળવણી કરવામાં આવી રહી છે. એની આડમાં બોર્ડરથી માત્ર 500-700 મીટર દૂર સુધી ખનનકાર્ય કરવામાં આવી રહ્યું છે.

2. માત્ર 2 મીટરની મંજૂરી છે, 7 મીટર સુધી ખોદકામ કરવામાં આવ્યું
બિકાનેરના ખાજૂવાલા, દંતૌર, ભૂરાસર, બજ્જુ, પૂગલ ક્ષેત્રમાં 2016-17માં 201 ખનન પટ્ટા ઈસ્યુ કરવામાં આવ્યા. એમાંથી 152માં ખનન શરૂ થયું. ખનન 20 વર્ષની લીઝ પર છે. દોઢથી બે મીટરના ખોદકામને પરવાનગી છે, જોકે 5-7 મીટર સુધી જમીનને ખોદવામાં આવી. ખનન પટ્ટા સ્થાનિક ખાતેદારોને આપવામાં આવ્યા, જોકે ખોદકામ હરિયાણા અને રાજસ્થાનના અન્ય હિસ્સાના ખનનમાફિયાઓ કરી રહ્યા છે.

3. ખનનમાફિયાની કાર અહીં બેરોકટોક ફરે છે
જિપ્સમનું ખનન શરૂ થયા પછી બોર્ડર પર અપરાધિક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડર વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન એસયુવી ગાડીઓ ફરે છે. સુરક્ષા અંતર્ગત બોર્ડર વિસ્તારમાં પરિચય પત્ર જોયા પછી જ લોકોની અવરજવર થાય છે. જોકે અહીં સીમા પર આવેલી ચોકીઓની નજીક ખનનમાફિયાઓની પણ બેરોકટોક અવરજવર ચાલુ છે. બોર્ડરની નજીક મોડી રાતે ખનનમાફિયાઓ દારૂની પાર્ટી કરે છે.

બીએસએફે ઘણી વખત સરકારને જણાવ્યું, જોકે કાર્યવાહી થઈ રહી નથી
બીએસએફના આઈજી અમિત લોઢાએ જણાવ્યું હતું કે કોલાયત અને ખાજૂવાલામાં જિપ્સમ ખનનના મામલાની માહિતી છે. આ સંબંધમાં ઘણીવાર રાજ્ય સરકારને ફરિયાદ કરી છે, જોકે કાર્યવાહી થઈ નથી. ગેરકાયદે ખનન સુરક્ષા માટે મોટો પડકાર છે.

આ ગામો વધુ પ્રભાવિત
બિકાનેરમાં બજ્જુના 21 બીએસએમ અને 22 બીએસએમ, અગૂરી પાયતાન, દંતૌર 10 બીએસએમ, 20 બીએસએમ, કબ્રેવાલા, ભૂરાસર, કાયમવાલા અને મુસેવાલામાં સીમાની પાસે ગેરકાયદે ખનન થઈ રહ્યું છે.

ખનન વિભાગઃ જિપ્સમ ખનની ફરિયાદ મળી છે, ઝડપથી એને રોકીશું
બિકાનેર સર્કલના અધીક્ષણ ખનન એન્જિનિયર એન. કે. બૈરવાએ કહ્યું હતું કે દંતૌર વિસ્તારમાં બોર્ડરની નજીક જિપ્સમ ખનની ફરિયાદ મળી છે. અમે બીએસએફની સાથે મળીને એને રોકવા માટેનું અભિયાન ચલાવ્યું છે. અમે ઝડપથી એને રોકવામાં સફળ રહીશું. બીજી તરફ, બિકાનેર સર્કલના ખનન એન્જિનિયર રામ નિવાસ મંગળે જણાવ્યું હતું કે બોર્ડર પર કોઈપણ ગેરકાયદે ખનન થઈ રહ્યું છે તો કાર્યવાહી કરવામાં આવશે. દંતૌરમાં ખનન પટ્ટા ઘણા સમય પહેલાં ઈસ્યુ કરવામાં આવ્યા હતા. અમે આ મામલાની તપાસ કરાવી લઈશું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો